SearchBrowseAboutContactDonate
Page Preview
Page 33
Loading...
Download File
Download File
Page Text
________________ સ્નિગ્ધ (ચીકણો) સ્પર્શ, (૪) રુક્ષ (લુખો) સ્પર્શ, (૫) લધુ (નાનો હલકો) સ્પર્શ, (૬) ગુરૂ સ્પર્શ (ભારે), (૭) કોમળ સ્પર્શ અને (૮) કર્કશ (ખરબચડો) સ્પર્શ આ આઠ સ્પર્શે કહેલા છે. પ્ર.૩૨૧ પરમાણુમાં રસ તથા સ્પર્શ કેટલા કેટલા હોય છે ? ઉ.૩૨૧ પરમાણમાં પાંચ રસમાંથી કોઇ પણ એક જ રસ હોય છે અને સ્પર્શ કોઇ પણ બે હોય છે શીત અને સ્નિગ્ધ હોય અથવા શીત અને રુક્ષ અથવા ઉષ્ણ અને સ્નિગ્ધ અથવા ઉષ્ણ અને રુક્ષ આ. ચારમાંથી કોઇપણ એક પ્રકાર હોય છે. પ્ર.૩૨૨ દ્વિદેશી આદિ સ્કંધોમાં રસ તથા સ્પર્શી કેટલા હોય છે ? ઉ.૩૨૨ સ્કંધોમાં પાંચ રસો યથાયોગ્ય હોય છે અને સ્પર્શ કેટલાક ચાર સ્પર્શ સ્કંધો હોય છે અને કેટલાક આઠ સ્પર્શ સ્કંધો હોય છે. પ્ર.૩૨૩ સૂક્ષ્મ પરિણામી સ્કંધોમાં કેટલા સ્પર્શી હોય છે ? કયા કયા ? ઉ.૩૨૩ સૂક્ષ્મ પરિણામી સ્કંધોમાં ચાર સ્પર્શ હોય છે. (૧) શીત, (૨) ઉષ્ણ, (૩) સ્નિગ્ધ અને (૪). રૂક્ષ આ ચાર સ્પર્શ હોય છે. પ્ર.૩૨૪ બાદર પરિણામી સ્કંધોમાં કેટલા સ્પર્શી હોય છે ? ઉ.૩૨૪ બાદર પરિણામી સ્કંધોમાં આઠ સ્પર્શ હોય છે. પ્ર.૩૨૫ પુગલના વભાવિક પરિણામો કયા કયાં છે ? ઉ.૩૨૫ અંધકાર, ઉધોત, પ્રભા, છાયા અને આતાપ એ બાદર પરિણામવાળા હોવાથી તેમજ બાદર પરિણામી પુદ્ગલ સ્કંધમાંથી ઉત્પન્ન થયેલ હોવાથી તેમજ વેભાવિક પરિણામી કહેવાય છે. પ્ર.૩૨૬ પુગલના સ્વાભાવિક પરિણામો કયા કયા છે ? ઉ.૩૨૬ પુલના સ્વાભાવિક પરિણામો વર્ણ, ગંધ, રસ અને સ્પર્શ છે, તે પરમાણુ આદિ બધામાં રહેલા હોય છે. एगा कोडि सत सठ्ठि, लक्खा सत्तहुत्तरी सहस्साय, दोय सया सोल-हिआ, आवलिआ इग मुहूत्तम्मि ||१२|| समयावलि मुहुत्ता, दीहा पाखाय मास वरिसा य, भणिओ पलिआ सागर, उस्सप्पिणि-सप्पिणी कालो ||१३|| ભાવાર્થ - એક મુહૂર્તમાં ૧ ક્રોડ સડસઠ લાખ ૭૭ હજાર અને ર૧૬ આવલિકાઓ થાય છે. કાળમાં નાનામાં નાનો સમય, પછી આવલિ, પછી મુહુર્ત, દિવસ, પક્ષ, માસ, વરસ અને પલ્યોપમ-સાગરોપમ, ઉત્સરપિણી અને અવસરપિણી રૂપ કાળ કહેલો છે. પ્ર.૩૨૭ એક મુહૂર્તમાં કેટલી આવલિકાઓ થાય છે ? ઉ.૩૨૭ એક મુહૂર્ત જેટલા કાળમાં ૧, ૬૭, ૭૭, ૨૧૬ આવલિકાઓ થાય છે. પ્ર.૩૨૮ નાનામાં નાનો કાળ સમય છે તે કઇ રીતે જાણી શકાય છે ? ઉ.૩૨૮ અતિ સુક્ષ્મ કાળ જે સમય છે કે જેના કેવલિ ભગવંતની જ્ઞાનશક્તિ વડે પણ બે ભાગા કલ્પી ન શકાય તેવો નિર્વિભાજ્ય ભાગ રૂપ જે કાળ તે સમય કહેવાય છે. જેમ પુદ્ગલ દ્રવ્યનો સૂક્ષ્મ-વિભાગ પરમાણું છે, તેમ કાળનો અતિ સૂક્ષ્મ કાળ તે સમય છે, તે સમયને દ્રષ્ટાંતથી જણાવાય છે. અતિ જીર્ણ વસ્ત્રને જુવાન તંદુરસ્ત નિરોગી એવો કોઇ મનુષ્ય જલ્દીથી ફાડે અને એકના બે ભાગ કરે તેમાં એક તખ્તથી બીજો તનુ એટલે એક દોરાથી બીજો દોરો તૂટતાં અસંખ્યાતા સમયો જાય છે. અથવા તે Page 33 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy