SearchBrowseAboutContactDonate
Page Preview
Page 60
Loading...
Download File
Download File
Page Text
________________ ક્રિયા. આ પચ્ચીશ ક્રિયાઓ પણ આશ્રવ કહેવાય છે. હવે આ દરેક ક્રિયાઓનું વર્ણન કરાય છે. પ્ર.૬૦૪ કાયિકી ક્રિયા કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ૬૦૪ કાયિકી ક્રિયા બે પ્રકારની કહેલી છે. (૧) સાવધ અનુપરત ક્રિયા અને (૨) દુપ્રયુક્ત ક્રિયા એમ બે પ્રકારની છે. પ્ર.૬૦૫ સાવધ અનુપરત ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૦૫ મિથ્યાદ્રષ્ટિ જીવોની અને અવિરતિ સમ્મદ્રષ્ટિ જીવોની જે કાયાથી વ્યાપાદિની ક્રિયાઓ, ચેષ્ટાઓ થાય તે સાવધ અનુપરત કાયિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૦૬ દુષ્પયુક્ત કાયિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૦૬ અશુભ યોગવાળા જીવોને ઇષ્ટ વસ્તુમાં રતિ અને અનિષ્ટ ચીજોમાં અરતિ થાય છે અને અશુભ મનના વિચારોથી મોક્ષ માર્ગ તરફ દુવ્યવસ્થિત ચિત્ત થાય તે દુપ્રયુક્ત ક્રિયા કહેવાય છે. પ્ર.૬૦૭ અધીકરણીકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૦૭ જેના વડે આત્મા દુર્ગતિનો અધિકારી થાય (જે ક્રિયાઓ દ્વારા) તે અધિકરણીકી ક્રિયા કહેવાય છે. પ્ર૬૦૮ અધિકરણીકી ક્યિા કેટલા પ્રકારની છે? કઇ કઇ? ઉ.૬૦૮ અધિકરણીકી ક્રિયા બે પ્રકારની છે. (૧) સંયોજનાધિકરણીકી ક્રિયા (૨) નિવર્સનાધિકરણીકી ક્રિયા. પ્ર.૬૦૯ સંયોજનાધિકરણીકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૦૯ પહેલા તેયાર કરેલા હથીઆરોને પરસ્પર જોડીને નવા તૈયાર કરવા તે સંયોજનાધિકરણી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૧૦ નિવર્સનાધિકરણીકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૧૦ નવા શસ્ત્રાદિ બનાવવા તલવાર-ચપ્પ ઇત્યાદિ તે નિવર્સનાધિકરણીકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૧૧ પ્રાàષિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૧૧ ક્રોધાદિથી ઉત્પન્ન થયેલો જે દ્વેષ તે પ્રાષિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૧૨ પ્રાàષિકી ક્રિયા કેટલા પ્રકારની છે ? કઇ કઇ ? ઉ.૬૧૨ પ્રાàષિકી ક્રિયા બે પ્રકારની છે. (૧) જીવ પ્રાàષિકી, (૨) અજીવ પ્રાષિકી. પ્ર.૬૧૩ જીવ અને અજીવ પ્રાપ્લેષિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૧૩ જીવ ઉપર દ્વેષ ભાવ રાખવાથી તે જીવ પ્રાષિકી ક્રિયા કહેવાય છે. પોતાની પીડા કરનારા અજીવ પદાર્થો પ્રત્યે દ્વેષ રાખવો તે અજીવ કાઢેષિક ક્રિયા કહેવાય છે. પ્ર.૬૧૪ પારિતાપનિકી ક્રિયા કોને કહેવાય ? ઉ.૬૧૪ તાડના તર્જનાદિથી કોઇને સંતાપ ઉપજાવવો તે પારિતાપનિકી ક્રિયા કહેવાય છે. પ્ર.૬૧૫ પારિતાપનિકી ક્રિયા કેટલા પ્રકારની છે ? ઉ.૬૧૫ પારિતાપનિકી ક્રિયા બે પ્રકારની છે. (૧) સ્વ હસ્ત પારિતાપનિકી ક્રિયા અને (૨) પરદસ્ત પારિતાપનિકી ક્રિયા. પ્ર.૬૧૬ સ્વ હસ્ત પારિતાપનિકી ક્રિયા કોને કહેવાય ? Page 60 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy