SearchBrowseAboutContactDonate
Page Preview
Page 115
Loading...
Download File
Download File
Page Text
________________ જેટલી નિર્લેપતા શરીરની વધુ એટલું જલ્દી છૂટાય, દરેક કામ રાગ વગર કરવું કે જેથી મોહનીય કર્મનું ઝેર ચડે નહિ. સૂક્ષ્મ નામકર્મ પહેલા ગુણઠાણે બંધાય છે અને ઉદયમાં હોય છે. પુણ્યથી વસ્તુ મલે તો સાચવવાની ના નથી પણ તેમાં મમત્વ રાખવું નહિ. ચૌદપૂર્વીઓ નિગોદમાં એક મમત્વના કારણે જાય તો પછી આપણી શું સ્થિતિ ? કેટલા સાવધ રહેવું પડે એ વિચારો. અપર્યાપ્ત નામકર્મ :- જે જીવોને જેટલી જેટલી પર્યાદ્ધિઓ કહેલી છે તેમાંની છેલ્લી પર્યાપ્તિ અધુરીએ જીવ મરણ પામે તે અપર્યાપ્ત નામકર્મનો ઉદય કહેવાય છે. દરેક જીવો પહેલી ત્રણ પર્યાતિઓ એટલે આહાર, શરીર, ઇન્દ્રિય પર્યાદ્ધિઓ પૂર્ણ કરે જ છે કારણ કે તે સિવાય પરભવનું આયુષ્ય જીવને બંધાતું નથી અને પરભવના આયુષ્યને બાંધ્યા વગર સંસારી જીવ મરણ પામે નહિ. માટે ત્રણ પર્યાપ્તિઓ દરેક પૂર્ણ કરે જ. સાધારણ નામકર્મ :- એક શરીરને વિષે અનંતા જીવોની પ્રાપ્તિ થાય એટલે અનંતા જીવોના સમદાય વચ્ચે એક શરીરની પ્રાપ્તિ થાય તે સાધારણ નામકર્મ કહેવાય છે. અનંતા જીવોને પરસ્પર દ્વેષ બુદ્ધિ ચાલુજ હોય છે. સંકોચ અથવા સંકડાશ હોવાના કારણે બધાયને પોતાના શરીર પ્રત્યેના મમત્વના કારણે દ્વેષ ઉત્પન્ન થયા જ કરે છે. અસ્થિર નામકર્મ - મસ્તક, હાડકાં, દાંત વગેરે શરીરના અવયવો સિવાયના જે અંગોપાંગા અસ્થિરપણે જીવને પ્રાપ્ત થાય તે અસ્થિરનામકર્મ કહેવાય. જેમકે પડજીભી જીભની અંદરની નાની એક જીભ છે તે આ કર્મના ઉદયથી છે. અશુભ નામકર્મ - જીવને નાભિથી નીચેના જે અવયવો પ્રાપ્ત થાય તે અશુભ નામકર્મના ઉદયથી જાણવા. | દુર્ભગ નામકર્મ :- ઉપકારાદિ નહિ કરવા છતાં અથવા કરવા છતાં જીવોને અપ્રિય થાય તે દુર્ભગ નામકર્મ કહેવાય છે. જે જીવોનું શરીર સારું હોય, સારી રીતે દેખી શકાય છતાંય તે જીવોને બોલાવવાનું મન ન થાય તે દુર્લગ નામકર્મનો ઉદય કહેવાય છે. સંયુક્ત કુટુંબમાં પોતાના દીકરાની જેટલી કાળજી રાખે તેટલી ભાઇ કે બેનના દિકરાની કાળજી રાખે નહિ. આવા બધાથી જીવને દુર્ભગ નામકર્મ બંધાય છે. વાત્સલ્યભાવ બધા પ્રત્યે એક સરખો હોય નહિ એટલે મારે તો બધાય સરખા જ ગણાય આવો વિચાર ન હોય તો દુર્લગ નામકર્મ બંધાય છે. દુસ્વર નામકર્મ :- જે જીવના કંઠમાંથી સ્વર સુંદર નીકળવાને બદલે ખરાબ નીકળે સ્વર સાંભળવો. ગમે નહિ તે દુસ્વર નામકર્મ કહેવાય છે. સારો અવાજ કોઇનો સાંભળી આનંદ પામીએ અને કોઇનો ખરાબ અવાજ સાંભળી નારાજ થઇએ તો પણ સ્વર નામકર્મ બંધાય છે. સારા અવાજવાળાને વારંવાર સાંભળીયે એવી ઇચ્છા પેદા કરવી નહિ. પોતાનો સારો સ્વર જાણી સંભળાવી વખાણ કરે, કોઇને સાંભળવાની ઇચ્છા વારંવાર થાય તો સારું એવી ઇચ્છા પણ કરવી નહિ કારણ તેનાથી બીજાને રાગાદિ પેદા થાય છે અને આપણા પણ રાગાદિ વધે છે. અનાદેય નામકર્મ - યુક્તિયુક્ત બોલાયેલું ઉચિત વચન પણ લોકમાં માન્ય ન થાય તે અનાદેયા Page 115 of 126
SR No.009185
Book TitlePaap Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages126
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size33 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy