SearchBrowseAboutContactDonate
Page Preview
Page 34
Loading...
Download File
Download File
Page Text
________________ છે, તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું. જેઓ પાંત્રીશ ગુણવાળી વાણીથી ભવ્ય પ્રાણીઓને બોધ કરતા મહીતલમાં વિચરે છે તે અરિહંત ભગવાનોને હું નમસ્કાર કરું છું. અરિહંતના આત્માઓ અઢારે દોષોથી રહિત હોય છે તે અઢાર દોષો કયા કયા ? તે જણાવે છે. જ્ઞાનાવરણીય કર્મ, દર્શનાવરણીય કર્મ, મોહનીય કર્મ અને અંતરાય કર્મ આ ચાર કર્મો ઘાતી કર્મો કહેવાય છે. આ ચારેય ઘાતી કર્મોના ઉદયથી જીવમાં અઢાર દોષો રહેલા હોય છે. જ્યારે ચારેય ઘાતી કર્મોનો નાશ થાય ત્યારે જીવો અઢારે દોષોથી રહિત થાય છે. એ દોષો આ પ્રમાણે. (૧) જ્ઞાનાવરણીય કર્મના ઉદયથી એક દોષ હોય છે. -અજ્ઞાન. (૨) દર્શનાવરણીય કર્મના ઉદયથી એક દોષ. -નિદ્રા. (૩) મોહનીય કર્મના ઉદયથી અગ્યાર દોષ. -૧. મિથ્યાત્વ, ૨. અવિરતિ, ૩. રાગ, ૪. દ્વેષ, ૫. હાસ્ય, ૬. રતિ, ૭. અરતિ, ૮. શોક, ૯. ભય, ૧૦. જુગુપ્સા અને ૧૧. કામ. (૪) અંતરાય કર્મના ઉદયથી પાંચ દોષ. - ૧. દાનાત્તરાય, ૨. લાભાન્તરાય, ૩. ભોગાન્તરાય, ૪. ઉપભોગાન્તરાય અને ૫. વીર્યાન્તરાય. ૧ + ૧ + ૧૧ + ૫ = ૧૮ થાય છે. ૧. અજ્ઞાન : અજ્ઞાન એટલે જ્ઞાનનો અભાવ અથવા સમ્યગજ્ઞાન સિવાયનું જે જ્ઞાન તે પણ અજ્ઞાન. મિથ્યાત્વ અવસ્થામાં રહેલું જ્ઞાન પણ અજ્ઞાન છે. તુચ્છ જ્ઞાન પણ અજ્ઞાન છે. જ્ઞાનીઓ, સમ્યગદ્રષ્ટિ આત્માઓને જ જ્ઞાની તરીકે ઓળખાવે છે : કારણકે મિથ્યાદ્રષ્ટિઓમાં જે જ્ઞાન હોય છે તે મિથ્યાજ્ઞાન હોય છે. સાચા. ખોટાના વિવેક વિનાનું જ્ઞાન એ અજ્ઞાનકોટિનું જ છે એવા મિથ્યાજ્ઞાનથી આત્માઓનું કદી પણ શ્રેય થતું નથી. પરલોકને સુધારનારું જે જ્ઞાન તે સમ્યગજ્ઞાન છે ત્યારે કેવલ આ લોકમાંજ ઉપયોગી અને અપ્રશસ્ત રાગદ્વેષાદિ દોષોને વધારનારૂં જે જ્ઞાન તે મિથ્યાત્વજ્ઞાન છે : એજ કારણે ઉપકારી પરમર્ષિઓ માવે છે “मिथ्याज्ञानं समस्तं तत, इहलोकोपयोगी यत । રાકાષાયો ચરસ્માત, પ્રવર્તત્તે શરિરીાિમ III” અર્થાત :- જે જ્ઞાન આ લોકમાં ઉપયોગી છે અને જે જ્ઞાનથી શરીરધારિઓના રાગ અને દ્વેષ આદિ ખુબ ખુબ વૃદ્ધિને પામે છે તે સઘળું જ જ્ઞાન મિથ્યાત્વ છે. [ આ લોકના જ ઉપયોગમાં આવતું અને અપ્રશસ્ત રાગ તથા દ્વેષ આદિ દોષોને વધારનારૂં જે જ્ઞાન, તે મિથ્યાજ્ઞાન હોઇ કારમું અજ્ઞાન છે : એજ કારણે ઉપકારીઓ માને છે કે "सदसदविसेसणाओ, भवहेउ जइच्छिओवलंभावो । TIVIભામાષાનો, મિચ્છાદિ ઉન્નાઇi IIII” અર્થાત :- મિથ્યાદ્રષ્ટિ આત્મા, વસ્તુના અસ્તિત્વને અને નાસ્તિત્વને વિશેષણ રહિત પણે એટલે એકાંતે માને છે એ કારણથી : મિથ્યાદ્રષ્ટિ આત્મા, પોતાના જ્ઞાનનો ઉપયોગ કર્મબંધના હેતુભૂત મિથ્યાત્વાદિની સેવામાં કરે છે એ કારણથી મિથ્યાદ્રષ્ટિ આત્માઓ સઘળોજ બોધ, પોતાની ઇચ્છા મુજબનો હોય છે પણ મ્રવજ્ઞદેવના વચનને પરત– નથી હોતો એ કારણથી અને મિથ્યાદ્રષ્ટિ આત્મા, જ્ઞાનનું ફ્લ જે Page 34 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy