SearchBrowseAboutContactDonate
Page Preview
Page 174
Loading...
Download File
Download File
Page Text
________________ સમાધિ પણ અસંભવિત છે. “સહન કરવામાં ધર્મ છે.” -એ વાતને જ ભૂલેલાઓ અશુભના ઉદયથી આવી પડતી બીમારીઓ અને અંતિમ અવસ્થાની દશાને સહવામાં ભાગ્યે જ સમર્થ બની શકે છે અને એથી એવાઓનું જીવન જેમ દયાપાત્ર બની જાય છે, તેમ મરણ પણ પ્રાય: દયાપાત્ર જ બની જાય છે-એમાં જરા પણ શંકા નથી. ખાવા-પીવાનો શોખ, એ ગૃહસ્થો માટે પણ સદગૃહસ્થોમાં ક્લેક મનાય છે, તો પછી સાધુઓમાં તો એ શોખ સંભવે જ કેમ ? ખાવા-પીવાના શોખીન બનેલાઓની દશા સાધુવેષમાં હોવા છતાંય ભયંકર હોય છે. બારે પ્રકારના તપનું આસેવન કરવા માટેના સુંદર સ્થાન રૂપ સાધુપણામાં એક ખાવા-પીવાના શોખમાં પડેલાઓ માત્ર ખાવા-પીવાની જ સાધના કરે છે અને બારે પ્રકારના તપની કારમી આશાતના કરે છે. એવાઓ માટે અનશન અશક્ય જેવું બની જાય છે. એવાઓ કદાચ અનશન કરે, તોય સ્થિતિ લગભગ એવી જ થાય કે-એના પ્રથમ દિવસે અનશન-પાન ઉપર કારમી તડામાર : અનશનના દિવસે અજીર્ણના ડકાર આદિ તથા પારણાની ચિંતા : અને પારણામાં અનશનનો કારમો બદલો વાળવાની તૈયારી. એવાઓ ઉણોદરીના તો વૈરી જ. વૃત્તિ-સંક્ષેપ અને રસત્યાગ, એ તો તેઓ માટે ભયંકરમાં ભયંકર જુલમ સમાન જ ભાસે. “બાવો બેઠો જપે અને જે આવે એ ખપે.” -આવી દશા ખાન-પાનમાં સેવનારા વિગઈઓના ત્યાગી બને અને સંયમ-સાધના માટે જરૂરી વસ્તુઓના જ લેનારા બને, એ વાત આકાશકુસુમ જેવી જ છે. “સઘળી વસ્તુઓના સ્વાદ જોઇએ જ અને વિગઈઓ તો સઘળીય જોઇએ.’ -આ માન્યતામાં રમનારા વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ નામના તપનું આસેવન કરે પણ શી રીતિએ? ઉણોદરી, વૃત્તિસંક્ષેપ અને રસત્યાગ તરફ ઉપેક્ષા ધરનારા અને અધિકોદરી બનવામાં તથા વિના કારણ શોખ ખાતર રસલપટતાથી જ અનેક વસ્તુઓનો અને વિગઇઓનો ઉપભોગ કરવામાં અતિ આસકત આત્માનાં અનશનો અનુમોદનીય બનવાને બદલે અનુકમ્પનીય બનનારા જ હોય. અધિકોદરી બનવામાં રાચનારા અને જાત-જાતની વાનગીઓ તથા વિગઈઓમાં અતિ આસક્ત આત્માઓ જ્યારે અનશન કરે છે, ત્યારે ગરીબડા જવા દીન અને દુ:ખી તરીકે ભાસે છે. એવાઓનાં અનશન આકષક નથી બનતાં, પણ કેટલાક અજ્ઞાનિઓને તો એ અધર્મ પમાડનારાં પણ બને છે. વિરોધી ટીકાકારોને પણ એવાઓનાં અનશનો કારમી ટીકાથી સામગ્રી પૂરી પાડનારાં બને છે. એવી કારમી ટીકાઓના નિમિત્તભૂત એવા અનશનીઓ પણ બને છે. ધર્મના વિરોધિઓને એવાં નિમિત્તો આપવાં, એ પણ એક જાતિનું ભયંકરમાં ભયંકર પાપ છે. વિરોધિઓ સારી વસ્તુને નિમિત્ત બનાવી લે એમાં અને નિમિત્ત આપવું એમાં ફેર છે. રસલપટો શરીરના પૂજારી હોય છે, એટલે એવાઓ માટે કાયકષ્ટ અને સંલીનતા પણ એક પ્રકારના ત્રાસ રૂપ જ હોય છે. ખાવા-પીવાના શોખીનો અનેક માનસિક અને વાચિક પાપોના સેવનારા હોય છે. એવાઓ પ્રાયશ્ચિત નામના તપની આરાધના પણ યથાર્થ રૂપમાં કરે એ શક્ય નથી. વિનય તેઓ આઘો મૂકે, એ પણ સ્વાભાવિક છે. એવાઓ માટે વૈયાવચ્ચ પણ સાધ્ય નથી. રસલમ્પટતા આત્માને વિનય-વૈયાવચ્ચથી પર બનાવી સ્વાધ્યાય માટે પણ નકામો કરી મૂકે છે. રસલમ્પટા સ્વાધ્યાયમાં એકચિત્ત બની શકતા નથી. સ્વાધ્યાયાને અંગે તપની આરાધના પણ કેમ વિહિત કરી છે, એ વિચારાય તો પણ સમજાય કે-રસલપટો સ્વાધ્યાયની સાધના પણ કરી શકતા નથી. ધ્યાન અને કાયોત્સર્ગ જેવા તપો તો તેઓ માટે શક્ય ન જ હોય, એ દીવા જેવી જ વાત છે. જે બારે પ્રકારનો તપ સયમને ઉજાળનાર છે અને સાધુપણાનો શણગાર છે, એ બારે પ્રકારના તપની આરાધના ખાવા-પીવાના શોખીનો માટે શક્ય જ નથી. સુધાને અને પિપાસાને પોષવાને બદલે સહવામાંજ શ્રેય માનનારા, એ ઉભય પરિષહોનો વિજ્ય કે છે. જેઓ ખાનપાનના રસિક બની રસલમ્પટતાના જ ઉપાસકો બની ગયા હોય છે, તેઓને તો Page 174 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy