SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ અને સર્વત્ર લોક સુખી થાઓ !” આવું મોઢે બોલવામાં મૂલ્ય બેસતું નથી. જેને પૂછશો તે પ્રાય: એમજ હેશે કે- “અમારી એજ ભાવના છે.” કારણકે દુર્જનને પણ સજ્જન દેખાવાની ભાવના હોય છે. દુર્જન, પોતે દુર્જન દેખાવા ઇચ્છતો નથી પણ સનમાં ખપવા ઇચ્છે છે એટલે આ ભાવના શાબ્દિજ ન હોવી જોઇએ, પરન્તુ દરેક્ના જીવનમાં ઓતપ્રોત થઇ જ્વી જોઇએ. એય દિન આ ભાવનાથી શૂન્ય ન હોય તોજ આ ભાવના શોભે, નહિતર લોકો વ્હેશે કે-આ બધા વાક્યૂરા જ છે. સાચા હૃદયથી વાણીદ્વારા આવું બોલનારનું જીવન નમુનેદાર હોય. આવી ભાવનાવાળા આત્માઓ જ્ઞમાં આદર્શો કાં ન બને ? કહેવું જ પડશે કે-જો આ ભાવના માત્ર શાબ્દિક ન રહી હોત, જીવનની બહાર ભાગતી ફરતી ન હોત, માત્ર જીભેથી જ ન બોલાતી હોત, તો આજે આ દશા ન હોત ! આ સ્વપરશ્રેય:સાધક ભાવનાને સદા અવિચલ રાખવી જોઇએ, જીવતી ને જાગતી રાખવી જોઇએ, ગમે તે સ્થિતિમાં ટકાવી રાખવી જોઇએ. આ ભાવના ઘણી જ ઉત્તમ છે. જેમનોવૃત્તિ શુભ વિચારવાળી હોય અને આત્માને મોક્ષનો અભિલાષી બનાવવા પૂર્વક વૈરાગ્યાદિ સંયમ સાધનો પ્રત્યે દોરી તી હોય તે ભાવના કહેવાય છે. જ્ઞાની ભગવંતોએ કહ્યું છે કે भावणाजोगसुद्धप्पा, जले नावा व आहिया । માવા વ તીરસંપન્ના, સવ્વદ્ગવવા તિરૢ I ‘ભાવનારૂપી યોગથી શુદ્ધ થયેલા આત્માને લમાં નૌકા સમાન હેલો છે. નૌકા જેમ અથાગ જળને પાર કરીને ક્વિારે પહોંચે છે, તેમ આવો શુદ્ધ આત્મા ભવપરંપરાનો નાશ કરીને સર્વ દુ:ખનો અંત કરે છે.’ આ ભાવના બાર પ્રકારની હોય છે. (૧) અનિત્યભાવના, (૨) અશરણભાવના, (૩) સંસારભાવના, (૪) એકત્વભાવના, (૫) અન્યત્વભાવના, (૬) અશુચિત્વભાવના, (૭) આશ્રવભાવના, (૮) સંવરભાવના, (૯) નિર્જરાભાવના, (૧૦) લોકસ્વભાવભાવના, (૧૧) બોધિદુર્લભભાવના અને (૧૨) અર્હત્ દુર્લભભાવના કે જેને સામાન્ય રીતે ધર્મભાવના કહેવામાં આવે છે. કેટલાક ગ્રંથોમાં દશમી ધર્મભાવના, અગિયારમી લોમ્વભાવભાવના અને બારમી બોધિદુર્લભભાવના એવો ક્રમ પણ આપેલો છે, પરંતુ તેમાં કોઇ તાત્ત્વિક તફાવત નથી. તત્ત્વાર્થ સૂત્રકારે ભાવનાના સ્થાને ‘અનુપ્રેક્ષા' શબ્દનો પ્રયોગ કર્યો છે, પણ તેનો ક્રમ તો આજ પ્રમાણે દર્શાવ્યો છે. જેમ કે ‘નિત્યાશરળસંસારેત્વાભ્યાશુવિાસ્ત્રવસંવનિર્ઝરારો વોધિદુર્ણમધર્મસ્વાધ્યાતમપિત્તનમનુપ્રેક્ષા: I -અનિત્ય, અશરણ, સંસાર, એકત્વ, અશુચિ, આશ્રવ, સંવર, નિર્જરા, લોક, બોધિદુર્લભ અને ધર્મસ્વાખ્યાતનું અનુચિતન એ અનુપ્રેક્ષાઓ છે.' આ બાર ભાવનાઓનું સ્વરૂપ અનુક્રમે આ પ્રમાણે જાણવું : (૧) અનિત્ય ભાવના શરીર, યૌવન, ધનસંપત્તિ તથા કુટુંબ વગેરેના સંબંધની અસ્થિરતા-અનિત્યતા ચિંતવવી તે અનિત્ય ભાવના કહેવાય છે. કહ્યું છે કે अनित्यमारोग्यमनित्ययौवनं, Page 221 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy