SearchBrowseAboutContactDonate
Page Preview
Page 223
Loading...
Download File
Download File
Page Text
________________ જીવન સવારે જુદુ-બપોરના જુદુ-સાંના જુદુ-દિવસના જુદું-રાતના જીવન જુદું એમ કરતાં બાળકમાંથી યુવાન થતાં યુવાનમાંથી પ્રૌઢ થતાં પ્રૌઢમાંથી વૃધ્ધ થતાં જીવન જુદા જુદા પ્રકારનું હોય છે. માટે જીવન અનિત્ય છે આથી આ અનિત્ય ભાવના ભાવતાં કોઇ પદાર્થ પ્રત્યે મારાપણાની નિત્ય રૂપે બુધ્ધિ ન થઇ જાય તેની કાળજી રાખવા માટે આ ભાવના કરવાની છે. શ્રાવકોએ સવાર સાંજ બન્ને ટાઇમ આ ભાવના અવશ્ય કરવાનું વિધાન કહેલું છે. ૨-અશરણ લાવના વ્યાધિ-જરા અને મૃત્યુથી ઘેરાયેલા આ સંસારમાં પ્રાણીઓને કોઇનું શરણ નથી એમ ચિતવવું તેને અશરણ ભાવના કહે છે. હે હ સિહોય મિગ ગિહાય મચ્ચનર ને હુ અંતકાલે | ન તસ્સ ભાયા વ પિયા ય માયા કાલમ્પિ તસ્સ સહરા ભવંતિ || ભાવાર્થ :- જેમ કોઇ સિહ. મુગના ટોળામાં પેસીને તેમાંના એકાદ મગને પકડીને ચાલતો થાય તેમ અંતકાળે મૃત્યુ પણ કુટુંબીજનોમાં કૂદી પડીને તેમાંના એકાદ જણને પકડીને ચાલતું થાય છે ત્યારે તેની પત્ની, પિતા કે માતા કોઇ તેનું રક્ષણ કરી શકતા નથી. ઘર-પેઢી-પૈસો ટકો-સ્નેહી-સંબંધી-મિત્ર વગેરે કોઇ ચીજ કોઇ કાઇને શરણ રૂપ થઇ શકતી નથી. આપણે માનીએ કે પત્ની શરણરૂપ થશે-દીકરો શરણ રૂપ થશે. દુ:ખના કાળમાં સ્નેહી-સંબંધી શરણ રૂપ થશે પણ જે સામગ્રી પોતે જ અશરણ રૂપ હોય તે કોણ કોને શરણ રૂપ બની શકે? માટે જ્ઞાનીઓએ આ બધા પદાર્થો કોઇને માટે કોઇ કાળે શરણરૂપ બનતા જ નથી એમ કહ્યું છે. સ્નેહી, સંબંધી પણ પૈસા ટકા વગેરે સામગ્રી હોય તો ખબર અંતર પુછવા આવે આગતા સ્વાગતા કરે પણ એ સુખની સામગ્રી જો ચાલી જાય અને દુ:ખ આવીને ઉભુ રહે તો તે આવનાર ભાઇઓમાંથી કોઇ સામે આવવા કે જોવા તૈયાર થતું નથી ઉપરથી કોણ છે? મારે શું? કોઇ પ્રકારનો જાણે સંબંધ જ ન હોય એવું વર્તન કરે છે. પત્ની પણ જ્યાં સુધી પોતાનો સ્વાર્થ સરે ત્યાં સુધી આગતા સ્વાગતા કરે. કામ કરી મહેનત કરી જે માંગે તે લાવી આપી સાચવવામાં આવે તો તે સારી રીતે સાચવે પણ જ્યારે જુવાનીમાં શરીર અટકી જાય-શરીરમાં કોઇ ભયંકર વ્યાધિ પેદા થઇ જાય-તેવ્યાધિ વધતી જાય-અસાધ્ય બનતી જાય-પોતાને જે જોઇએ તે આવતું બંધ થઇ જાય તો તે વખતે પત્ની શું વિચારે? હવે આ કામના નથી મને કાંઇ મલવાનું નથી આવા વિચારોથી અંતે આવી વ્યાધિમાં સેવા કરવાને બદલે મુકીને ચાલતી પણ થઇ જાય. કદાચ પુણ્યોદય હોય- સેવા કરે તો પણ જાણે બોજ ઉપાડતા હોય તે રીતે કરે તે વખતે જીવને આ અશરણરૂપ જ્ઞાનીઓએ જે કહેલ છે તે બરાબર છે એમ લાગે ખરૂં? કેમ? હજી આશા છે. એ આશામાં ને આશામાં હજી શરણ રૂપ લાગે અને પોતાનો સંસાર વધે અને અંતે એ વ્યાધિમાં કોઇ દુ:ખમાં સહાયક બનતું નથી મરણ પામવું પડે છે આથી અશરણ રૂપ છે. એવી જ રીતે યુવાવસ્થામાં જે જોર તાકાત હોય છે તે વૃધ્ધાવસ્થામાં રહેતી નથી તો તે રા અવસ્થામાં પણ જો જીવને અશરણરૂપ ચીજો શરણરૂપ લાગતી હોય, રા અવસ્થામાં કામ લાગશે એમ માનીને સાચવી હોય તે ચીજો પણ કામ લાગતી નથી. કારણ તે અવસ્થામાં ખાધેલું પચે નહિ- શરીર સારું રહે નહિ-ખાવાનું મન થાય ખાઇ શકાય નહિ માટે તે અવસ્થામાં જીવને કોઇ સામગ્રી સહાય કરીને Page 223 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy