SearchBrowseAboutContactDonate
Page Preview
Page 183
Loading...
Download File
Download File
Page Text
________________ જરૂરી કારણે શરીરને હલાવતાં પણ, કર્મબન્ધના ભયથી કર્મબન્ધમાં હેતુભૂત એવી કુંથે આદિ જીવોની વિરાધના ન થાય, એની કાળજી રાખવી જોઇએ. એવી સ્થિર રીતિએ બેસવું જોઇએ, કે જેથી કોઇ પણ જીવની વિરાધના ન થાય અથવા તો કોઇ પણ જીવ ત્રાસ પણ ન પામે. એવી સ્થિરતાથી બેસી, સ્વાધ્યાય આદિમાં રકત રહેનાર મહાત્માઓ પણ, આ દશમા “નૈષધિ કી-પરીષહ નામના પરીષહને જીતવા માટે મહાસુભટો મનાય છે. એક સ્થાને ૦ક્લાક જેટલો સમય પણ ઠરીને નહિ બેસનારા, વિના કારણ ગમનાગમન કરનારા અને અનેક પ્રકારની બીનજરૂરી-ઉપયોગ વિનાની હાલ-ચાલ કરનારા આ પરીષદના વિજેતા નથી બનતા. એવાઓ સ્વાધ્યાય તો નથી જ કરી શકતા, પણ ઉલ્ટી વિરાધના કરે છે. પૂંજ્યા-પ્રમાર્યા વિના બેસનારા અને બેઠાં-બેઠાં ટેલટપ્પા તથા હાંસી-મશ્કરી કરવા સાથે વાતોના ગપાટા મારનારાઓને આ પરીષદના સહનનું સ્વપ્ર પણ આવતું નથી. સાધુપણાના સ્વાદથો પર રહેનારાઓના વિહાર એ વિહાર નથી અને સ્વાધ્યાય એ સ્વાધ્યાય નથી. જેઓ સ્વાધ્યાય કરતાં કરતાં પણ મન, વચન અને કાયાના સાવદ્ય વ્યાપારોમાં જ વ્યાપ્રત રહે છે, તેઓ આ પરીષહને સહન કરવા માટે તદન જ પામરો છે. અeીઆરમો શૈચ્યા-પરીષહ વૃક્ષના મૂલ આદિ સ્થાને સ્વાધ્યાય માટ ગયેલા મહષિઓ સ્વાધ્યાયાદિ કરીને શય્યા એટલે ઉપાશ્રયે આવે છે : એ કારણે અગીયારમો પરીષહ “શચ્યા-પરીષહ’ આવે છે. શય્યા એટલે ઉપાશ્રય. ઉપાશ્રય એ બે પ્રકારના છે. એક સારા અને એક સામાન્ય, શીતાદિના સહન માટે સમર્થ એવા મહાત્માઓ સ્વાધ્યાયની વેળાને છોડીને સારા ઉપાશ્રયમાં જાય પણ નહિ અને જવાની ઇચ્છા પણ ન કરે. આ પણ શચ્યા-પરીષહનું સહન છે. સારા પ્રકારના ઉપાશ્રયને પામીને- “હું ભાગ્યશાળી છું, કે જેથી મને આવા પ્રકારની સકલ ઋતુઓમાં સુખની ઉત્પાદક શય્યા મળી.” -આવા પ્રકારનો વિચાર પણ ન કરે અને પ્રતિકૂલ ઉપાશ્રય મળવાથી- “અહો મારી મન્દભાગ્યતા જબ્બર છે, કે જેથી હું શીતાદિને રોનારી શય્યા પણ પામતો નથી. આવા પ્રકારનો વિચાર પણ ન કરે. આ રીતિએ સારા ઉપાશ્રયની પ્રાપ્તિથી હર્ષ આદિને અને ખરાબ ઉપાશ્રયની પ્રાપ્તિથી વિષાદ આદિને આધીન થવું નહિ, એ શય્યા-પરીષહનો વિજય છે. આમ હોવાથી, જેઓ સ્વયં અનુકૂળ ઉપાશ્રયો બનાવવાના પણ ધંધા આચરે છે, તેઓ તો મુનિવેષના વિડમ્બકો જ છે, એમ આપોઆપ સ્પષ્ટ થઇ જાય છે. ઉપકારિઓ સુંદર ઉપાશ્રયો મળવાથી હર્ષ આદિ કરવાની અને અસુંદર ઉપાશ્રયો મળવાથી વિષાદ આદિ કરવાની મનાઇ કરે છે, ત્યારે વેષ ધારિઓ પોતાને અનુકૂળ મકાનો બનાવવાની પેરવી કરે, એના જેવી કારમી વિટમ્બણા બીજી કયી ? ‘ઉપાશ્રયો શ્રાવકો માટે જરૂરી છે અને તે પણ સુંદર હોવા જોઇએ.’ એવો ઉપદેશ આપવો એ જૂદી વાત છે અને પોતાની અનુકૂળતા માટે ઉપદેશ આપવો એ જુદી વાત છે. શ્રાવકોને ધર્મક્રિયા કરવા માટે બનેલા અનુકૂળ ઉપાશ્રયોની પ્રશંસા-એ નિરાનું કારણ છે, જ્યારે પોતાને અનુકૂળ પડવાથી પ્રશંસા કરવી એ તો બન્મનું કારણ છે : પણ મઠધારી જેવા બની ગયેલાઓને આ જાતિનો વિવેક પૂર્વકનો વિચાર કરવાની દરકાર જ હોતી નથી. તેઓ તો પોતાના દોષને છૂપાવવાને માટે સત્પરૂષોના પણ અછતા દોષોને કલ્પીને જાહેર કરે છે. એવી જાતિનો પંચાતથી સર્વથા અલિપ્ત રહેનારા અને આજ્ઞાનુ-સારિપણે - “ધમિઓને ધર્મક્રિયા માટે અનુકૂળ ઉપાશ્રયો પણ પૂરા પાડવા જોઇએ.' -આવી જાતિનો પ્રાસંગિક ઉપદેશ આપનારા મહાત્માઓ સામે, મઠધારિઓ પોતાનું પાપ છૂપાવવાના ઇરાદે કાદવ ઉડાડવાનો નીચ ધંધો કરવાને પણ ચુકતા નથી. એવા વખતે ધર્માત્માઓને તો એમ જ થાય છે કે- “આ બીચારા કેટલી બધી દયાપાત્ર દશાના Page 183 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy