SearchBrowseAboutContactDonate
Page Preview
Page 193
Loading...
Download File
Download File
Page Text
________________ મુનિઓએ માનાપમાનમાં સમવૃત્તિવાળા બનવું જોઇએ. સત્કાર આદિ નહિ કરનાર પ્રત્યે કોપ પણ નહિ કરવો જોઇએ અને સત્કારની પ્રાપ્તિમાં અહંકારવાળા પણ નહિ બનવું જોઇએ. ગુણના યોગે પણ મળતા સત્કાર-સન્માનથી મદયુકત નહિ બનવાની સાવધગીરી વિના, આ પરીષહનો વિજ્ય સુશકય નથી. આ જ કારણે ઉપકારિઆ ફરમાવે છે કે- “મુનિએ વન્દન અને પૂજનને મોટા વિપ્ન તરીકે માનવું જોઇએ.” એ સૂક્ષ્મ લાગતું શલ્ય પણ દુ:ખે કરીને નીકળે એવું છે, એમ માનીને મળતા સત્કાર-સન્માનથી મદવાન નહિ બનવું જોઇએ. આ દોષ દોષ રૂપે કેટલાકોને ન જણાતો હોય, તો પણ એ મહાદોષ છે અને એથી બચવાને ઇચ્છતા મહાત્માઓએ એક ધર્મોપકરણની પ્રાપ્તિની જ અદીનભાવાદિવાળી ઇચ્છા રાખી, બાકીની સઘળી જ ઇચ્છાઓ ઉપર અંકુશ મૂકી દેવો જોઇએ. જાતિ અને શ્રુત આદિની પ્રસિદ્ધિ દ્વારા પિડાદિ મેળવવાનો પ્રયત્ન પણ નહિ જ કરવો જોઇએ. રસલમ્પટતાનો પણ સર્વથા ત્યાગ જ કરવો જોઇએ. રસની ગુદ્ધિવાળાઓ શાણા છતાં મૂર્ખ જેવા બની જાય છે, એથી તેઓને અભિવાદન આદિની, એટલે કેસત્કાર-સન્માનની અભિલાષા જાગૃત થવી એ પણ સહજ જેવું બની જાય છે. હેયોપાદેયનો વિવેક કરવા જોગી વિશિષ્ટ મતિને ધરનારા મહષિઓએ, અલ્પ ઇચ્છાવાળા આદિ બનીને, સત્કાર કરનાર વિષે તોષ અને તિરસ્કાર ઉપર વેષ-એ ઉભયથી રહિત બનવું જોઇએ અને એ રીતિએ “સત્કાર-સન્માન' ની લાલસા ઉપર વિજય મેળવી “સત્કાર-પુરસ્કાર પરીષહ નામના ઓગણીસમા પરીષહ ઉપર વિજય મેળવવા માટે પણ સાચા સુભટ બનવું જોઇએ. આવા સુભટને સંસારમાં પણ સાચા આત્મિક સુખનો સાક્ષાત્કાર થઇ શકે છે. વીસમો પ્રજ્ઞા-પરીષહ સુધા આદિ પરીષહો ઉપર વિજય મેળવનાર મહાપુરૂષોમાં પણ, એવાય મહાપુરૂષો હોય છે, કે જેઓને જ્ઞાનાવરણીય કર્મનો સુંદર ક્ષયોપશમ હોય અને એથી તેઓ પ્રજ્ઞાના પ્રકર્ષને ધરનારા હોય. વળી એવાય મહાપુરૂષો હોય છે, કે જેઓને જ્ઞાનાવરણીયનો તેવો ઉદય વર્તતો હોય અને એથી તેઓને પ્રજ્ઞાનો અપકર્ષ પણ હોય જેઓમાં પ્રજ્ઞાનો પ્રકર્ષ હોય તેઓને ઉત્સુક થવાનો જેમ સંભવ છે, તેમ જેઓમાં પ્રજ્ઞાનો અપકર્ષ હોય તેઓને વૈક્લવ્ય થવાનો પણ સંભવ છે. આ કારણે વીસમો પરીષહ “પ્રજ્ઞા-પરીષહ' નામનો છે. માનાદિકથી રીબાતા આત્માઓ પ્રજ્ઞાના પ્રકર્ષને પામીને અભિમાની ઘણીજ સહેલાઇથી બની જાય છે. અને પ્રજ્ઞાના અપકર્ષને પામીને વિહવલ પણ ઘણી જ સહેલાઇથી બની જાય છે. પ્રજ્ઞાના પ્રકર્ષથી અભિમાની બનવું એ જેમ દોષ છે, તેમ પ્રજ્ઞાના અપકર્ષથી શોકાધીન બનવું એ પણ દોષ છે. એ ઉભય પ્રકારની દોષમય દશાથી પર રહેનારા મહર્ષિઓ જ આ વીસમા “પ્રજ્ઞા-પરીષહ' ઉપર વિજય મેળવનારા સાચા સુભટ ગણાય છે. પ્રજ્ઞા એટલે બુદ્ધિ અને તેનો પ્રકર્ષ એટલે સુન્દર વિકાસ એને પામેલા પુણ્યવાન આત્માઓએ તથાપ્રકારના ઉત્સકને આધીન નહિ બનતાં, સાચી વસ્તુસ્થિતિનો વિચાર કરીને આત્માને સ્વસ્થ બનાવવો જોઇએ. જેઓ બુદ્ધિના તીવ્ર વિકાસને પામ્યા છે, તેઓ જ્યારે અભિમાની બને છે, ત્યારે તો તેઓની દશા ઘણી જ કારમી બની જાય છે. એક બુદ્ધિના પ્રકર્ષમાં જ સર્વસ્વની કલ્પના કરીને, એ પામરો માનનીય પુરૂષોને માનવામાં પણ નાનમ માનતા થઇ જાય છે. ઉત્તમ આત્માઓની પણ અનેકવિધ અવગણના એવા પામરોને માટે સહજ બની જાય છે. પરિણામે એવાઓની દશા અનેક રીતિએ દયા પાત્ર બની જાય છે. પ્રજ્ઞાનો ગર્વ-એ એક એવી જાતિનો વિષય જ્વર છે, કે જેમાં કોઇ પણ જાતિનું અન્ય ઔષધ કામ કરતું નથી. જતે દવિસે સદુપદેશને પચાવવાની શકિત પણ એ બીચારાઓમાં સર્વથા રહેતી નથી. તેઓના અભિમાનના ઓડકાર જ એવા હોય છે, કે જે સજ્ઞ પણ આત્માઓના અન્તરમાં દયાગર્ભિત Page 193 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy