SearchBrowseAboutContactDonate
Page Preview
Page 194
Loading...
Download File
Download File
Page Text
________________ તિરસ્કાર પ્રગટ્યા વિના રહે નહિ. પ્રજ્ઞાના ગર્વને વશ થયેલાઓ શાસ્ત્રોના રહસ્યથી દૂર જ રહે છે. શાસ્રની જે કોઇ પણ વાત ન સમજાય, તે વાત પણ પોતાને સમજાઇ જ ગઇ છે-એવો જ દેખાવ વારંવાર કરવાની મનોવૃત્તિ તો તેઓને માટે સદાની બની જાય છે. પ્રજ્ઞાપ્રકર્ષનો ગર્વ ઉત્તમ પણ આત્માને ભયંકર કોટિનો ઉન્માર્ગગામી બનાવી દે છે. તેની તોછડાઇ સર્વતોગામી બની જાય છે અને સર્વતોગામી બનેલી એ તોછડાઇ, તેના પોતાના તેમજ બીજા પણ અનેક ભદ્રિક આત્માઓના કલ્યાણનો તિરસ્કાર કરનારી બને છે. આત્માને ઉચ્ચમાં ઉચ્ચ સ્થાનેથી ઘણા જ અધમ સ્થાને પણ પટક્નારો પ્રજ્ઞાપ્રકર્ષનો મદ છે. પ્રજ્ઞાપ્રકર્ષનો ગર્વ આત્મામાં પ્રગટ થયેલી અનેક પ્રકારની સુન્દર યોગ્યતાઓનો પણ ઘણી જ કારમી રીતિએ કારમો સંહાર કરનારો નિવડે છે, એ તર્દન નિવિવાદ વાત છે. ઉલ્લેક-વૈકલવ્યથી બચવા માટેના વિચારો પ્રજ્ઞાપ્રકર્ષના ગર્વને આધીન થઇને ‘પ્રજ્ઞા-પરીષહ' થી પરાજિત થવું, એ સ્વ-પરના હિતને જ હણવાનો માર્ગ છે. કલ્યાણકામી આત્માઓએ તો આ પરીષહના પણ વિજ્ય માટે જ પ્રયત્નશીલ બનવું જોઇએ. આ પરીષહને સહવાનો સજ રીતિએ સમય ન આવે, એ માટે આત્માએ તાત્ત્વિક વિચારોમાં લયલીન બનવું જોઇએ. પ્રજ્ઞાના પ્રકર્ષને પામેલા આત્માઓએ, એના ઉત્સેકથી બચવા માટે એવા વિચારો કર્યા કરવા જોઇએ કે- “પૂર્વે મેં સુંદર જ્ઞાન રૂપ ફલને આપનારાં જ્ઞાન અને જ્ઞાનિની પ્રશંસા આદિ ઉત્તમ અનુષ્ઠાનો આચર્યાં છે : એના પરિણામે આજે હું પ્રજ્ઞાના પ્રકર્ષને પામ્યો છું. : પણ જો એ જ પ્રજ્ઞાના પ્રકર્ષને હું અભિમાનનું કારણ બનાવી લઇશ, તો પરિણામ વિપરીત આવવું એ પણ સહજ છે : કારણકે-પ્રજ્ઞાપ્રકર્ષનો ઉત્સુક એ પણ જ્ઞાનાવરણીય કર્મના બન્ધનું કારણ છે અને જ્ઞાનાવરણીય કર્મ એ અવશ્યવેદ્ય ર્ક્સ છે, એટલે જ્ઞાનાવરણીયના ઉદયની હયાતિમાં જ્ઞાન એ ક્યાંથી મળવું છે ? વળી આ ક્ષયાપશમ પણ એવો નથી, કે જે શાશ્વત હોય. આથી અનિયત રહેનારા એવા પણ આ ક્ષયોપશમમાં ઉત્સુક પણ શો ? ’” આ જાતિના ઉમદા વિચારોથી ‘પ્રજ્ઞાના અહંકારથી જેની ચેતના નાશ પામી ગઇ છે’ એવા આત્માને સ્વસ્થ બનાવીને, પ્રજ્ઞાના પ્રકર્ષને આધીન નહિ બનતાં, પ્રજ્ઞાપ્રકર્ષ સંબંધી પરીષહને સહન કરવામાં પણ સાચા સુભટ બનવું એ જ શ્રેયસ્કર છે. પ્રજ્ઞાના પ્રકર્ષમાં જેમ ઉત્સેક્થી બચવાનું છે, તેમ પ્રજ્ઞાના અપકર્ષમાં વૈક્લવ્યથી બચવાનું છે. બુદ્ધિની ઓછાશ હોય એ સમયે શોને આધીન નહિ બનતાં, ઉત્તમ જાતિના વિચારોથી સ્વસ્થ બન્યા રહી, જ્ઞાનાવરણીય ક્જનો નાશ થાય-એવા ઉપાયના આસેવનમાં ઉજ્જ્ઞાળ બનવું, એ જ સાચી સુભટતા છે: અને એ સુભટતા જ ‘પ્રજ્ઞા-પરીષહ' ના વિજ્યનું પ્રબળ નિમિત્ત છે. પ્રજ્ઞાના અપકર્ષને પામેલા આત્માઓએ પોતાના પૂર્વકૃત કર્મના દોષને વિચારવો જોઇએ. પોતાના પૂર્વકૃત કર્મના દોષને વિચારનારો આત્મા, કર્મબન્ધના કારણભૂત શોકને દૂર કરી શકે છે અને કર્મનાશના ઉપાયો આચરવામાં ઉત્સાહિત બની શકે છે. પ્રજ્ઞાના અપકર્ષને પામેલા પણ વિવેકશીલ આત્માઓએ વિચાર કરવો જોઇએ કે- “મારા આત્માએ કોઇ પણ વસ્તુનો વાસ્તવિક અવબોધ થવામાં અંતરાયભૂત થનારાં જ્ઞાનાવરણીય કર્મો, જ્ઞાન અને જ્ઞાનિની નિા આદિ કરવા દ્વારાએ ઉપાર્જ્યો છે : કારણ કે-જ્ઞાન અને જ્ઞાનિઓની નિા, જ્ઞાન અને જ્ઞાનિઓ ઉપર પ્રદ્વેષ તથા મત્સર અને જ્ઞાન તથા જ્ઞાનિઓનો ઘાત તથા જ્ઞાનની સાધનામાં અંતરાય, -આ બધાં જ કૃત્યો જ્ઞાનાવરણીય કર્મોના બંધમાં કારણભૂત છે. એ જાતિનાં કૃત્યોને આચરીને મેં પૂર્વે જ્ઞાનાવરણીય કર્મા બાંધ્યાં છે અને એ બાંધેલાં કર્મો ઉદયમાં આવવાને લઇને જ મારામાં આટલો બધો પ્રજ્ઞાનો અપકર્ષ સ્પષ્ટ રૂપમાં દેખાય છે. ઉપકારિઓ ફરમાવે છે કે-પોતે નહિ કરેલાં કર્મોનો ઉપભોગ Page 194 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy