SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ કેવલ દર્શનનો ઉપયોગ સમય સમયના અંતરે સાદિ અનંતકાળ સુધી જીવને ચાલ્યા જ કરે છે. આ લેવલ દર્શનના ઉપયોગથી જગતમાં રહેલા સઘળાય પદાર્થોને ભૂત, ભાવિ, વર્તમાન પર્યાયો સાથે સામાન્ય બોધ રૂપે ચાલ્યા જ કરે છે. આવા બોધને આવરણ કરનાર કર્મ તે કેવલ દર્શનાવરણીય કર્મ કહેવાય છે. આ દશમા ગુણસ્થાનક સુધી બંધાય છે અને બારમાં ગુણસ્થાનક સુધી ઉદયમાં હોય છે. આ પ્રકૃતિનો રસ સર્વઘાતી રસરૂપે જ ઉદયમાં હોય છે. નિદ્રા નિદ્રા પાંચ પ્રકારની હોય છે. સુખપૂવક ઉંઘમાંથી ઉઠી શકાય એટલે જરાક સામાન્ય અવાજ થાય. અને ઉઠી જવાય એવી જે ઉંઘ તે નિદ્રા કર્મ કહેવાય છે. જેટલી ઉંઘ વધે એટલો પાપનો ઉદય વધે છે. ઉંઘના કારણે જીવને ખબર પડતી નથી કે પોતે શું કરી રહ્યો છે ? ક્યાં છે ? વગેરે. ઘણાં જીવો ઉંઘમાં ચાલે પણ છે અને ચાલતાં ચાલતાં ક્યાં જાઉં છું, કોને ત્યાં જાઉં છું એ પણ ખબર પડતી નથી. ઉંઘ જે છે તે જીવના જ્ઞાનતંતુઓને સુષુપ્ત કરી તેમાં સ્થિરતા પેદા કરાવે છે એટલે જ્ઞાનના ઉપયોગને સુષુપ્ત રૂપે બનાવવાનું કામ આ નિદ્રા કરતી હોવાથી જ્ઞાનીઓએ પાપ પ્રકૃતિ કહેલી છે. આ ઉદયકાળમાં જીવને સર્વઘાતી રસ જ ઉદયમાં હોય છે, બંધાય છે. સર્વઘાતી રસે અને એજ રસે એટલે જેવા રસે બાંધેલી હોય તેવા રસે જ ઉદયમાં આવે છે. શ્રી તીર્થંકર પરમાત્માના આત્માઓ છેલ્લા ભવે આ નિદ્રાના ઉદયકાળનો નાશ કરવા માટે સંયમનો સ્વીકાર કરે છે ત્યારે અભિગ્રહ કરે છે કે જ્યાં સુધી કેવલજ્ઞાનની પ્રાપ્તિ ન થાય ત્યાં સુધી જમીન ઉપર પગવાળીને એટલે પલાંઠી વાળીને બેસવું નહિ અને એટલા જ માટે જેટલો છદ્ભસ્થ કાળ હોય છે ત્યાં સુધી ખડાપગે રહી આરાધના કરે છે તેમાં શ્રી હષભદેવા ભગવાનનો સંયમનો છદ્ભસ્થ પર્યાય એક હજાર વરસનો થયેલો છે એ એક હજાર વરસમાં માત્ર ચોવીશ. કલાક જ ઉંઘ થયેલી છે. તે કઇ રીતની ? એક સાથે સળંગ નહિ પણ એક હજાર વરસમાં જ્યારે જ્યારે વચમાં વચમાં ક્ષણવાર ઝોકું આવી જાય પાછા સાવધ થઇ જાય તે ઝોકા રૂપે આવેલી નિદ્રા ભેગી કરીએ ત્યારે એક અહોરાત્ર જેટલી એટલે ચોવીસ કલાકની નિદ્રા થયેલી છે એવી જ રીતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાના આત્માને, છેલ્લે ભવે સંયમનો સ્વીકાર કરી સાડા બાર વરસના સંયમ પર્યાયમાં ક્ષણ ક્ષણ જેટલી નિદ્રાનો કાળ ભેગો કરતાં અડતાલીશ મિનિટ માત્ર ઉંઘ થયેલ છે. બાકીના બધા કાળમાં પદાર્થની ચિંતવના કરતાં કરતાં કાળ પસાર કરેલો છે માટે આ આત્માઓએ જ્ઞાનના ઉપયોગમાં સ્થિર રહી પદાર્થોનો ચિંતવના કરતાં કરતાં દર્શનાવરણીય કર્મનો સંપૂર્ણ નાશ કર્યો છે. હવે આપણી વાત કરીએ તો પહેલા આપણે નિદ્રાને પાપ રૂપે માનીએ કે સમજીએ છીએ ખરા ? સવારના ઘણીવાર એમ બોલીએ કે હાશ ! આજે તો ખુબ સરસ ઉંઘ આવી ગઇ કોઇ વખત ઉંઘ જ ન આવી હોય તો બોલીએ કે કાલે રાતના તો જરાય ઉંઘ જ ન આવી. આ રીતે બોલતાં ને વિચારતા રાગ અને દ્વેષના વચનો હોવાથી દર્શનાવરણીય કર્મ ચીકણા રસે બાંધતા જઇએ છીએ. નિદ્રાને લીધે જ્ઞાનનો ક્ષયોપશમ ભાવ નાશ પામે છે માટે જ્ઞાનીઓ કહે છેકે શરીરનો થાક ઉતારવા માટે આત્માને જ્ઞાનના ઉપયોગમાં સ્થિર કરવા પ્રયત્ન કરવો જોઇએ. તોજ નિદ્રાનો નાશ થાય. જ્ઞાનીઓ. કહે છે કે પાપી માણસો ઉંઘતા સારા અને ધર્મી માણસો જાગતા સારા. ધર્મી માણસને જગાડવામાં દોષ નહિ. અનિદ્રા એ વાસ્તવિક પણે રોગ નથી પરંતુ સંસારના કોઇ પણ ટેન્શનના કારણે કોઇક જીવને ક્યારેક આવું થાય છે. જ્ઞાનીઓ કહે છે કે આહાર અને નિદ્રા વધાર્યાં વધે અને ઘટાડ્યા ઘટે એમ છે. ઉણોદરી Page 41 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy