SearchBrowseAboutContactDonate
Page Preview
Page 184
Loading...
Download File
Download File
Page Text
________________ ઉપાસકો બન્યા છે ?’ ખરાબ ઉપાશ્રય મળ્યે શું વિચારે ? સાધુપણાના આરવાદને પામેલા મહાત્માઓએ એવા કનિષ્ટ પાપમાં તો નહિ જ પડવું જોઇએ : પણ વગર પ્રેરણાએ સારો ઉપાશ્રય પ્રાપ્ત થઇ જાય તો ય તેની પ્રાપ્તિથી ઉલ્લાસ નહિ પામવો જોઇએ અને પ્રતિકૂળ ઉપાશ્રય પ્રાપ્ત થઇ જાય તો તેને પામીને ખેદને આધીન નહિ બનવું જોઇએ. નિકલ્પિક મહાત્માઓ પોતાના વિધિ મુજબ એક રાત્રિના રહેનારા હોય છે, જ્યારે સ્થવિરકલ્પિઓ અનેક રાત્રિઓ સુધી પણ રહેનારા હોય છે. એવાઓએ ખરાબ વસતિ-ઉપાશ્રયને પામીને એવા વિચારો કરવા જોઇએ કે- “આ સંસારમાં પુણ્ય કરીને જન્મેલા એવા પણ અનેક આત્માઓ હોય છે, કે જેઓ સુંદરમાં સુંદર મકાનોની અંદર જીવનભર વસનારા હોય છે : એ જેમ પુણ્યનો પ્રકાર છે તેમ પાપના યોગે જીવોની એથી વિપરીત દશા પણ થાય છે : આ સંસારમાં મહાપાપ કરીને જ્મેલા એવા પણ અનેક આત્માઓ હોય છે, કે જેઓ તર્દન ખરાબમાં ખરાબ મકાનોમાં પણ જીવનભર વસનારા હોય છે. જ્યારે મારે તો આ ખરાબ મકાનમાં પણ પરિમિત કાલ જ વસવાનું છે. કાલે અથવા થોડા દિવસો બાદ મારે તો અન્ય સ્થાને જ્વાનું છે, તો શા માટે મારે હર્ષ યા વિષાદને આધીન બનવું જોઇએ ? મારે તો મારા સંયમધર્મના નિર્વાહમાં સ્ત્રીઓ આદિના ઉપદ્રવ વિનાની વસતિ-ઉપાશ્રય જોઇએ તે સારી છે કે ખરાબ, એની ચિંતા મારે શા માટે કરવી જોઇએ ?” આવી જાતિના વિચારોથી જે મહાત્માઓ, સારા ઉપાશ્રયની પ્રાપ્તિથી હર્ષ આદિને અને ખરાબ ઉપાશ્રયની પ્રાપ્તિથી વિષાદ આદિન આધીન ન બને, તે જ મહાત્માઓ આ ‘શય્યા-પરીષહ' ના વિજ્ય માટે સાચા સુભટો બન્યા ગણાય છે. અનુકૂળ ઉપાશ્રયો પામીને એમાં આસક્ત બનનારા અને એ આસક્તિના યોગે પ્રભુ-આજ્ઞા મુજબના વિહારને તજીને એ જ સ્થાને સ્થિત થનારા મુનિઓએ આ વાત ખૂબ ખૂબ વિચારવા જેવી છે. સંયમનાં સાધનોને કર્મબન્ધનાં સાધનો બનાવવાં, એ કારમી અજ્ઞાનતા સિવાય અન્ય કશું જ નથી. વિહાર કરનારા મહાત્માઓ પણ, વિહારમાં માર્ગની અંદર આવતા નાનાં ગામોમાં અનુકૂળ ઉપાશ્રયો ન મળતાં અકળાય, એ તો સાધુપણા ઉપર લોક્ને અપ્રીતિ કરાવવાનો ધંધો કરનારા છે. ‘ગામડાંઓમાં લોકો ક્વાં સગવડ વિનાનાં મકાનોમાં રહે છે ?' -એનો વિચાર કરે, તો અનુકૂળતા ભોગવવાની પોતાની મનોદશા ઉપર તિરસ્કાર છૂટ્યા વિના ન રહે. ‘લોકો કેમ વસે છે અને કેમ નહિ એ જોવાની અમારે જરૂર નથી, પણ અમારે તો સારાં જ મકાનો જોઇએ.' -આવી મનોવૃત્તિવાળાઓ ન બોલવાનું બોલીને અને ન કરવાનું કરીને અનેકોને અધર્મ પમાડનાર બને, એ તર્દન સ્વાભાવિક છે. પ્રભુ-આજ્ઞાને સમજ્યા વિના સાધુપણામાં પણ અનુકૂળતાના જ અર્થી બનેલા આત્માઓ તો, નિયતવાસી બને તો પણ ભૂંડા છે અને વિહાર કરે તો પણ ભૂંડા છે. આવી ભૂંડી દશાથી બચવાને ઇચ્છતા પુણ્યશાલિઓએ, આ ‘શય્યા -પરીષહ' ના વિજ્ય માટે પણ પોતાના સામર્થ્યનો ઉપયોગ કરવો જોઇએ. બારમો આક્રોશ-પરીષહ પ્રભુશાસનમાં એવા પણ મહાનુભાવ મુનિવરો વિચરે છે, કે જે પરમષિઓ ગમે તેવા ઉપાશ્રયમાં પણ સંયમની સાધનામાં સજ્જ રહે છે. ઉપાશ્રયની પ્રતિકૂલતાથી ઉપાશ્રય સંબંધી અનેક ઉપદ્રવોમાં પણ ઉદાસીનભાવને ભજતા અને પોતાની આરાધનામાં ઉજ્જ્ઞાળ રહેતા એવા પણ મહાપુરૂષોને, કોઇ કોઇ વખતે શય્યાતર આદિના આક્રોશને સહવાનો વખત આવી લાગે છે. મકાનનો માલિક, કે જે શય્યાતર તરીકે પ્રભુશાસનમાં ઓળખાય છે, તે અજ્ઞાનાદિ કારણે અથવા તો કોઇ અન્ય પણ તેવો અજ્ઞાન આત્મા, Page 184 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy