SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ ગણાય છે. ચંદન બાળા વિ. સાધ્વીઓ સ્વલિંગ ગણાય છે. ગીતમાદિ પુરૂષ લિંગ ગણાય છે. ગાંગેય મુનિ નપુસંક લિંગે સિધ્ધ થયા છે. કરકંડ મુનિ પ્રત્યેક બુધ્ધ સિધ્ધ છે. કપિલાદિ સ્વયં બુધ્ધમાં ગણાય છે. ગુરુના ઉપદેશથી બોધ પામીને ગયેલા બુધ્ધ બોધિત એકસમયમાં એક મોક્ષે જાય તે એક સિધ્ધ અને એક સમયમાં અનેક મોક્ષે જાય તે અનેક સિધ્ધ તરીકે ગણાય છે. પ્ર.૧૦૦૫ એક નિગોદમાં જીવો કેટલા હોય ? તેની ગણત્રી શી રીતે જાણવી ? ઉ.૧૦૦૫ એક નિગોદમાં અનંતા જીવો હોય છે. તેની ગણત્રી આ પ્રમાણે છે. (૧) સન્ની મનુષ્યો સંખ્યાતા છે, (૨) અસન્ની મનુષ્યો અસંખ્યાતા, (3) નારકી અસંખ્યાતા, (૪) દેવતા અસંખ્યાતા, (૫) પંચેન્દ્રિય તિર્યંચ અસંખ્યાતા, (૬) બેઇન્દ્રિય જીવો અસંખ્યાતા, (૭) તેઇન્દ્રિય જીવો અસંખ્યાતા, (૮) ચBરીન્દ્રિય જીવો અસંખ્યાતા, (૯) પૃથ્વીકાય જીવો અસંખ્યાતા, (૧૦) અપકાય જીવો અસંખ્યાતા, (૧૧) તેઉકાય જીવો અસંખ્યાતા, (૧૨) વાયુકાય જીવો અસંખ્યાતા, (૧૩) પ્રત્યેક વનસ્પતિકાય જીવો, અસંખ્યાતા એ સર્વ જીવોની સંખ્યા ભેગી કરીએ જે સરવાળો થાય તે થકી સિધ્ધના જીવો અનંતા છે તે થકી સોયના અગ્રભાગ ઉપર લીધેલ કંદમુળનો નાનામાં નાનો કણ, તેમાં સર્વ સિધ્ધના જીવો કરતાં અનંત ગુણા જીવો રહેલા છે. આ બાદર નિગોદનો વિચાર જાણવો. પ્ર.૧૦૦૬ જગતમાં નિગોદના ગોળા કેટલા હોય છે ? ઉ.૧૦૦૬ જગતમાં જેટલા લોકાકાશના પ્રદેશો છે એટલા નિગોદના ગોળા છે એ રીતે દેવચંદ્રજી કૃત આગમસારને જાતે જાણવું. બીજા આચાર્ય ભગવંતોને મતે લોકાકાશના જેટલા પ્રદેશો છે તેના અસખ્યાતમાં ભાગ જેટલા નિગોદના ગોળા હોય છે. પ્ર.૧૦૦૭ એક એક ગોળામાં કેટલી નિગોદો હોય છે ? ઉ.૧૦0૭ એક એક ગોળામાં અસંખ્યાતી નિગોદો રહેલી છે. પ્ર.૧૦૦૮ એક એક નિગોદમાં કેટલા જીવો હોય છે ? ઉ.૧૦૦૮ અતીતકાળ અનંતા છેડા રહિત ગયો તેના સમયો, આનાગત (ભવિષ્ય) કાળ આગળ અનંતો આવશે તેના સમયો તથા વર્તમાન કાળનો એકસમય એ રીતે ત્રણે કાળના સમયો ભેગા કરીએ તેને અનંત ગુણા કરીએ એટલા જીવો એક એક નિગોદમાં હોય છે. પ્ર.૧૦૦૯ સૂક્ષ્મ નિગોદમાં દુઃખ (વેદના) કેટલું હોય છે ? ઉ.૧૦૦૯ સૂક્ષ્મ નિગોદમાં વેદના સમયે સમયે અનંત ગુણી હોય છે તે દ્રષ્ટાંત દ્વારા જણાવે છે. સાતમી નારકીમાં ઉત્કૃષ્ટ આયુષ્ય ૩૩ સાગરોપમનું છે. તેના કેટલા સમયો (અસંખ્યાતા સમયો) થાય તેટલીવાર કોઇ જીવ સાતમી નારકીમાં ૩૩ સાગરોપમના આયુષ્યવાળો નરક રૂપે ઉત્પન્ન થાય તેને વિષે તે જીવને જેટલું છેદન ભેદનનું દુઃખ થાય તે સઘળુંય એકઠું કરીએ તેથી પણ અનંતગણું દુ:ખ એક નિગોદિયા જીવને એક સમયમાં હોય છે. અથવા :- મનુષ્યની સાડા ત્રણ ક્રોડ રોમરાજી છે તેને કોઇ દેવતા સાડા ત્રણ ક્રોડ લોખંડની સોયો, અગ્નિમાં તપાવીને સમકાલે એટલે કે એક સાથે રોમે રોમે ચાંપે તે સમયે તે જીવોને જે વેદના થાય તેથી પણ અનંતગુણી વેદના નિગોદમાં રહેલા જીવોને સમયે સમયે હોય છે. Page 105 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy