SearchBrowseAboutContactDonate
Page Preview
Page 213
Loading...
Download File
Download File
Page Text
________________ વું કે-આત્મામાં શી અસર થાય છે? પરમ પંથે દોરે તો એક શ્લોક એય મહાજ્ઞાન છે : અને ગમે તેટલું ભણ્યા પણ ઉન્માર્ગે દોરે તો તે મહા અજ્ઞાન છે. સાધુ પ્રપંચને જાણે ખરા પણ આચરે નહિ. જાણે તે વિદ્વાન અને આચરે એટલે પાપી. પુષ્ટિ કરનારૂં ભોક્ત પણ અજીર્ણ થાય તેમ ખાઇએ તો મારે. તેમ બધી વસ્તુઓનો ઉપયોગ કેમ કરવો એ બરાબર સમજાય, તો ખરાબ પણ વાતાવરણથી નુકશાનને બદલે કદાચ લાભ પણ લઇ શકાય. પ્રશસ્ત અને અપ્રશd શ્રવણેન્દ્રિય આપણને મળેલી વસ્તુઓનો સદુપયોગ કેમ થાય, એ વિચાર કરવો જરૂરી છે. તમને અને અમને મનુષ્યભવ આદિ સામગ્રી મળી છે. બેય જણાએ ઇન્દ્રિયાદિ સામગ્રીને સન્માર્ગે લઇ જવી છે. અત્યારે જ ઇન્દ્રિયો નષ્ટ થઇ જાય, કષાયો ચાલ્યા જાય અને યોગો રહે નહિ એ દશા શકય નથી : તો એ ઉંધે માર્ગે ન જાય અને સીધે માર્ગે જાય તેમ કરવું છે : એ માટે પ્રશસ્ત-અપ્રશસ્તનો વિચાર જરૂરી છે. પરમ ઉપકરી, આચાર્યભગવાન શ્રીમદ્ રત્નશેખરસૂરીશ્વરજી મહારાજ, શ્રી વંદિત્તાસૂત્રની ચોથી ગાથાના વિવરણમાં એ જણાવ્યું છે. પાંચ ઇન્દ્રિયોમાં પહેલી શ્રોત્રેન્દ્રિય લીધી છે. શુભ અધ્યવસાય પેદા થાય, તેમાં એનો ઉપયોગ કરવો એ પ્રશસ્ત. દેવ-ગુરૂના ગુણો સાંભળવામાં, ગુરૂની હિતશિક્ષા અને ધર્મદેશના સાંભળવમાં, એવાં એવાં કાર્યોમાં શ્રોત્રેન્દ્રિયનો શુભ અધ્યવસાયના હેતુથી ઉપયોગ કરવો, એ પ્રશસ્ત શ્રોત્રેન્દ્રિય કહેવાય. શ્રોત્રેન્દ્રિયનો એ શુભોપયોગ અથવા તારક ઉપયોગ કહેવાય. શ્રોત્રેન્દ્રિયનો વિષય શબ્દ. જે શબ્દો સાંભળવાથી શુભ ભાવ પેદા કરે તે સાંભળવા અને બીજાનો ત્યાગ કરવો. બીજા શબ્દો સંભળાય તો એમાં રાગ-દ્વેષી ન બનવું. ઇષ્ટ શબ્દોમાં રાગહેતુ થાય અને અનિષ્ટ શબ્દોમાં દ્વેષહેતુ થાય, એ અપ્રશસ્ત શ્રોત્રેન્દ્રિય કહેવાય. દુનિયાદારીના શબ્દો સંભળાય તો રાગ-દ્વેષ નહિ કરવો, એ પણ શ્રોત્રેન્દ્રિયનો નિગ્રહ છે. નિગ્રહ શામાં ? અનુકૂળ સાંભળી રાગ નહિ અને પ્રતિકૂળ સાંભળી કે નહિ. ગમે તેવા અનુકૂળ શબ્દોને સાંભળીને રાગી ન બનાય અને ગમે તેવા પ્રતિકૂળ શબ્દોને સાંભળીને હેપી ન બનાય, એનું નામ ઇન્દ્રિયનિગ્રહ. શુભોપયોગ એ પ્રશસ્ત અને અશુભોપયોગ એ અપ્રશસ્ત. અપ્રશસ્તના નિગ્રહ વિના પ્રશસ્તમાં જોઇતી પ્રવૃત્તિ નહિ થઇ શકે. પ્રશસ્તથી જતે દહાડે પૂરો નિગ્રહ થઇ શકશે. ગમે તેવા શબ્દોનું શ્રવણ પૌદગલિક રાગ-દ્વેષ પેદા ન કરે, એ માટે પ્રશસ્ત ઉપયોગમાં દત્તચિત્ત બન્યા રહેવું જોઇએ. શ્રીરથુલભદ્રજી_ શ્રી સ્થલભદ્રજી મહાત્મા ગીત, નૃત્ય આદિના વાતાવરણમાં પણ સ્થિર કયારે રહી શકયા ? પહેલાં પ્રશસ્ત ઉપયોગ કર્યો તો ને? રોજ નવા વેષ, નવા શણગાર, ઉત્તમ રસવતી અને વાતાવરણ એવું કે ભલભલાને વિકાર થાય : છતાં શ્રી સ્થૂલભદ્ર મહાત્મા ન ફસાયા. વિષય આમ જીતાય. કોશાની દશા એ કે-રોજ નાચવું અને રોજ રોવું. આટલું નાચ-ગાન છતાં, શ્રી સ્થૂલભદ્રજીને એની અસર જ નહિ. એ શું? ઇન્દ્રિયોનો નિગ્રહ. એમનો ઘખલો લઇને બધાએ એવું કરવાનું નહિ. સિંહગુફાવાસી મુનિ અનુકરણ કરવા ગયા, તો શું થયું એની ખબર છે ને ? ભણવાનું શા માટે ? એ નિગ્રહ મેળવવાને માટે પ્રશસ્ત ઉપયોગ આવશ્યક છે. નિગ્રહ નહિ ત્યાં સુધી ઉંચી કોટિનું ધ્યાન નહિ અને અપ્રશસ્તને તજીને પ્રશસ્તમાં રકત બન્યા વિના નિગ્રહ નહિ. નિગ્રહના ઇરાદે પ્રશસ્તમાં જવું છે. શાસ્ત્રો પણ એ માટે ભણવાનાં. “ભણશે અને વિદ્વાન બનીશું એટલે માનપાન વધશે. પછી લ્હેર કરીશું.' Page 213 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy