SearchBrowseAboutContactDonate
Page Preview
Page 32
Loading...
Download File
Download File
Page Text
________________ શબ્દ રૂપી છે, તેથી શબ્દ એ આકાશનો નહિ પણ પુદ્ગલનો ગુણ છે. પ્ર.૩૧૧ અંધકાર કઇ ઇન્દ્રિયથી ગ્રાહ્ય થાય છે ? ઉ.૩૧૧ અંધકાર ધ્રાણેન્દ્રિય ગ્રાહ્ય શાસ્ત્રોમાં કહેલો છે અને અંધકાર એ પણ યુગલ સ્કંધ રૂપ જ છે. પ્ર.૩૧૨ ઉધોતના પુદગલો શેમાંથી નીકળે છે ? ઉ.૩૧૨ શીત વસ્તુનો શીત પ્રકાશ તે ઉધોત કહેવાય છે. સૂર્ય સિવાયના દેખાતા ચન્દ્રાદિ જ્યોતિષી. વિમાનોનો આગીઓ વગેરે જીવોનો અને ચન્દ્રકાન્તાદિ રત્નોનો જે પ્રકાશ છે, તે ઉધોત નામકર્મના ઉદયથી છે, માટે ઉધોત કહેવાય છે. પ્ર.૩૧૩ પ્રભા કોને કહેવાય છે ? ઉ.૩૧૩ ચંદ્ર તથા સૂર્યના પ્રકાશમાંથી જે બીજા કિરણો રહિત ઉપપ્રકાશ પડે છે, તે પ્રભા કહેવાય છે, અને તે સારાય પુદ્ગલ સ્કંધો છે. જો તેમ ન હોય તો સૂર્યના કિરણો જ્યાં પડતાં હોય તો તેની બાજુમાં કિરણો ન પડતાં હોય ત્યાં અંધકાર હોય અને કિરણ પડતાં હોય ત્યાં પ્રકાશ હોય પણ તેમ બનતું નથી. બીજે પણ પ્રકાશ રહે છે, માટે તે પ્રભા કહેવાય છે. પ્ર.૩૧૪ છાયા કોને કહેવાય ? ઉ.૩૧૪ દર્પણમાં અથવા પ્રકાશમાં પડતું જે પ્રતિબિંબ તેને છાયા કહેવાય છે. પ્ર.૩૧૫ આતાપ કોને કહેવાય ? ઉ.૩૧૫ શીત વસ્તુનો ઉષ્ણ પ્રકાશ હોય તે આતાપ કહેવાય છે. આવો પ્રકાશ સૂર્યના વિમાનમાં રહેલા બાદર પર્યાપ્ત પૃથ્વીકાય જીવોનાં શરીરોનો હોય છે. પ્ર.૩૧૬ વર્ણ કેટલા પ્રકારના છે ? કયા કયા ? ઉ.૩૧૬ વર્ણ પાંચ પ્રકારના શાસ્ત્રોમાં કહેલા છે. (૧) શ્વેત વર્ણ, (૨) પીળો વર્ણ, (૩) લાલ વર્ણ, (૪) નીલવર્ણ અન (૫) કાળો વર્ણ. વાદળી ગુલાબી આદિ જે અનેક વર્ણ ભેદો છે, તે આ પાંચ વર્ણમાંના કોઇ પણ એક ભેદની તારતમ્યવાળા અથવા અનેક વર્ણના સંયોગથી ઉત્પન્ન થયેલા જાણવા જોઇએ. પ્ર.૩૧૭ પરમાણુમાં કેટલા વર્ષો રહેલા હોય છે ? અને દ્વિદેશી ઢંધોમાં કેટલા વર્ષો હોય છે ઉ.૩૧૭ પરમાણુ આદિ દરેક પૂગલ માત્રમાં તે વર્ષો હોય છે. અને દ્વિપ્રદેશી વગેરે સ્કંધોમાં એકથી પાંચ વર્ણો યથા સંભવ રહેલા હોય છે. પ્ર.૩૧૮ ગંધ કેટલા પ્રકારે છે ? કઇ કઇ? અને પરમાણુ આદિ પુદ્ગલોમાં કેટલી ગંધ હોય છે ? ઉ.૩૧૮ ગંધ બે પ્રકારે છે. (૧) સુગંધ અને દુર્ગધ. પરમાણુમાં કોઇપણ એક ગંધ હોય છે, જ્યારે દ્વિપ્રદેશી આદિ સ્કંધોમાં બન્ને ગંધ હોય છે. પ્ર.૩૧૯ રસ કેટલા પ્રકારે છે ? કયા કયાં ? ઉ.૩૧૯ રસ પાંચ પ્રકારના કહેલા છે. (૧) તિખો રસ, (૨) કડવો રસ, (૩) તુરો રસ, (૪) ખાટો રસ અને (૫) મીઠો (મધુરો) રસ, ખારો રસ લોકમાં ગણાય છે પણ તે મધુર રસની અંતરગત જાણવો. પ્ર.૩૨૦ સ્પર્શ કેટલા પ્રકારે છે ? કયા કયા ? ઉ.૩૨૦ સ્પર્શ આઠ પ્રકારના કહેલા છે. (૧) શીત (ઠંડો) સ્પર્શ, (૨) ઉષ્ણ (ગરમ) સ્પ, (૩) Page 32 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy