SearchBrowseAboutContactDonate
Page Preview
Page 224
Loading...
Download File
Download File
Page Text
________________ શરણરૂપ બનતી નથી. મૃત્યુ વખતે પણ એજ સ્થિતિ હોય છે. માટે આ બધી સામગ્રીઓમાં શરણરૂપ કોઇ ચીજ હોય તો એક શ્રી જિનેશ્વર પરમાત્મા-તેમની આજ્ઞા મુજબ વિચરતાં સુસાધુઓ અને તેમણે કહેલો ધર્મ એજ શરણરૂપ બને છે એમ વિચારવું. બાકીના પદાર્થો પ્રત્યે અશરણની બુધ્ધિ પેદા કરી સુંદર રીતે જીવન જીવવા પ્રયત્ન કરવો તે અશરણ ભાવના છે. (૩) સંસાર ભાવના ચાર ગતિરૂપ આ સંસાર અનંત દુ:ખોથી ભરેલો છે. તેમાં પ્રાણીને કર્મવશાત્ નિરંતર ભમવું પડે છે. વળી જે એક કાળે માતા હોય, તે સ્ત્રી થાય છે અને સ્ત્રી હોય, તે માતા થાય છે પિતા હોય, તેપુત્ર થાય છે અને પુત્ર હોય, તે પિતા થાય છે. માટે તે સર્વથા ત્યાગ કરવા યોગ્ય છે, આદિ ચિતવવું, તેને સંસારભાવના હે છે. નીચેનાં વચનોમાં સંસારભાવના પ્રક્ટ થયેલી છે : जम्म दुक्खं जरा दक्खं, रोगा य मरणाणि य । अहो दुक्खो हु संसारो, जत्थ कीसन्ति जंतुणी ॥ ‘અહો આ સંસાર દુ:ખમય છે કે જેમાં પ્રાણીઓ અનેક પ્રકારની પીડાઓ પામે છે. તેમાં જન્મનું દુ:ખ છે, જરાનું દુ:ખ છે, તેમજ રોગ અને મરણનું પણ દુ:ખ છે.' गतसारेडत्र संसारे, सुखभ्रान्तिः शरीरिणाम् । लालपानमिवाङ्गुष्ठे, बालानां स्तन्यविभ्रमः || ‘અંગૂઠો ચૂસીને લાળનું પાન કરતાં બાળકોને જેમ માતાનું સ્તનપાન કરવાનો ભ્રમ થાય છે, તેમ આ સંસાર સુખરહિત હોવા છતાં પ્રાણીઓને તેમાં સુખનો ભ્રમ થાય છે.’ આ સંસાર ચાર ગતિમય છે. દરેક ગતિમાં દુ:ખ દુ:ખ અને દુ:ખ જ રહેલું છે. નરકગતિમાં જીવો દુ:ખ ભોગવતાં ગમે તેટલા બુમ બરાડા પાડે-બચાવો બચાવો કરે પણ કોઇ તેને બચાવવા તું નથી. તિર્યંચગતિમાં રહેલા જીવો અડધા ભૂખ્યા અને અડધા તરસ્યા થઇને આહાર અને પાણી માટે આમ તેમ ભટકતાં ઘણાંનો માર ખાય છે. તાપ, ઠંડી વગેરે સહન કરે છે. મનુષ્યગતિમાં રહેલા જીવોને થોડું સુખ અને ઘણું દુ:ખ હોય છે. થોડા થોડા દુ:ખના કાળમાં વચમાં વચમાં ક્ષણિક સુખ મલતું જાય છે માટે દુ:ખ દુ:ખરૂપે લાગતું નથી પણ મનુષ્યપણામાં મોટાભાગના જીવોને ખાવા-પીવા પહેરવા, ઓઢવા-રહેવા આદિનું દુ:ખ ઘણું હોય છે. પણ સુખની આશામાં ને આશામાં દુઃખ વેઠીને દિવસો પસાર ર્યા કરે છે. દેવગતિમાં રહેલા દેવોને ત્યાં જે સુખ હોય છે તે પણ પરાધીન છે. સ્વાધીન પણે નથી. એમાં માવાનું નહિ અને ખાવા પીવાનું પણ નહિ ઉત્પન્ન થાય ત્યારથી જે સામગ્રી મલી હોય તેટલી કાયમ ટકી રહે છે તેમાં વધારો જરાય થાય નહિ પણતે સામગ્રીને ભોગવવા માટે જોઇએ ત્યારે લેવા માટે ઇન્દ્રની આજ્ઞા મુજબ જીવવું પડે છે. ખાવાની-પીવાની ઇચ્છા થતાં તૃપ્તિ થઇ જાય છે. આ સિવાય દેવીની સાથે રહેતા તેની ઇચ્છા ન હોય તોકાંઇ કામ થતું નથી આ મોટામાં માટું દુ:ખ હોય છે તથા સંખ્યાતા કે અસંખ્યાતા વર્ષો સુધી તે પદાર્થોમાં રાગપૂર્વક રહ્યા પછી તેને છોડવાનો વખત આવે ત્યારે અંતરમાં તેના વિયોગનું ભયંકર દુ:ખ પેદા થયા વિના રહેતું નથી. આ દુ:ખની વેદના અસહ્ય હોય છે માટે દેવગતિમાં પણ સુખ હોતું નથી એમ હેવાય છે. આ કારણથી ચારે ગતિ રૂપ સંસારમાં કોઇ જગ્યાએ જરાય સુખ હોતું નથી સંસાર દુ:ખ મય જ છે. આ રીતે ભાવના ભાવવી વિચારણાઓ કરવી એ સંસાર ભાવના કહેવાય છે. (૪) એકત્વ ભાવના આ જીવ એકલો આવ્યો છે, એક્લો જ્વાનો છે અને સુખ:દુ:ખાદિ પણ એકલો જ ભોગવે છે, એમ Page 224 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy