SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ भ्रमन्नो लभते शान्ति स लोभस्य पराक्रमः ||३|| બીચારો જીવ પ્રાત:કાળથી માંડીને સુવા સુધી જાગ્રત અવસ્થામાં તથા સ્વપ્રના કલ્પિત નગરોમાં ભટક્તો રહે છે, પરંતુ તેને શાંતિ નથી મળતી. એ સર્વ લોભના પરાક્ર્મનું જ ફળ છે. निधानं यक्षसर्पाद्या यदाक्रामन्ति यत्नतः । न पिबन्ति न खादन्ति तेषां हि गुखः शठाः ||४|| યક્ષ, સર્પ વિગેરે જે ખજાના ઉપર અધિકાર જ્માવી બસી રહે છે, તેનો ખાનપાનમાં પણ ખર્ચ નથી કરતા, તેઓને એ સ્વભાવની શિક્ષા આપનાર તેઓના ગુરૂ દુષ્ટ લોભી પુરૂષજ છે. दानभोगविहीनं च यदेव धनिनो धनम | न तु तस्य मुखे धुलिर्दीयते मृभिगोपेनः || ५ || જે લોભી ધનવાનનું ધન દાન આપવાવડે પરલોક્માં કામ આવતું નથી તેમજ આ લોક્માં ભોગોમાં પણ વપરાતું નથી, તે ધન તેનું ન સમજ્યું. તે તો એ ધનનો માત્ર ચોકીદાર છે. પુરૂષ મરી જાય છે ત્યારે તેના મુખમાં સોનું મૂક્વાની પરિપાટી અનુસાર લોભી માણસના મૃત્યુ પછી જે રાજા તેની સંપત્તિનો અધિકારી બને છે તે તેના મખમાં સોનું મૂક્યું તો દૂર રહ્યું, પણ ધૂળ પણ નથી નાખતો. मूढस्ताभ्रमये पात्रे संस्थापयति किं धनम् | पात्रे स्थितं धनं भद्रं किन्तु पात्रं परीक्षय ||६|| લોકો કહે છે કે- ‘ાપવર્થે ધનં રક્ષેત્' પરંતુ તેઓ તેનો અર્થ નથી સમજ્યા. એનો અર્થ એવો છે કે ‘ઘનું રક્ષેત્ શ્વેત્ તદ્વનનાપર્શે ચાત્' અથવા ધનનું રક્ષણ કરશો તો તેનાથી તમારો નાશ થશે, તમારા ઉપર આપત્તિ આવશે. અથવા ‘ઘનં રક્ષેત્ વેત્ ન સંમતિ યતઃ અર્થે આપદ્ નાશો નિયત:’ અથવા ‘ઘને જ્ઞાપત્' ધનમાંજ વિનાશ અથવા બરબાદી રહેલી છે. એટલા માટે ધનનું રક્ષણ કરવાનો પ્રશ્ન માત્ર ક્લ્પનાજ છે. તેથી નીતિકારે છેવટે કહ્યું છે કે- ‘આત્માનં સતતં રક્ષત્ આત્માનું હંમેશાં રક્ષણ કરો, મોહ વિગેરે પોતપોતાની તરફ ખેંચીને બરબાદ કરી નાખે છે. સ્વરૂપપરિજ્ઞાન દ્વારા તેનું રક્ષણ કરો. પરંતુ મૂર્ખ માણસો શું કરે છે ? તેઓ તો દ્રવ્યને તાંબાના વાસણમાં તેને બંધ કરીને ભૂમિમાં દાટી દે છે. તેઓએ તો એટલું જ ક્યાંથી સાંભળ્યું હોય છે કે- ‘પાત્રે સ્થિતં ધનં મદ્ર’ પાત્રમાં રાખેલું ધન કલ્યાણ કરનારૂં નીવડે છે. પરંતુ તેઓએ પહેલાં તો પાત્રનો અર્થ જાણવો જોઇએ. અહિયાં પાત્રનો અર્થ સત્પાત્ર છે. એટલે સત્પાત્રને દાન આપવું એ ક્લ્યાણકારી છે. काकविष्टा धनस्यार्थं कायवलेशेन भूयसा । मदान्धा धनिनः सेव्या महतीयं विडंबना ||७|| કાગડાની વિષ્ટા માફક તુચ્છ ધનને માટે મહાન શારીરિક કષ્ટ ઉઠાવીને પાતાના દ્રવ્યમદથી અંધ બનેલા શ્રીમંતોની આગળ પાછળ ફરવું એ પણ મોટી વિડંબના છે. न लोभस्योपचाराय मणिमन्त्रौपधादय: । मणिमन्त्रौपधश्लाधो सोडपि लोभपरायणः ||८|| મણિ, મન્ત્ર તથા ઔષધ વિગેરેથી લોભનું શમન નથી થતું, એનાથી શમન થતું હત તો એનો જ્ગનારજ લોભી કેમ હોય ? किश्विद्धनकणं ध्यात्वा मुखमाढ्यस्य पश्यसि । Page 106 of 325
SR No.009184
Book TitleNavtattva Vivechan
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages325
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size85 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy