SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ.૬૧૬ ઇષ્ટ વસ્તુનો વિયોગ થવાથી પોતાના હાથે પોતાનું માથુ ફોડવું અથવા પોતાના હાથે બીજા જીવને સંતાપ પમાડવો તે સ્વ હરિકી પારિતાપનિકી ક્યિા કહેવાય છે. પ્ર.૬૧૭ પરહસ્તિકી પારિતાપનિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૧૭ બીજાના હાથે ઇષ્ટ વસ્તુનો વિયોગ થયો હોય તો બીજાની પાસે સજા કરાવવી તે અથવા પોતાની તાકાત ન હોય તો બીજા જીવો પાસે બીજાને સંતાપ પેદા કરાવવો તે પરહસ્તિકી પારિતાપનિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૧૮ પ્રાણાતિપાતિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૧૮ કોઇપણ જીવના પ્રાણનો નાશ કરવો તે પ્રાણાતિપાતિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૧૯ પ્રાણાતિપાતિકી ક્રિયા કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ.૬૧૯ પ્રાણાતિપાતિકી ક્રિયા બે પ્રકારની છે. (૧) સ્વ હસ્તિકી (૨) પર હસ્તિકી. પોતાના પ્રાણનો નાશ કરવો અને બીજા જીવોના પ્રાણોનો નાશ કરવો તે બન્ને કહેવાય છે. પ્ર.૬૨૦ આરંભિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૨૦ કોઇપણ પ્રકારની પ્રવૃત્તિ કરવી તે આરંભિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૨૧ આરંભિકી ક્રિયા કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ.૬૨૧ આરંભિકી ક્રિયા બે પ્રકારની છે. (૧) જીવના ઘાત કરવા સ્વરૂપ જીવ આરંભિકી, (૨) અજીવના બનાવેલ ચિત્રો વગેરે ાડવા સ્વરૂપ (જીવના ચિત્રો) અજીવ આરંભિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૨૨ પરિગ્રહી કી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૨૨ કોઇપણ ચીજ ઉપર મમત્વ ભાવ રાખવો તે પરિગ્રહીકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૨૩ પરિગ્રહી કી ક્રિયા કેટલા પ્રકારની છે ? ઉ.૬૨૩ પરિગ્રહીકી ક્રિયા બે પ્રકારની છે. (૧) જીવપરિગ્રહીકી, (૨) અજીવપરિગ્રહીકી. પ્ર.૬૨૪ જીવપરિગ્રહીકી કોને કહેવાય ? ઉ.૬૨૪ ધાન્ય, ઢોર, દાસ, દાસી વગેરેનો સંગ્રહ કરવો તેના પ્રત્યે મમત્વ ભાવ રાખવો તે જીવ પરિગ્રહીની ક્રિયા કહેવાય. પ્ર.૬૨૫ અજીવ પરિગ્રહીકી કોને કહેવાય ? ઉ.૬૨૫ ધન-આભૂષણ, વસ્ત્ર, પાત્ર ઇત્યાદિ અજીવ પદાર્થોનો સંગ્રહ કરવો, તેના પ્રત્યે મમત્વ ભાવા રાખવો તે અજીવ પરિગ્રહીકી કહેવાય. પ્ર.૬૨૬ માયા પ્રત્યયીકી કોને કહેવાય ? ઉ.૬ર૬ છળકપટ આદિથી ઉત્પન્ન થયેલી તે માયા પ્રત્યયીકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૨૭ માયા પ્રત્યયીકી કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ.૬ર૭ માયા પ્રત્યયીકી ક્રિયા બે પ્રકારની છે. (૧) આત્મ ભાવ વંચન માયા પ્રત્યયીકી અને (૨) પરભાવ વંચન માયા પ્રત્યયીકી ક્રિયા. પ્ર૬ર૭૧ આત્મભાવ વંચન ક્રિયા કોને કહેવાય ? ઉ૬ર૭૧ જીવ પોતે પોતાના આત્માને ઠગે અને તેને માટે કપટ કરે તે આત્મભાવ વંચન કહેવાય. પ્ર.૬૨૮ પરભાવ વંચન ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૨૮ બીજા જીવોની જુઠી સાક્ષી પૂરવી, ખોટા લેખ લખવા ઇત્યાદિ પરભાવ વંચન માયા Page 61 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy