SearchBrowseAboutContactDonate
Page Preview
Page 104
Loading...
Download File
Download File
Page Text
________________ ઉ.૯૯૭ ગુરુના ઉપદેશથી વૈરાગ્ય પામી મોક્ષે જાય તે બુધ્ધ બોધિત સિધ્ધ કહેવાય છે. પ્ર.૯૯૮ સિધ્ધના ૧૫ ભેદોનાં મૂળ ભેદો વિચારીએ તો કેટલા થાય છે ? ઉ.૯૯૮ સિધ્ધના ૧૫ ભેદોના મૂલ ભેદો વિચારીએ તો છ ભેદ થાય છે. (૧) જિનસિધ્ધ, અજિનસિધ્ધ, (૨) તીર્થસિધ્ધ, અતીર્થસિધ્ધ,(૩) એક સિધ્ધ, અનેક સિધ્ધ, (૪) ગૃહીલિંગ, અન્યલિંગ, સ્વલિંગ સિધ્ધ, (૫) સ્ત્રી, પુરૂષ, નપુંસક લિંગ સિધ્ધ, (૬) સ્વયં બુધ્ધ, પ્રત્યેક બુધ્ધ, બુધ્ધ બોધિત સિધ્ધ. પ્ર.૯૯૯ ગૃહસ્થ લિંગ કરતા અન્ય લિંગવાળા જીવો સિધ્ધ થનારાં કેટલા છે ? ઉ.૯૯૯ ગૃહસ્થ લિંગે સિધ્ધ જે જીવો થાય છે તેનાથી અન્ય લિંગ સિધ્ધ થનારા સંખ્યાત ગુણા છે. પ્ર.૧૦૦૦ અન્યલિંગે સિધ્ધ કરતા સ્વલિંગે સિધ્ધ થનારા જીવો કેટલા છે ? ઉ.૧૦૦૦ અન્યલિંગે સિધ્ધ થનારા જીવો કરતાં સ્વલિંગે સિધ્ધ થનારા જીવો સંખ્યાત ગુણા હોય છે. પ્ર.૧૦૦૧ સ્વયંબુધ્ધ સિધ્ધ થનારા કરતા પ્રત્યેક બુધ્ધ થઇને સિધ્ધ થનારા જીવો કેટલા છે ? ઉ.૧૦૦૧ સ્વયંબુધ્ધ થઇને સિધ્ધ થનારા જીવો કરતા પ્રત્યેક બુધ્ધ થઇને સિધ્ધ થનારા સંખ્યાત ગુણા છે. પ્ર.૧૦૦૨પ્રત્યેક બુધ્ધ સિધ્ધ જીવો કરતા બુધ્ધ બોધિત થઇને મોક્ષે જનારા કેટલા છે ? ઉ.૧૦૦૨ પ્રત્યેક બુધ્ધ કરતા બુધ્ધ બોધિત થઇને મોક્ષે જનારા સંખ્યાત ગુણા હોય છે. પ્ર.૧૦૦૩ અનેક સિધ્ધ જીવો કરતાં એક સિધ્ધ થનારા કેટલા હોય છે ? ઉ.૧૦૦૩ અનેક સિધ્ધ કરતાં એક સિધ્ધ જીવો સંખ્યાત ગુણા હોય છે. जिण सिद्धा अरिहंता, अजिण सिद्धाय पुंडरिआ पमुहा, મળહાર તિત્વ સિદ્ધા, જ્ઞતિત્વ સિદ્ધાય મરુદ્રેવી ।।૭।। गिहिलिंग सिद्ध भरहो, वक्कल चीरीय अन्य लिंगम्मि સાહૂ સલિન સિદ્ધા, થી-સિદ્ધા-ચંદ્દળા-પદુહા ||9|| पुंसिद्धा गोयमाइ, गांगेय-प्रमुहा नपुंसया सिद्धा, पत्तेय सयं बुद्धा, भणिया करकंडु कविलाई ||१८|| वह बुद्ध बोहि गुरु बोहिया, इग समये एग सिद्धाय ફન સમયેવિ અભેગા, સિદ્ધા તે-નેમ સિદ્ધાય II99II ભાવાર્થ :- જિનસિધ્ધ તીર્થંકર ભગવંતો, અજિન સિધ્ધ પુંડરિક ગણધર વગેરે, ગણધર ભગવંતો તીર્થ સિધ્ધ, મરૂદેવ માતા અતિર્થ સિધ્ધ ગણાય છે. ભરત ચક્રવર્તી ગૃહસ્થ લિંગે, વલ્કલચીરી અન્ય લિંગે, સાધુઓ સ્વલિંગે સિધ્ધ થયા છે. ચંદના વિ. સાધ્વીઓ સ્વલિંગે સિધ્ધ થયા છે. ગૌતમ આદિ જીવો પુરૂષ લિંગે સિધ્ધ થયા છે. નપુંસક લિંગે ગાંગેયાદિ સિધ્ધ થયા છે. કરકંડુ પ્રત્યેક બુધ્ધ છે. કપિલ આદિ સ્વયં બુધ્ધ છે. ગુરૂથી બોધ પામેલા બુધ્ધ બોધિત સિધ્ધ છે. એક સમયમાં એક સિધ્ધ થયેલાં અને એક સમયમા અનેક સિધ્ધ થેયલા તે કહેવાય છે. પ્ર.૧૦૦૪ સિધ્ધના ૧૫, ભેદના ૧૫ દ્રષ્ટાંતો કયા કહેલા છે ? ઉ.૧૦૦૪ તીર્થંકર ભગવંતો જિન સિધ્ધ કહેલા છે, પુંડરીક આદિ ગણધરો અજિન સિધ્ધ કહેલા છે. ગણધર ભગવંતો તીર્થ સિધ્ધમાં આવે છે. મરુદેવ માતા વગેરે અતીર્થ સિધ્ધમાં આવે છે. ભરત ચક્રવર્તી વગેરે ગૃહસ્થ લિંગે ગણાય છે. વલ્કલચિરી વગેરે અન્ય લિંગે ગણાય છે. સાધુઓ સ્વલિંગે સિધ્ધ થનારા Page 104 of 106
SR No.009183
Book TitleNavtattva Ange Prashnottari
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages106
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size25 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy