SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ.૨૮૨ પગલાસ્તિકાયના પ્રદેશો અનંતા કહેલા છે, કારણ કે અનંત પ્રદેશી સ્કંધો પણ હોય છે. પ્ર.૨૮૩ ૫ગલાસ્તિકાયના પરમાણુઓ કેટલા કહેલા છે ? ઉ.૨૮૩ પુદ્ગલાસ્તિકાયના પરમાણુ અનંતા હોય છે. પ્ર.૨૮૪ ધર્માસ્તિકાયાદિ દ્રવ્યમાં પરમાણું રુપ ચોથો ભેદ કેમ ન હોય ? ઉ.૨૮૪ ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, આકાશાસ્તિકાય અને જીવાસ્તિકાય એ ચાર દ્રવ્યના યથા. સંભવ અસંખ્યાતા તથા અનંત પ્રદેશો હોય છે, પરંતુ તે પ્રદેશો તેમાંથી કોઇવાર છુટો પડ્યો નથી, વર્તમાનમાં છુટો પડતો નથી અને ભવિષ્યમાં છુટો પડશે નહિ. એવા શાશ્વત સંબંધવાળા સ્કંધો વિદ્યમાના રહેલા હોવાથી એ ચારેય દ્રવ્યમાં પરમાણુરૂપ ચોથો ભેદ પડતો નથી, પરંતુ પુગલ દ્રવ્યના તો અનંતા પરમાણુઓ જગતમાં છુટા પડેલા છે, વર્તમાનમાં પડે છે અને ભવિષ્યમાં રહેશે, માટે પરમાણુ રૂપ ચોથો ભેદ હોય છે. પ્ર.૨૮૫ પ્રદેશ મોટો કે પરમાણુ મોટો ? ઉ.૨૮૫ પ્રદેશ અને પરમાણુ બન્ને એક સરખા કદના જ હોય છે. કોઇપણ નાનો મોટો નથી પરંતુ સ્કંધની સાથે રહેલો પ્રદેશ કહેવાય તે સ્કંધથી છુટો પડે ત્યારે પરમાણુ કહેવાય છે. धम्मा-धम्मा पुग्गल, नह कालो पंच हुंति अज्जीवा, चलण सहावोधम्मो, थिर संठाणो अहम्मोय ||९|| अवगाहो आगासं, पुग्गल-जीवाण पुग्गला चउहा, खंधा देस पाएसा, परमाण चेव नायव्वा ||१०|| ભાવાર્થ :- ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય, પુદ્ગલાસ્તિકાય, આકાશાસ્તિકાય અને કાલ આ પાંચ અજીવો હોય છે. ધર્માસ્તિકાયનો સ્વભાવ ગતિ આપવાનો છે. અધર્માસ્તિકાયનો સ્વભાવ સ્થિર રાખવાનો છે. આકાશાસ્તિકાયનો સ્વભાવ જગ્યા આપવાનો છે. પુગલ અને જીવોને આપે છે. પુગલો ચાર પ્રકારના કહેલાં છે. સ્કંધરૂપ, દેશરૂપ પુદ્ગલ, પ્રદેશરૂપ પુદ્ગલ અને પરમાણુરૂપ પુદ્ગલો જાણવા. પ્ર.૨૮૬ અજીવો કેટલા પ્રકારે કહ્યા છે ? ઉ.૨૮૬ અજીવો પાંચ પ્રકારના કહ્યા છે. તે આ પ્રમાણે (૧) ધર્માસ્તિકાય, (૨) અધર્માસ્તિકાય, (૩) પુદ્ગલાસ્તિકાય, (૪) આકાશાસ્તિકાય અને (૫) કાળ. પ્ર.૨૮૭ જીવ અને પુદગલ દ્રવ્યોને એક જગ્યાએથી બીજી જગ્યાએ જવામાં-દોડવામાં કોને કયું દ્રવ્ય સહાયક થાય છે ? ઉ.૨૮૭ જીવ અને પુગલોને જવામાં-દોડવામાં, ચાલવામાં એક અજીવ દ્રવ્ય સહાયક છે, જે ધર્માસ્તિકાય છે, તેના કારણે ગતિ થાય છે. પ્ર.૨૮૮ જીવ અને પુદ્ગલોને સ્થિર રાખવામાં સહાયભૂત કર્યું અજીવ દ્રવ્ય છે ? ઉ.૨૮૮ જીવ અને પુદ્ગલોને સ્થિર રાખવામાં સહાયભૂત અજીવ દ્રવ્ય એક અધર્માસ્તિકાય છે. પ્ર.૨૮૯ જીવ અને પુદ્ગલોને અવકાશ આપનાર અજીવ દ્રવ્યનું નામ શું છે ? ઉ.૨૮૯ જીવ અને પુદ્ગલોને અવકાશ આપનારું અજીવ દ્રવ્ય આકાશાસ્તિકાય નામનું છે. પ્ર.૨૯૦ પુદ્ગલો કોને કહેવાય ? ઉ.૨૯૦ પ્રતિ સમય પૂરણ (મળવું) ગલન (વિખરવું) સ્વભાવવાળો જે પદાર્થ હોય છે, તે પુદ્ગલા કહેવાય છે. Page 29 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy