SearchBrowseAboutContactDonate
Page Preview
Page 113
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) હિસંક = હિસા કરવાવાલો જીવ. (૩) હિસા = હિસ્યના પ્રાણ પીડનની કે ઘાતની ક્રિયા. (૪) હિસા ફળ = નરક કે નિગોદાદિ દુગતિ. પ્રાણાતિપાતનો (પાપનો) ખ્યાલ આવે તે હેતુથી તેને સમજવાં પાંચ વાર કહેલા છે. (૧) આશ્રવનું સ્વરૂપ (૨) તેના જુદા જુદા નામો (પર્યાયો) (૩) પ્રાણીઓ વડે જે કરાય અથવા તે જે રીતે કરાય છે. (૪) આશ્રવનું ફળ શું? (૫) જે પાપી જીવો તે કરે છે. (૧) પ્રાણીવવાનું સ્વરૂપ શું છે ? એટલે કે એકેન્દ્રિયથી લઇ પંચેન્દ્રિય જીવોની હત્યા કરતી વખતે ઘાતકના શરીરમાં, આંખમાં, કપાળમાં શું શું ફેરફાર થાય છે તેને સ્વરૂપ કહેવાય છે. સ્વરૂપનો અર્થ સ્વભાવ છે. દયાભાવ વાળો જીવ ક્રોધાદિ કષાયવાળો શી રીતે થયો ? તે સમજવા રાજ્ય-તામસ-વૈભાવિક ભાવોની ઉત્પત્તિ ગમે તે કારણે થાય તે માનવાના. કપાળ, આંખ આદિને જોવાથી અનુમાન કરવામાં વાર લાગે એમ નથી. પ્રાણાતિપાતનો પરિણામી અત્યાગી તેમાં રમણ કરનાર, વારંવાર માનસિક જીવનમાં પણ પર દ્રોહનો ભાવ, શરીરની ચેષ્ટા, હલન ચલન અને બોલવામાં પારકાનું માન ખંડન કરવાની બૂરી આદત ઇત્યાદિ હિસા ભાવના જેના જીવનમાં ઘર કરીને બેઠી હોય તેવા માનવોના સ્વભાવ કોઇકાળે એક સરખા રહી શકતા નથી. ગમે ત્યારે પણ તેનો સાત્વિક ભાવ જશે અને તામસિ ભાવ આવશે. તામસિ વૃત્તિ = જે આત્મા અજ્ઞાનને આધીન થઇને, શોકદિને વશ થઇને, અનેક દુર્ગુણોને આધીન થયેલો છે. બચવા માટે નાશવંત પદાર્થોથી ઉધ્ધાર છે એમ માની બેઠો છે. જે વસ્તુની ઇચ્છા કરું છું તે લાભદાયી છે યા નહિ એનો વિચાર કર્યા વિના એક અર્થની જ આશામાં મગ્ન બન્યો છે. એ મલે તો જ કાર્ય સિધ્ધિ માની રહ્યો છે, જ્યારે ને ત્યારે એજ વાત સાંભળવાની ઇચ્છા થાય કે- પૈસા ક્યાંથી મળે. પછી જીવનની ચાહે તે દશા થાઓ-સુધરો યા બગડો-મને તો એક જ વાત પૈસો કયાંથી, શી રીતે, શું કરવાથી મળે, એવું સાંભળવાની વૃત્તિ ઇચ્છા કાયમ ચાલુ છે. જ્યાં એવું સાંભળવા મળે ત્યાં દોડી જાય, જ્યારે મલે ત્યારે આનંદ થાય આવી વૃત્તિવાળા મનુષ્યને તામસી વૃત્તિવાળો કહેલો છે. રાજસી વૃત્તિ = હવે જેને કેવળ ભોગ અને સુખ એજ માત્ર પ્રિય છે જેને આપણે કામ કહીએ તેને આધીન થયેલા એટલે તેની જ કથાને સાંભળવા ઇચ્છતા આત્માઓને જ્ઞાનીઓએ રાસી પ્રકૃતિના સ્વામી કહ્યાા છે. અર્થ અને કામની વાસના ઇચ્છા અને વાતો એ સાંભળવાની ઇચ્છાવાળા અને ભાવના વાળા દુનિયામાં હંમેશા વિશેષ રહેવાના. આથી વિચારો કે જગતમાં ધર્મી ઓછા જ હોય. તામસી અને રાજસીનો ટુંકો અર્થ એ છે કે- અર્થ અને કામની રસિકતા. એ રસિકતામાં સપડાયેલ, એમાં જ સુખની કલ્પના કરી બેસી ગયેલા, એ ન મળે એ દિવસે અજંપો કરવાની ભાવનાવાળા એને આ બે વસ્તુનો અભાવ થઇ જાય ઓછી થઇ જાય કે એની પ્રાપ્તિમાં શંકા પડી જાય તો એટલું દુ:ખ મુંઝવણ કે વિમાસણ થાય છે કે- અરેરે હવે મારૂં થશે શું? એ વૃત્તિને રીતસર પોષણ મલતું હોય તો એ બહુ આનંદ, લહેર અને સુખ માને. જ્યાંથી એ મલી શકે એવું દેખાય ત્યાં ગમે તેટલું અસત્ય બોલવા, અનિતી કરવા, અભી બોલા-અબી ફોક કરવા તૈયાર ! કહે એમાં શું? આ બે મલી જતાં હોય તો સત્ય, પ્રમાણિતા કે નિતી જાય તો બગડ્યું શું? નીતિ, પ્રમાણિકતા, એકવચનીપણું ફરજ અદા કરવી એ બધાનું ખૂન કરાવવું હોય તો આ બે વસ્તુની આધીનતા બસ છે. Page 113 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy