SearchBrowseAboutContactDonate
Page Preview
Page 214
Loading...
Download File
Download File
Page Text
________________ એવા ઇરાદે ભણનારે મોક્ષપ્રાપક સાધનને સંસારનું કતલખાનું બનાવ્યું. ‘ભણીશું તો શેઠીયા આપણને માનશે, બાદશાહી ભોગવાશે, પાણીની જ્ગ્યાએ દુધ મળશ અને નહિ ભણ્યા હઇશું તો પૂછશે કોણ ? માટે ભણો !' -આ વાસનામાં અને પેલી વાસનામાં કેટલો ફેર ? દુનિયાના વિષયોના ભૂખ્યા, શાસ્ત્ર ભણ્યા તોય, ભવાટવીમાં ભટકાઇ પડ્યા. પેટ આદિને માટે ભણેલા ભાગ્યે જ સાચા પરોપકારી બન્યા. જે પરોપકારમાં પૌદ્ગલિક સ્વાર્થ હોય તે પરોપકાર નથી. એ તો નામના વિગેરે માટે ઘણા કરે છે. વાત એ છે કે-નામના માટે. માનપાન માટે શાસ્ત્ર ભણવું એય ખરૂં છે. પછી વાંચે અને વિચારે કે-આ પંક્તિથી વાણીયાને આમ વ્હેવાય અને વિદ્વાન કહેવડાવાય. પણ એને એ વિચાર નહિ કે-એ પંક્તિ મને શું કહે છે ? જેને પોતાના આત્માને શિખામણ દેતાં આવડી, તેને પારકાને શિખામણ દેવાનું શું શીખવું પડશે ? જે પોતાને શિખામણ નહિ દે, તે બીજાને શું દેશે ? બીજા કદાચ પામી જાય, પણ એ ડૂબે ! પોતાને શિખામણ નહિ દેવી અને બીજાને શિખામણ દેવા નીકળવું, એ દંભ નથી ? પોતાને શિખામણ દેનારની વાણીમાં ઓર્ આવે છે, જ્યારે બીજાને માનપાનાદિ માટે શિખામણ દેનારની શિખામણ પ્રાય: લુખ્ખી હોય છે. અંતરના ઉદ્ગાર નહિ ને ? આ શાસ્ત્ર ભણવાનું શા માટે ? એક જ ઇરાદો જોઇએ- હું તારૂં અને તાકાત આવે તો બીજાઓને પણ તારૂં. તત્ત્વના સ્વરૂપનો હું જાણ બનું, કે જેથી મારા દોષો દેખાય, હું તે સુધારૂં અને બીજા આવે તો તેમને તેમના દોષો દેખાડીને સુધારવાની પ્રેરણા કરૂં ! શાસ્રશ્રવણ પણ એ ઇરાદે કરો, કે જેથી શુભ અધ્યવસાય પેદા થાય. એવો ઉપયોગ, એ શ્રોત્રન્દ્રિયનો પ્રશસ્ત ઉપયોગ છે. પ્રશસ્તથી કાબુ સારા-નરસા શબ્દો સાંભળવા, એ કાનનો વિષય છે. જ્ઞાનિએ કહેલા શબ્દો સાંભળવા તે લ્યાણનું સાધન, માટે પ્રશસ્ત ઉપયોગ. વિપરીત સાંભળવા, એ અપ્રશસ્ત ઉપયોગ. બીજા શબ્દો સંભળાઇ જાય તો રાગ-દ્વેષ કરવો નહિ. સારૂં નિયમા સાંભળવું અને તે પણ રાગપૂર્વક. સારાનું શ્રવણ વારંવાર કરવું અને વિપરીત શ્રવણથી બને તેટલા દૂર રહેવું : ન સંભળાય તેની કાળજી રાખવી અને સંભળાઇ જાય તો એની અસર થવા દેવી નહિ. દેવ-ગુરૂના ગુણો, ગુરૂની હિતશિક્ષા અને ધર્મદેશના એ વિગેરેનું શ્રવણ કરાય તે પ્રશસ્ત અને ઇષ્ટાનિષ્ટ શબ્દોમાં રાગ-દ્વેષના હેતુરૂપ શ્રોત્રેન્દ્રિયને બનાવાય એ અપ્રશસ્ત. અપ્રશસ્તથી અશુભ કર્મ બંધાય, જ્યારે પ્રશસ્તથી નિર્જરા થાય અને બંધ થાય તો પણ શુભ કર્મનો જ બંધ થાય. પ્રશસ્ત ઉપયોગની જ્ઞાનિઓએ આજ્ઞા કરી. વિહિતમાં ઉપયોગ, નિષિદ્ધમાં અનુપયોગ અને અવિહિત-અનિષિદ્ધમાં રાગ-દ્વેષ નહિ. આવી દશા લાવવાને માટે એટલો કાબુ કેળવવો પડશે. એ કાબુ કેળવવાને માટે પ્રશસ્ત ઉપયોગ ઉપર ખૂબ રાગ કેળવીને, બને તેટલો વધુ પ્રશસ્ત ઉપયોગ થાય તેની કાળજી રાખવી પડશે. અપ્રશસ્તના ત્યાગની વૃત્તિથી અને આવા પ્રશસ્ત ઉપયોગના યોગે, આત્મામાં ગુણો પ્રગટતા જશે : આત્માનો સ્વભાવ ખીલવા માંડશે. ચક્ષુરિન્દ્રિયની પ્રશસ્તતા અને અપ્રશસ્તતા શ્રોત્રેન્દ્રિય પછી ચક્ષુરિન્દ્રિય. દેવનાં દર્શનમાં ચક્ષુનો ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ : ગુરૂના દર્શનમાં ચક્ષુનો ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ: સંઘના દર્શનમાં ચક્ષુનો ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ : શાસ્ત્રના પઠન-પાઠનાદિમાં ચક્ષુનો ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ : અને ધર્મસ્થાનાદિ જોવામાં ચક્ષુનો ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ. દેવદર્શન, ગુરૂદર્શન, સંઘદર્શન, શાસ્રદર્શન અને ધર્મસ્થાનાદિનું દર્શન વિગેરે કરવું એ વિધાન. વિધાનમાં ઉપયોગ, એ પ્રશસ્ત ઉપયોગ. દેવદર્શનાદિથી જે ચક્ષુ પવિત્ર થાય, Page 214 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy