SearchBrowseAboutContactDonate
Page Preview
Page 108
Loading...
Download File
Download File
Page Text
________________ નથી ભોગ કરતો, પરંતુ ભાર્યા પુત્ર વિગેરે રૂપધારી ચોર માલીની માફક પ્રકટરૂપે તે ધન ભોગવે છે. पूत्रमित्रकलोम्यो गोप्यते यद्धनं जनैः । तेन मन्येडवनं पापं सुकृत्या गोप्यते न हि ।।१७।। પુત્ર, મિત્ર, સ્ત્રી વિગેરે કોઇને કશું ન દેતાં ધન બચાવી રાખવું એ પણ કેવળ પાપરૂપ અર્થાત્ દુ:ખદાયક છે, એટલા માટે પુન્યશાળી-પુણ્યકર્મી લોકો ધન બચાવતા નથી, પરંતુ સન્માર્ગમાં તેનો વ્યય કરે છે. रागिणी गणिका वित्तं यदाच्छति वरा हि सा । धिक् तं वैराग्यवक्तारं वाचालं चित्तलम्पटम् ।।१६।। રાગિણી વેશ્યા ધનની ઇચ્છા કરે છે એ તો ઠીક છે, પરંતુ ઉપરથી વૈરાગ્યનો ઉપદેશ કરનાર અને અંદરથી ધનલોભી એવા વંચક વાચાલને ધિક્કાર છે. धनिम्यो धनमादाय श्लाधते शास्त्रपाठकः । बहुम्यो मिदुनोभूय धनिभ्यो गणिका यथा ।।१७।। અનેક ધનવાન પાસેથી વ્યભિચાર દ્વારા ધન પ્રાપ્ત કરીને જેવી રીતે વેશ્યા સ્ત્રી પોતાના પુષ્કળ ધન, સુંદર રૂપ અને ચતુરતાના વખાણ કરે છે, તેવી રીતે એક્લો શાસ્ત્ર પાઠક મનુષ્ય પણ અનેક ધનવાનોના મનોરંજન દ્વારા ધનોપાર્જન કરીને “ હું મહાપંડિત છું,’ આટલું બધું ધનોપાર્જન ક્યું, મારી સમાન કોણ છે ? એમ કહીને પોતાની મોટાઇ વધારે છે. આવા કારા શાસપાઠક્ની એ આત્મપ્રશંસા કામીઓમાં વેશ્યાઓની આત્મપ્રશંસાની માફક ઉપેક્ષા યોગ્ય છે. न शोभते तथैवायं लोभी वेदान्तावाचकः । चौर्येण निगडे दत्तो जटाभस्मधरो यथा ||१८|| જટા અને ભસ્મ વિગેરે વૈરાગ્યના ચિન્હો ધારણ કર્યા હોય, પણ ચોરીના અપરાધને લઇને બેડીઓથી બંધાયેલ હોય તેવા સાધુવેશધારીની માફક લોભને લઇને વેદાન્તની કથા કહેનાર પંડિત પણ શોભા પામતો નથી. __यदि वित्तार्जनेनैव विद्धांसो यान्ति गौरवम् । कस्तर्हि वेश्याविदुपोविशेष इति वर्णय ||१९|| જો ધન કમાવામાંજ વિદ્વાનનું ગૌરવ હોય તો પછી ધન કમાવામાં એજ્જ પ્રકારની ચતુરતા ધરાવનાર વિદ્વાન અને વેશ્યાનો તફાવત બતાવો. अनित्यमिति यो वक्ति सेवते नित्यमेव तत् । વક્વ ૨ચ તરચારયં મા હૃર્શય મદેશ્વર IT૨૦મી. લોકોને દેખાડવા ખાતર જે માણસ હમેશાં આ સંસારને અનિત્ય કહે છે, પરંતુ પોતે હંમેશાં આ નાશવંત સંસારમાં તેને નિત્ય સમજીને લિપ્ત રહે છે, હે પ્રભુ ! એવા અંતવિષથી વિરક્તાધર્મનું અમને કદિ મુખ પણ ન બતાવો. कामकिंकरतां प्राप्य सकामा: सवेंकिंकरा: । Dામેનૈવ પરિત્યoો નિષ્પમ: વચ વિંp: Ilી. લોભના ગુલામ બનવાથી સંપૂર્ણ વિષયોની ઇચ્છા ઉત્પન્ન થાય છે, પછી તો તેને બધા વિષયોના Page 108 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy