SearchBrowseAboutContactDonate
Page Preview
Page 112
Loading...
Download File
Download File
Page Text
________________ સ્વરૂ૫ હિસા - શાસ્ત્ર વિહિત પ્રવૃત્તિમાં થતી હિસા જે અનિવાર્ય છે. જેમ પ્રભુપેનમાં અપાયાદિની વિરાધના આ સ્વરૂપ હિસા છે. એટલેકે ઉપયોગપૂર્વક-યણાના પરિણામ સહિત થતી જે હિસા તે સ્વરૂપ હિસા. તે અહિસાની જનેતા છે. એટલે કે જેનું ફળ અહિસાની પ્રાપ્તિ કરાવનાર છે. એટલેકે અહિંસાનું કારણ છે આ સ્વરૂપ હિસા સાવદ્ય નહિ પણ નિરવદ્ય (અનવધ્ય છે, કારણકે જીવના વધ થવો તે હિસા એમ જૈન શાસ્ત્ર કહેતા નથી. પણ વિષય-કષાયની પ્રવૃત્તિ કરતાં અન્ય જીવોનાં પ્રાણોનો નાશ તેનું નામ હિસા. કેટલાક કાર્યોમાં પ્રત્યક્ષ જીવ હિસા હોવા છતાં તે તે કાર્યો તેવા તેવા પ્રસંગે આદરવાની આજ્ઞા સાધુઓને પણ શાસ્ત્ર ફરમાવી છે. ભકિત કે ગુણ પ્રાપ્તિના કોઇપણ કાર્યને સાવદ્ય કહેવું એ જૈન શાસનને સમ્મત નથી. તેમાં થતી હિસા તે સ્વરૂપ હિસા છે જેનું ફળ પુણ્ય બંધ-નિર્જરા વિશેષ અને પરંપરાએ મોક્ષ. (૨) હેતુ હિસા - પ્રમાદ પૂર્વકની પ્રવૃત્તિ (જીવ હણાય કે ન હણાય) તે. અથવા ગૃહસ્થ ઘર સંસારમાં સાધર્મિક ભકિત માટે, કુટુંબ પરિવાર માટે રસઇ આદિ કરતાં જયણા અને ઉપયોગ પૂર્વક જો તે સાવદ્ય ક્રિયાઓ કરે તો તે હેતુ હિસા રૂપે ગણાય છે. પણ જો તેમાં જયણાનું લક્ષ ન રહે તો તે હેતુ હિસા ગણાતી નથી. (૩) અનુબંધ હિસા - અહિસાના લક્ષ્ય વગરની જયણા વગરની સાવદ્ય વ્યાપારાદિની જે પ્રવૃત્તિ તે અનુબંધ હિસા ગણાય છે. હિસાના ત્રણ ભેદ :- (૧) સંરંભ (૨) સમારંભ અને (૩) આરંભ. (૧) સંરંભ હિસા - પ્રાણીઓનાં એટલે કે જીવોની હિંસાના વિચારોનાં સંકલ્પો કરવા તે. (૨) સમારંભ હિસા - પ્રાણીઓને કે જીવોને પરિતાપ ઉપજાવવો તે. દુ:ખી કરવા. (૩) આરંભ હિસા - પ્રાણોનો વિયોગ કરવો તે. હિસાના બે ભેદ :- (૧) સ્વ હિસા (૨) પર હિસા. (૧) સ્વ હિસા - અનુકૂળ સામગ્રી મેળવવા-ભોગવવા. સાચવવા-ટકાવવા-નચાલી જાય તેની કાળજી રાખવાની ઇચ્છાઓ કરવી તથા પ્રતિકૂળ સંયોગોમાં-આવી પડેલા દુ:ખોને દૂર કરવાની વિચારણાઓ કરવી તે સ્વહિસા. એટલે કે સ્વ = પોતાની હિસા. જેમાં સમયે સમયે પોતાના આત્માની હિસા થયા જ કરે છે. (૨) પર હિંસા - અનુકૂળ પદાર્થોની સામગ્રી માટે અને આવેલી પ્રતિકૂળતાને દૂર કરવા માટે જે બીજા જીવોની હિંસા કરવી તે પરહિસા હેવાય છે. હિંસામાં પાપની તરતમતા - પૃથ્વી-અ-તેલ-વાયુકાયના જીવોની હિંસા કરતા નાનામાં નાની એક વનસ્પતિના જીવની હિંસામાં અસંખ્યગણું અધિક પાપ લાગે, તેના કરતાં એક બેઇન્દ્રિય જીવની હિંસામાં અનંત ગણું અધિક પાપ, તેના કરતાં એક તેઇન્દ્રિય જીવની હિસામાં લાખ ગણું અધિક પાપ, તેના કરતાં એક ચઉરીન્દ્રિય જીવની હિંસામાં હજાર ગણું અધિક પાપ, તેના કરતાં એક નાનામાં નાના પંચેન્દ્રિય જીવની હિંસામાં સો ગણ અધિક પાપ લાગે છે. અહિસાનું પાલન કરનારે જાણવા યોગ્ય. સ્ય = જેની હિસા કરવામાં આવે તે-સ્વની અને પરની દ્રવ્ય પ્રાણ અને ભાવ પ્રાણના નાશથી થાય છે. Page 112 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy