SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ પ્ર.૨૯૧ પુદ્ગલ દ્રવ્યમાં સ્વાભાવિક શું છે ? અને વિભાવ ધર્મવાળાં પુદ્ગલો ક્યાં છે ? ઉ.૨૯૧ પુદ્ગલ દ્રવ્યમાં સ્વાભાવિક ધર્મવાળા પરમાણુઓ કહેલા છે, અને વિભાવ દશાવાળા દ્વિપ્રદેશી, ત્રણ પ્રદેશી, યાવત્ સંખ્યાતા પ્રદેશી, અસંખ્યાતા પ્રદેશી અને અનંત પ્રદેશી રૂપ પુદ્ગલ સ્કંધો કહેલા છે. પ્ર.૨૯૨ સ્કંધ શબ્દની નિયુક્તિ અર્થ શું છે ? ઉ.૨૯૨ સ્કંધ એટલે સ્કન્દન્ત અર્થાત્ પુદ્ગલોના વિખરવાથી શોષાય અને ધ એટલે ધયન્તે અર્થાત્ પુદ્ગલો મળવા વડે પોસાય તે સ્કંધ શબ્દની નિયુક્તિ અર્થ છે. પ્ર.૨૯૩ કાળ કેટલા પ્રકારોનો છે ? કયો કયો ? ઉ.૨૯૩ કાળ બે પ્રકારનો કહેલો છે, (૧) નિશ્ચય કાળ અને (૨) વ્યવહાર કાળ. પ્ર.૨૯૪ નિશ્ચય કાળ કેટલા સમયનો છે ? ઉ.૨૯૪ નિશ્ચય કાળ વર્તમાન રુપ એક સમયનો કહેલો છે. પ્ર.૨૯૫ વ્યવહાર કાળ કેટલા સમયનો છે ? ઉ.૨૯૫ વ્યવહાર કાળ ભૂતકાળ અને ભવિષ્યકાળ રૂપ ભેદવાળો પણ હોય છે. પ્ર.૨૯૬ ધર્માસ્તિકાય દ્રવ્ય, દ્રવ્યથી, કાળથી, ક્ષેત્રથી, ભાવથી અને સંસ્થાનથી કયા કયા સ્વભાવવાળું છે ? ઉ.૨૯૬ ધર્માસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી એક જ છે, ક્ષેત્રથી લોકાકાશ પ્રમાણ છે, કાળથી અનાદિ અનંત છે. ભાવથી-વર્ણ, ગંધ, રસ, સ્પર્શ અને શબ્દ રહિત અરૂપી છે. ગુણથી ગતિ સહાયક ગુણવાળું છે તથા સંસ્થાનથી લોકની આકૃતિ જેવું તૂલ્ય છે. પ્ર.૨૯૭ અધર્માસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ગુણથી અને સંસ્થાનથી કયા કયા આકારવાળું છે ? ઉ.૨૯૭ અધર્માસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી એક છે. ક્ષેત્રથી સમગ્ર લોકાકાશ પ્રમાણ છે. કાળથી અનાદિ કાળથી છે, અનંતકાળ રહેવાનું છે ભાવથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને શબ્દ રહિત હોવાથી અરૂપી છે. ગુણથી સ્થિતિ સહાયકવાળું છે, સંસ્થાનથી લોકાકૃતિ તૂલ્ય છે. પ્ર.૨૯૮ આકાશાસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી, છે, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ગુણથી અને સંસ્થાનથી કેવા કેવા પ્રકારનું કહેલું છે ? ૨૯૮ આકાશાસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી એક છે, ક્ષેત્રથી લોકાલોક પ્રમાણ છે, કાળથી અનાદિ અનંત છે, ભાવથી વર્ગાદિ રહિત અરૂપી છે, ગુણથી અવકાશ ગુણવાળું છે સંસ્થાનથી નકકર ગોળા સરખું (તેના જેવી આકૃતિવાળો) છે. પ્ર.૨૯૯ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી, ક્ષેત્રથી, કાળથી, ભાવથી, ગુણથી, અને સંસ્થાનથી કેવા કેવા પ્રકારે કહેલું છે ? પ્ર.૨૯૯ પુદ્ગલાસ્તિકાય દ્રવ્ય દ્રવ્યથી અનંતા છે. ક્ષેત્રથી સમગ્ર લોક પ્રમાણ છે. કાળથી અનાદિ અનંત છે. ભાવથી વર્ણ-ગંધ-રસ-સ્પર્શ અને શબ્દ સહિત રૂપી છે. ગુણથી પૂરણ ગલન સ્વભાવવાળો છે અને સંસ્થાનથી પરિમંડલાદિ પાંચ આકૃતિવાળો છે. પ્ર.૩૦૦ પરિમંડલાદિ પાંચ સંસ્થાનો કયા કયા છે ? ઉ.૩૦૦ (૧) બંગડી જેવું ગોળ, (૨) થાળી જેવું ગોળ, (૩) ત્રણ ખૂણાવાળું, (૪) ચાર ખૂણાવાળું, Page 30 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy