SearchBrowseAboutContactDonate
Page Preview
Page 158
Loading...
Download File
Download File
Page Text
________________ સમજવાની જરૂર છે. એને નહિ સમજનારાઓ અહિસાના નામે હિસાના ઉપાસક બનવાની જેમ, સત્યના નામે પણ અસત્યને જ બોલનારા બને છે. ત્રીજી એષણા-સમિતિ હવે ત્રીજી સમિતિનું નામ છે-એષણા સમિતિ. અણાહારી પદના અર્થી મુનિવરો અનશન આદિ તપોની આચરણાના રસીયા હોય છે. છતાં સંયમયાત્રાના નિર્વાહ માટે તપસ્વી પણ મુનિવરોને આહાર નથી જ લેવો પડતો એમ નહિ : પરન્ત શ્રી જૈનશાસનના મુનિવરો સંયમયાત્રાના નિર્વાહ માટે જ આહારના લેનારા હોવાના કારણે, આહાર કરવા છતાં પણ, તે મહાત્માઓને ઉપવાસી કહેવાય છે. સંયમાદિની રક્ષા માટે જ આહારના ગ્રહણ કરનારા પણ મુનિવરાને માટે, અનંત ઉપકારિઓએ બેંતાલીશ દોષોથી અદૂષિત એવો આહાર લેવાનું વિધાન કર્યું છે. બેંતાલીશ દોષોના વર્જનપૂર્વક મેળવેલા પણ તે આહારનો, પાંચ દોષોથી રહિતપણે જ ઉપયોગ કરવાનું ઉપકારિઓએ ફરમાવ્યું છે. એ પ્રમાણે વર્તનારા મહાત્માઓ જ એષણા-સમિતિના પાલક કહેવાય છે. બેંતાલીશ દોષોથી અદૂષિત એવો આહાર મેળવવો અને પાંચ દોષોથી રહિતપણે એ આહારનો ઉપયોગ કરવો, એનું નામ- “એષણા-સમિતિ” છે. રસનાના ગુલામો અને ખાવામાં જ આનંદ માનનારાઓ, એ સમિતિના પાલનમાં પંગુ બને, એ સ્વાભાવિક વસ્તુ જ છે. મુનિપણાના આસ્વાદને પામેલા આત્માઓ રસનાને આધીન બની આહારમાં લપટ બને એ શક્ય નથી અને એવા જ આત્માઓ આ સમિતિનું પાલન કરી શકે છે. આહરલમ્પટતા, એ પણ અત્યન્ત ભયંકર વસ્તુ છે. પરિણામે મુનિપણાની તે ઘાતક પણ નિવડે છે, માટે કલ્યાણકામી મુનિઓ એને આધીન બનતા જ નથી. એવા મુનિઓ પ્રથમની બે સમિતિઓનું જેમ સુંદરમાં સુંદર પાલન કરે છે, તેમ આ ત્રીજી સમિતિનું પણ સુંદરમાં સુંદર પાલન કરે જ છે. ચથી આદાનનિu-સમિતિ ચોથી સમિતિનું નામ- “આદાનનિક્ષેપ-સમિતિ' છે. મુનિઓને અનંતજ્ઞાનિઓની આજ્ઞા મુજબ ગ્રહણ કરેલાં ધર્મોપકરણોને લેવાં પણ પડે અને મૂકવાં પણ પડે. “આદાન' એટલે લેવું અને નિક્ષેપ એટલે મૂવું: એમાં સમ્યક પ્રવૃત્તિ, એનું નામ “આદાનનિક્ષેપ-સમિતિ' છે. આસન, વસ્ત્ર, પાત્ર આદિ ધર્મોપકરણોને લેતાં અને મૂકતાં, જોવાની અને પ્રમાર્જવાની આજ્ઞા છે. આ આજ્ઞાનું પાલન કરનારા આ ચોથી સમિતિના પાલક બને છે. કોઇ પણ વસ્તુને લેતાં અને તે વસ્તુને મૂકતાં જમીન આદિને બરાબર ચક્ષુથી જોવી જોઇએ અને ચક્ષુથી જોયા પછી રજોહરણ આદિથી એટલેકે પૃવાને લાયક વસ્તુથી ઉપયોગપૂર્વક પૂજીને લેવી અને મૂકવી જોઇએ. ઉપયોગપૂર્વક નહિ જોનારા અને નહિ પૂજનારા મુનિઓ, આ સમિતિનો ભંગ જ કરે છે. જીવદયાનો પાલક કોઇ પણ મુનિ આ સમિતિની ઉપેક્ષા કરી શકે નહિ. ભૂમિને જોયા કે પ્રમર્યા વિના જેઓ ભૂમિ ઉપર ધર્મનાં ઉપકરણોને મૂકે છે અને ઉપકરણોને જોયા કે પ્રમાર્યા વિના જેઓ લે છે, તેઓ ખરે જ આ સમિતિ પ્રત્યે કારમી બેદરકારી કરનારા છે. આ બેદરકારી વધે, તો તે પરિણામે મુનિપણાને હતપ્રત કરી નાખનારી છે. જોવું એ ચક્ષુથી પ્રતિલેખના છે અને પૂર્વે એ રજોહરણાદિ પૂંજ્વાની વસ્તુથી પ્રતિલેખના છે. આ પ્રતિલેખના પણ મુનિઓ માટે ખૂબ જ જરૂરી વસ્તુ છે, પણ અનેક નિમિત્તોથી કેટલાકો આની ઉપેક્ષા કરનારા બન્યા છે અને તેઓએ પ્રતિલેખનાને એક નિરૂપયોગી જેવી ચીજ બનાવી દીધી છે. ચક્ષુ કામ આપી શકે એવા સમયે કરવાની પ્રતિલેખના ન કરે અને ચક્ષુ કામ ન આપી શકે એવાં સમયે પ્રતિલેખના કરવાનો ચાળો કરે, એવાઓ પ્રતિલેખના કરે છે કે પ્રતિલેખનાની મશ્કરી કરે છે, એ એક કારમો પ્રશ્ન છે. પ્રતિલેખના, એ એક ઉથલ-પાથલ કરવાની યા Page 158 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy