SearchBrowseAboutContactDonate
Page Preview
Page 175
Loading...
Download File
Download File
Page Text
________________ આ બે પરીષહો પાયમાલ કર્યા વિના રહેતા જ નથી. ખાઉં-ખાઉં એ જ ધ્યાનમાં રાચતા આત્માઓ ભુખ અને તરસ સહન કરે, એ કલ્પના જ વ્યર્થ છે અને સહન કરવાના અભ્યાસ વિના તો આ પરીષહો રૂપી શત્રુઓને હરાવવા જોગી મહાસુભટતા સાધ્ય જ નથી. ત્રીજો શીત-પરીષહ “સુધા-પરીષહ” અને “પિપાસા-પરીષહ' આ બે પરીષહોને સહનારા મહર્ષિઓનાં શરીર કશ બની જાય, એ પણ સ્વાભાવિક છે. પરીષહોના સહનના પ્રતાપે કૃશ શરીરવાળા બનેલા મહર્ષિઓને શીતકાલમાં અધિક શીત લાગે એ પણ શકય છે, એટલે ત્રીજો પરીષહ છે- “શીત' એક ગામથી બીજે ગામ અને બીજે ગામથો ત્રીજે ગામ-એમ વિહરતા અથવા મુકિતમાર્ગે વિહરતા અને તે પણ ધર્મના પાલન પૂર્વક વિહરતા, એટલે કે-અગ્નિના આરમ્ભ આદિથી અલિપ્ત રહેતા તથા જ્ઞાનથી અને નિષ્પ ભોજનોથી પર રહેતા એવા મુનિઓ શરીરે અતિ રૂક્ષ હોવાથી, એ મહર્ષિઓને શીત અધિક પીડા કરે, એ પણ સહજ છે. મનિઆ પોતાની ભૂમિકા પ્રમાણે અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ વસ્ત્રોને પ્રમાણોપેત રાખનારા હોય છે, અગ્નિના આરમથી પર હોય છે, ક્ષુધા અને તૃષાની પીડાને પણ સહનારા હોય છે અને નાનાદિ શરીરની સેવાથી પણ પર હોય છે તથા સ્નિગ્ધ ભોજન આદિના પરિત્યાગથી શરીરે રૂક્ષ હોય છે. આવા મહાત્માઓને ઠંડી પણ અધિક ઉપદ્રવ કરનારી બને, એ સ્વાભાવિક છે. એવી અવસ્થામાં પણ મુનિવરો આ “શીત-પરીષહ' નામના ત્રીજા પરીષહને પણ સહનારા હોય છે. તેઓ સ્વાધ્યાય આદિના કાલમાં સ્વાધ્યાય આદિ કરવાને પણ ચૂકે નહિ. શીતવેદના જોર કરતી હોય, ત્યારે તો ખાસ કરીને મહાત્માઓ- “શરીર અને આત્મા ભિન્ન છે અને ભૂતકાળમાં આ જીવે નરકાદિમાં તીવ્ર શીતવેદના અનેક વાર સહી છે.' -આ જાતિના વિચારો કરે છે અને એથી જરા પણ ગ્લાનિને પામ્યા વિના શીતને સહન કરીને, ત્રીજા પરીષહના વિજેતા બને છે. શીત-પરીષહના સહન દ્વારા પણ કર્મનિર્જરાને ઇચ્છતા અને મુનિ-માર્ગથી સજ્જ પણ ચલિત થવાને નહિ ઇચ્છતા એવા એ મહષિઓ, એવા વિચારો પણ ન કરે કે- “ અરે રે ! શીતનું નિવારણ કરવા મહેલ આદિ અને વસ્ત્ર તથા કમ્બલ આદિ પણ મારી પાસે નથી અને મારા જેવા અગ્નિનો ઉપયોગ કરે તો પણ શી હરકત ?' મુનિમાર્ગને નહિ છાજતા આ જાતિના વિચારોથી પણ પર રહેતા ત પરમષિઓ, દોષિત વસ્ત્ર આદિનો પણ ઉપયોગ કરવાને યા તો અગ્નિના આસેવન આદિ પાપને પણ આચરવાને તૈયાર ન થાય, એ સહજ છે. શરીરના પૂજારીઓ માટે તો આ જાતિની સહનશીલતા સ્વપ્રમાં પણ પ્રાપ્ય નથી. ચોથ ઉણ-પરીષદ ત્રીજા શીત-પરીષહ પછી ચોથો પરીષહ આવે છે- “ઉષ્ણ-પરીષહ શીતાલમાં જેમ શીત-પરીષહ આવે છે, તેમ ઉષ્ણાલમાં ઉષ્ણ-પરીષહ આવે છે. શરીરના પૂજારીઓ કોઇ પણ તકલીફને સહવા માટે અસમર્થ જ હોય છે. શીતથી ગભરાયેલા તેઓ જેમ સારાં સારાં મકાન અને સારાં સારાં કિમતી વસ્ત્રો આદિને દોષની પરવાથી પર બનીને ભોગવવા માંડે છે અને કવચિત્ કવચિત્ અગ્નિની ઉપાસનાના વિચારમાં પણ નિમગ્ન બને છે, તેમ ઉષ્ણકાલમાં પણ એ પામરો મકાનોની પ્રશંસા કરે છે, બંધીયાર મકાનોની નિદો કરે છે, “અહીં બારી મૂકો-અહીં જાળી મૂકો' –એવા એવા આદેશો કરી એ પાપોનો અમલ પણ કરાવે છે અને કદી કદી તો પોતાની અનુકૂળતા માટે પોતે જાતે જ એવાં મકાનો બંધાવવાની પ્રવૃત્તિઓમાં પડવા જવા કારમાં ધંધાઓ પણ આચરે છે. એવા પામરો અનુકૂળ મકાનોમાં રહેવા છતાં પણ પવન, આદિ અટકી જાય છે અને ઉકળાટ વધી પડે છે ત્યારે, ઉષ્ણ ઋતુ ઉપર પણ Page 175 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy