SearchBrowseAboutContactDonate
Page Preview
Page 220
Loading...
Download File
Download File
Page Text
________________ બાહાપરિગ્રહ નવ પ્રકારનો હેલો છે. સાધુઓ પોતાની સાધનામાં અંતરાય પેદા ન થાય તે માટે બાહા પરિગ્રહના સદા માટે ત્યાગી હોય છે અને તે ત્યાગ કરતાં કરતાં અત્યંતર પરિગ્રહ ચૌદ પ્રકારનો કહ્યો છે તેનો ત્યાગ કરવાને, અભ્યાસ કરવા માટે સંયમ ગ્રહણ કરેલ હોય છે અને તેથી તેઓનું લક્ષ્ય એ મુજબનું હોવાથી અપરિગ્રહ ધારી કહેવાય છે. આ આકિચૈન્ય ભેદ છે. (૧૦) બ્રહ્મચર્યનું બ્રહ્મ = એટલે આત્મા તેને વિષે ચર્ય એટલે ચરવું ફરવું. આત્માની વિચારધારામાં ફર્યા કરવું એટલે કે આત્મોન્નતિની વિચારણામાં આત્માનાં ઉત્થાનમાં કે આત્મ ગુણોના વિકાસમાં સદા માટે ફર્યા કરવું એની જ વિચારણામાં સ્થિર બન્યા રહેવું તે બ્રહ્મચર્ય ધર્મ કહેવાય છે. અથવા તો મન, વચન અને કાયાથી મૈથુનનો ત્યાગ કરવો તે બ્રહ્મચર્ય કહેવાય છે. ગુરૂની આજ્ઞામાં તથા સાધુ સમુદાયમાં રહીને તેના નિયમોને અનુસરીને શાસ્ત્રોનો અભ્યાસ કરવો તથા આત્મકલ્યાણકારી ક્રિયાઓની તાલીમ લેવી તેને બ્રહ્મચર્ય વાસ કે ગુરૂકુલ વાસ કહેવામાં આવે છે. આ દશ પ્રકારના યતિધર્મના પાલનથી અશુભ કર્મો આવતા રોકાય છે અને જે અશુભ કર્મો આત્મામાં આવે છે તે અલ્પરસવાળા અલ્પસ્થિતિ વાળા આવે છે કે જેથી વિશેષ નુકશાન કર્તા બનતા નથી માટે આ દશેને સંવર કહેવામાં આવે છે. બાર ભાવનાઓનું સ્વરૂપ પ્રભુશાસન એટલે સૌનું ભલું ચિત્તવનાર શાસન : સૌનું ભલું કરવાને માટે જ સ્થપાયેલું શાસન : ત્રસ અને સ્થાવર સર્વ જીવોની દયા, એજ અનું ધ્યેય : એણે પ્રરૂપેલા ધર્મનાં સઘળાંય વિધાનો, એ ધ્યેયની સિદ્ધિને જ માટેનાં છે : જ્હો, આવા શાસનને પામેલાની ભાવના કેવા પ્રકારની હોય? મોટી શાંતિને ભણેલા અથવા ધર્મરહસ્યને પામેલા એ ભાવનાને સમજતા હશે, એટલે એમને માટે એ નવીન નથી. તે ભાવના એ છે કે "शिवमस्तु सर्वजगत: परहितनिरता भवन्तु भूतगणा: । ટોપા પ્રયાનાશ, સર્વત્ર સુથ્વીમવતુ હોવD: IIકા” માત્ર પોતાના આત્માનું નહિ, માત્ર પોતાના આશ્રિતોનુંજ નહિ, માત્ર પોતાના ગામ કે નગરનિવાસીનું જ નહિ, પરન્તુ ધર્મી આત્મા સારાય વિશ્વનું ભલું ઇચ્છે છે. ધર્મી માત્રની એ ભાવના હોય કે-આખાએ જગતનું કલ્યાણ હો ! જે આત્મામાં એ ભાવના ન હોય, તે વાસ્તવિક રીતે આ શાસન આરાધવાને લાયક નથી. કોઇપણ જીવનું અલ્યાણ ઇચ્છવું, એ ધર્મી આત્માઓ માટે નામોશી છે. ગમે તેવા સમયે પણ દુનિયાના કોઇપણ ભાગના કોઇપણ પ્રાણિના અકલ્યાણની ભાવના ધર્મિમાં નજ હોય. એની ભાવના તો સૌના લ્યાણની જ હોય. એ કલ્યાણ થાય ક્યારે? એ માટે સાથે સાથે એ પણ ભાવના હોય કે- “ઘરાહતનોરતા મવન્નુમતUIT: પ્રાણિમાત્ર પરહિતમાં રકત બનો. એ પણ કયારે સંભવે ? એ માટે ધમિની ભાવના હોય કે- “ફોષ પ્રયોજ્નાશમ્” સઘળાય દોષો નાશ પામો ! અને આના પરિણામે- “સર્વત્ર શુરવીમવતુ ભોn: I” લોક સર્વત્ર સુખી થાવ ! આજ એક, ધમિની ભાવના હોય. આવી ભાવના આવ્યા વિના વાસ્તવિક ધમિપણું આવતું નથી ધર્મ આત્માને વાસ્તવિક સ્પર્શતો નથી. ભાવળા શાબ્દિક જ ન જોઈએ આ ભાવના મોઢે બોલવી હેલી છે. આ ભાવનાના નામે અધમ આત્માઓ દુનિયાને ઠગી શકે, કારણ કે- “સારાય વિશ્વનું કલ્યાણ થાઓ, પ્રાણિ માત્ર પરિહતમાં રકત બનો, સઘળાય દોષો નાશ પામો Page 220 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy