SearchBrowseAboutContactDonate
Page Preview
Page 35
Loading...
Download File
Download File
Page Text
________________ વિરતિ તેને નથી પામી શકતો એ કારણથી તેનું જ્ઞાન એ અજ્ઞાન છે. મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન પણ અજ્ઞાન : ‘ મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન એ અજ્ઞાન છે !' એના હેતુઓનું પ્રતિપાદન કરતાં એજ સૂરિપુરંદર, પૂજ્યપાદ શ્રી જિનભદ્ર ગણિ ક્ષમાશ્રમણજીના શબ્દોમાંજ રમાવે છે કે “સવસવિસેસળાઞો, મવદેહિચ્છિોવલંમાઓ । ગાળતામાવાઓ, મિચ્છતિનાિસ ન્નાાં ||9||” મિથ્યાદ્રષ્ટિ આત્માનું જ્ઞાન ચાર હેતુથી અજ્ઞાન છે- એક તો ‘એનું જ્ઞાન, વિશેષણરહિતપણે સત્ અને અસત્નો સ્વીકાર કરે છે.' એ હેતુથી અજ્ઞાન છે : બીજો હેતુ એ છે કે- ‘એનું જ્ઞાન સંસારનું કારણ છે.' કારણ કે-મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન કર્મબંધના હેતુઓ જે મિથ્યાત્વાદિ તેની જ પ્રાયઃ પ્રવૃત્તિ કરાવનાર છે. ત્રીજો હેતુ એ છે કે-એના જ્ઞાનથી જે વસ્તુનો બોધ થાય છે તે યદચ્છારૂપ એટલે પોતાના વિકલ્પ માત્રથી થયેલો હોય છે પણ સમ્યદ્રષ્ટિ આત્માની માફ્ક શ્રી સર્વજ્ઞ પરમાત્માના વચનની પરતંત્રતાથી થયેલો નથી હોતો એ કારણે પણ એનું જ્ઞાન અજ્ઞાનરૂપ હોય છે અને ચોથો હેતુ જ્ઞાનના ફ્લનો અભાવ છે. જ્ઞાનનું ફ્લ જે વિરતિ તેના અભાવથી પણ મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન એ અજ્ઞાન કહેવાય છે. ખરેખર મિથ્યાદ્રષ્ટિનું જ્ઞાન ઘણું જ કારમું જ્ઞાન છે. એનું જ્ઞાન, જ્યાં સુધી મિથ્યાત્વની હયાતિ હોય ત્યાં સુધી જ્ઞાનરૂ થઇ શકતું જ નથી. મિથ્યાદ્રષ્ટિ આત્મા, પોતાના જ્ઞાનથી જો કોઇ વસ્તુનું અસ્તિત્વ સ્વીકારશે તો તે અસ્તિત્વ પણ સર્વ પ્રકારે જ સ્વીકારશે અને નાસ્તિત્વ સ્વીકારશે તો તે પણ સર્વ પ્રકારે જ સ્વીકારશે; પણ વસ્તુનું કયા સ્વરૂપે અસ્તિત્વ છે અને કયા સ્વરૂપે નાસ્તિત્વ છે એનો વિવેક એ અજ્ઞાનરૂપ જ્ઞાનના યોગે એ આત્મા નહિ જ કરી શકે. વાસ્તવિક રીતિએ કોઇ પણ વસ્તુનું સ્વરૂપ મિથ્યાદ્રષ્ટિઓ જે રીતિએ સ્વીકારે છે તે રીતિએ હોતું જ નથી : એ અજ્ઞાનીઓ પૈકીના કોઇ જ્ઞાનીઓ, આત્માને નિત્ય જ માનશે તો કોઇ વળી અનિત્ય જ માનશે પણ દ્રવ્યની અપેક્ષો નિત્ય અને પર્યાયની અપેક્ષાએ અનિત્ય એમ માનવા જોગી શુદ્ધ મતિ તેઓમાં એ કારમા મિથ્યાત્વના યોગે નહિ જ થવાની. મિથ્યાદ્રષ્ટિ આત્મા, શુદ્ધ સ્યાદ્વાદી બની શકતો જ નથી. સદાને માટે એ પ્રાયઃ એકાંતવાદી જ હોય છે. એ એકાંતવાદ જ એના જ્ઞાનને અજ્ઞાન બનાવનાર છે. એકાંતવાદીઓ ગમે તેવા જ્ઞાનીઓ હોય તો પણ વાસ્તવિક રીતિએ અજ્ઞાનીઓ છે. અજ્ઞાનીઓ હોવાને કારણ એ આત્માઓ, મિથ્યાત્વ આદિ કર્મબંધનના હેતુઓથી બચી શકતા નથી : કારણ કે એઓનું જ્ઞાન એઓને પ્રાયઃ મિથ્યાત્વાદિ કર્મબંધના હેતુઓમાં જ પ્રવર્તાવનાર છે : એજ કારણે એઓનું જ્ઞાન સંસારનો હેતુ છે પણ મોક્ષનો હેતુ નથી : એથી પણ એઓનું જ્ઞાન અજ્ઞાન કહેવાય છે. મિથ્યાત્વના પ્રતાપે વિપરીતરૂચિવાળા બનેલા મિથ્યાદ્રષ્ટિ આત્માઓ, પ્રાયઃ શ્રી અરિહંત આદિ શુદ્ધ તત્ત્વોના નિંદક અને અશુદ્ધ તત્ત્વોને ક્યુક્તિઓથી સિદ્ધ કરનારા હોવાથી તેઓની અસત્પ્રવૃત્તિ ભવાંતરમાં પણ અનુબંધવાળી જ થાય છે : એ કારણે પણ એઓનું જ્ઞાન સંસારનો હેતુ છે અને એથી એ અજ્ઞાન કહેવાય છે. વળી મિથ્યાદ્રષ્ટિ આત્માઓને વસ્તુના બોધ રૂપ જે લાભ થાય છે તે મિથ્યાત્વ મોહનીય કર્મના વિપાકથી ઉન્મત્ત મનુષ્યની માફ્ક યદચ્છારૂપ થાય છે, કારણ કે-મિથ્યાદ્રષ્ટિ આત્મા, શ્રી સર્વજ્ઞપરમાત્માની આજ્ઞાને પરતન્ત્ર નહિ હોવાથી એ દરેક વસ્તુને પોતાની મતિકલ્પનાથી જ જાણવાનો આડમ્બર કરે છે. મદીરાપાની, મદના આવેશથી જેમ કિંકરને પણ રાજા તરીકે અને રાજાને પણ કિંકર તરીકે માને છે તેમ મિથ્યાત્વના ઉદયવાળો આત્મા સદ્ભૂત વસ્તુનો પણ અતત્ત્વરૂપે વ્યવહાર કરે છે અને અસદ્ભુત વસ્તુનો પણ તત્ત્વરૂપે વ્યવહાર કરે છે; એજ કારણે ઉપકારીઓ મિથ્યાત્વને પારમાર્થિક ગ્રહ તરીકે આળખાવે છે; Page 35 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy