SearchBrowseAboutContactDonate
Page Preview
Page 242
Loading...
Download File
Download File
Page Text
________________ છીએ. તારી દ્રષ્ટિમાં ને અમારી દ્રષ્ટિમાં ભેદ છે.' ધર્મનો નાશ કરવાને ઇચ્છનારાઓને સૌએ જડબાતોડ વાબ આપવાની જરૂર છે. દરેક ઉપકાર કરવા ઇચ્છતા ધર્મગુરૂઓએ સ્પષ્ટભાષિતા કેળવવી પડશે. શ્રીમંતોની શ્રીમંતાઇ કે હાજીએ ભકતોની ખોટી ભકિતથી અંજાયે કામ નહિ ચાલે. જેઓ એવાની શરમમાં અંજાઇ શે તે ઉપકાર નહિ કરી શકે. એવા તો ઉલ્ટા અશ્રિતોના હિતનો પણ નાશ કરશે. માટે ઉપારીઓએ સ્પષ્ટભાષી-સ્પષ્ટવકતા થવું જોઇએ. ગુરૂદેવ પૂજા ત્રીજું લક્ષણ છે-ગુરૂદેવ પૂજા, દાક્ષિણ્ય અને લજ્જાવાળો દેવ-ગુરૂનો પૂજક ન હોય એ બને ? જેના માથે દેવ-ગુરૂ નહિ તેનામાં દાક્ષિણ્ય-લજ્જા નહિ. એનામાં સાચા ગુણો હોય, એ ન ભૂતો ન ભવિષ્યતિ. આજે નગરાઓ પણ અહિસાને નામે કારમી હિસાની ભાવના ફેલાવી રહ્યા છે, અને ધર્મને નામે અધર્મ પ્રસરાવી રહ્યા છે. એવાઓ આજે દુનિયાને દેવ-ગુરૂથી વંચિત બનાવી રહ્યા છે. દેશનું એ ભયંકર કમનશીબ છે. કહે છે કે-દુનિયામાં કોઇ લાયક ગુરૂ નથી. કહેવું જોઇએ કે-ગુરૂઓનું એ સદ્ભાગ્ય છે કે એવા શિષ્યો નથી મળ્યા. આજના વાતાવરણને એવાઓએ કદરૂપું બનાવી મૂક્યું છે. એ કદરૂપા બનેલા વાતાવરણને ઠીક કરવા, દેવ-ગુરથી વિના કારણે ખોટા પ્રચારથી ઉભગી ગએલી દુનિયામાં પુન: તે શ્રદ્ધા સ્થાપિત કરવા આ ઉત્સવની યોજના છે. uિત્રાદિ વ્યકિત ચોથું લક્ષણ છે-પિત્રાદિ ભકિત. આવો આત્મા માતાપિતાદિ વડિલોનો ભકત હોય. વડિલો તેજ કે જે સન્માર્ગે યોજે. સન્માર્ગે યોજે તેજ સાચાં માતાપીતા ને બંધુ. આવો આત્મા પત્નીની ખાતર માતાપીતાને લાત ન મારે. ત્યાગની વાતમાં આજ્ઞાની વાતો કરનારાઓ આવા વખતે કેમ મૌન સેવે છે ? એવાને પૂછો કે-બૈરીની ખાતર મા બાપને લાત મારનારા કેટલા કુભાંડી પાકયા છે ? અને એવાનાં મા બાપ બની ફુલાનારા મા બાપ પણ કેટલાં છે? ત્યાં કેમ આજ્ઞાની વાતો નથી કરતા? સાચી વાત તો એ છે કે-જે આત્મા સંસારમાં રકત ન હોય, વિષય-કષાય-મોહ-આદિને સર્વથા આધીન ન હોય, એ બધાને ત્યાજ્ય માનતો હોય, તે સ્વપે પણ મા બાપની આશાતના કરે નહિ. જ્યાં સુધી એ સંસારમાં રહે ત્યાં સુધી માતા પિતાદિની ભકિત જરૂર કરે. ત્યાગવૃત્તિવાળો વડીલોની આજ્ઞા જેવી પાળે તેવી બીજો નહિ પાળે. જેઓ એમ કહે છે કે-ત્યાગીઓ માતાપિતાદિની ભકિત નથી કરવા દેતા, તેઓ જુઠ્ઠા છે. સાચા ત્યાગીઓ તરફથી તો માતા પિતાદિની યોગ્ય અને સાચી ભકિત કરવાનું વારંવાર કહેવાય છે. માતાપિતાદિની યોગ્ય અને સાચી ભકિતથી ભ્રષ્ટ કરનારા તો તે છે કે જેઓને ત્યાગ ગમતો નથી. ત્યાગ ગમતો નથી માટે જ તેઓ સ્વચ્છન્દમાં ભાન ભૂલ્યા છે, માતા-પિતાદિને તરછોડે છે અને ત્યાગીઓને હેરાન કરે છે. એવા મોહના ફિરસ્તાઓ જ દુનિયાને દેવ-ગુરૂથી બ્લેકાવે છે ને માતાપિતાદિની ભકિતથી ભ્રષ્ટ કરે છે. સકતની અભિલાષા પાંચમું લક્ષણ છે-સુકૃતની અભિલાષા. આવો આત્મા દાન, શીલ, તપ આદિ સુકૃતમાં તત્પર હાય. એનામાં આ ગુણો આજે ક્યાં છે ? આજે પરનારીસહોદર શોધવા ભારે પડે. મૈત્રી આદિ ભાવનાવાળામાં સદાચાર વિગેરેની અભિલાષા હોય જ. પરોપકાર છઠું લક્ષણ છે-પરોપકાર. એનામાં પરના ઉપર ઉપકાર કરવાની બુદ્ધિ હોય. ઉન્માર્ગે નારાઓને Page 242 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy