SearchBrowseAboutContactDonate
Page Preview
Page 157
Loading...
Download File
Download File
Page Text
________________ ચાલતા મનિથી કથંચિત પ્રાણિનો વધ થઇ જાય, તો પણ તેમને તે પ્રાણિના વધનું પાપ લાગતું નથી. જીવદયાના પરિણામમાં રમતા અને કોઇ પણ પ્રાણિને ઇજા સરખી પણ ન થાઓ-એ હેતુથી ઉપયોગ પૂર્વક અને શાસ્ત્રવિહિત માર્ગે શાસ્ત્રવિહિત વિધિથી ચાલતા મહાત્માને, કદાચિત્ થઇ જતી હિસાથી પાપ લાગતું નથી. એવા ઉપયોગશીલ મહાત્મા સર્વ ભાવથી શુદ્ધ હોવાના કારણે, તેઓના કાયયોગને પામીને કોઇ જીવનો નાશ થઇ જાય તો પણ, તે મહાત્માને તે નિમિત્તનો સૂક્ષ્મ પણ બંધ આગમમાં કહો નથી. જીવ મરે કે ન મરે, છતાં પણ અસદ્ આચાર કરનારને નિશ્ચયથી હિસા માની છે, જ્યારે સમિતિથી સમિત એવા પ્રયત્નશીલ મહાત્માને માટે હિસા માત્રથી બંધ માનવામાં આવ્યો નથી. ઉપયોગહીનપણે ચાલનારો, તેનાથી પ્રાણિવધ કદાચ ન પણ થાય, તોય હિસંક જ છે : કારણ કે-તે સમયે તેને પ્રાણિવધ ન થાય એની કાળજી નથી. આજ્ઞાનુસારી મહાત્મામાં તે કાળજી હોય છે અને તેથી જ તેઓને હિંસામાત્રથી બન્ધ થતો નથી. આવા હિસા-અહિસાના માર્ગને પણ કોઇ ભાગ્યશાળી આત્માઓજ પામી શકે છે. પૌગલિક લાલસામાં ખૂંચેલા અને ધમશાસ્ત્રોને શરણે નહિ રહેતાં, પોતાની સ્વચ્છન્દી કલ્પનાઓને જ પ્રમાણભૂત માની તેમ મનાવવા મથનારા હિસા-અહિસાની ગમે તેટલી વાતો કરે, પણ હિસા-અહિસાના આ જાતિના વિવેને તેઓ પામી શકે, એ શક્ય જ નથી. સ. આવાં ઉત્તમ શાસ્ત્રોના આ જાતિના પરમાર્થને પામનારાઓ ખરેખર ધન્યવાદના પાત્ર છે. બીજી ભાષા-સમિતિ_ હવે બીજી સમિતિનું નામ છે- “ભાષાસમિતિ' બોલવામાં સમ્યક પ્રકારની પ્રવૃત્તિને ભાષા-સમિતિ કહેવાય છે. ભાષા જેમ કલ્યાણકારિણી છે, તેમ અકલ્યાણકારિણી પણ છે. ભાષાસમિતિનું પાલન કરવા ઇચ્છનારે, ભાષાના દોષો અને ગુણો સમક્વા જ જોઇએ. ઉપકારિઓ ભાષામાં કયા કયા દોષો છે, એ માટે પણ ઘણું ઘણું ફરમાવી ગયા છે, પણ દોષોથી નિર્ભીક બનેલા આત્માઓ એના અભ્યાસ અને અમલથી વંચિત રહે એ સહજ છે. આવા સુંદર શાસનને પામવા છતાં પણ, જેઓ ભાષાના દોષથી બચતા નથી, તેઓ ખરે જ કમનશિબ છે. દામિકતાથી મધુર બોલવ, એ પણ ભાષાસમિતિ નથી. દુર્જનોની ભાષામાં મધુરતા હોય છે, પણ તે દમન્મથી હોય છે. દુર્જનોની જીભના અગ્રભાગમાંથી ભલે સાકર ખરતી હોય, પણ તેઓના પ્રત્યેક રોમે હલાહલ વિષ હોય છે. સજ્જનોની વાણીમાં કદી કદી કટુતા દેખાય છે. છતાં તે સારા પરિણામ માટે જ હોય છે. સજ્જન પુરૂષોની કટુતાની ટીકા કરનારા દુર્જનો જ હોય છે. હિતકારિણી કટુતા પણ મધુરતા જ છે. ભાષાના દોષોનો ત્યાગ કરનારા અને ધૂર્તો, કામુકો, હિસકો, ચોટ્ટાઓ અને નાસ્તિકો આદિની ભાષાનો ત્યાગ કરનારા પુણ્યાત્માઓની વાણી સૌ કોઇનું હિત કરનારી જ હોય છે. હિતકારિણી ભાષાને પણ કટુ ભાષા હેનારા ખરે જ અજ્ઞાનો છે. ભાષાના દોષો અને ધૂર્ત આદિનાં ભાષિતોને તજીને હિતકારી બોલનારા મહાત્માઓ પરિમિત જ બોલનારા હોય. આ જ કારણે, ઉપકારિઓ ફરમાવે છે કે-ઉત્તમ આત્માઓ મધુર, યુકિતયુકત, થોડું, કાર્ય માટે જરૂરી, ગર્વ વિનાનું, અતચ્છ અને બોલવા પૂર્વે શુદ્ધ મતિથી વિચાર કરીને જે ધર્મસંયુકત હોય છે તે જ બોલે છે. પંડિત પુરૂષો જેમ અસત્ય અગર સત્યાસત્ય વાણીને નથી ઉચ્ચારતા, તેમ કેટલીક એવી પણ તથ્ય વાણીને નથી ઉચ્ચારતા, કે જે વાણી તથ્ય હોવા છતાં પણ હિતઘાતકતા આદિવાળી હોય. તથ્ય પણ વાણી પ્રિય અને તિકારી હોવી જોઇએ. આથી જ ઉપકારિઓ ફરમાવે છે કે-પંડિત પુરૂષોએ જે વાણીનો સ્વીકાર કર્યો નથી, તેવી વાણીનો બુદ્ધિશાળી આત્માએ ત્યાગ કરવો જોઇએ. જેમ હિસા-અહિસા સંબંધમાં ઘણું સમજવા જેવું છે, તેમ વાસ્તવિક રીતિએ સત્ય કોને કહેવાય અને અસત્ય કોને કહેવાય, એ પણ Page 157 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy