SearchBrowseAboutContactDonate
Page Preview
Page 30
Loading...
Download File
Download File
Page Text
________________ અથવા સર્વ જીવોને જેઓ ભવસમુદ્રથી તારે છે. (૩) ‘રહ૨: / વિત્તિ સહિન ગચ્છ: હ મતો કૃતિ વચનાત્ / પ્રકૃષ્ટ રાગાદિના હેતુભૂત મનોજ્ઞ-અમનોજ્ઞ વિષયોનો સંપર્ક થવા છતા કોઇ પણ સ્થળે આસક્તિ નહીં ધારણ કરનારા-ક્ષીણરાગ અને ક્ષીણમોહ. (૪) ‘[હયÇA: ‘ બિસ્વભાવાત્મ]: હ ત્યાગે કૃતિ વવનાત્ ।' સિધ્ધિ ગતિને વિષે જ્ઞાનાદિ આત્મસ્વભાવને નહીં છોડનારા-અનંત જ્ઞાન દર્શનાદિ ગુણોને ધારણ કરનારા. (૫) ‘૩૧ર૪: /’ ' વાથ્યતિષ્ઠા, રહે રથતો કૃતિ વવનાત્ સર્વ કર્મ ક્ષય થવાના અનંતર સમયે જ લોકાગ્રે જનાર હોવાથી ભવમાં નહિ રહેનારા. (૬) ‘૩૧ld: રથ શબ્દ સકલ પરિગ્રહના ઉપલક્ષણભૂત છે. અંત એટલે વિનાશ શબ્દ જરાદિના ઉપલક્ષણભૂત છે. જેઓ સકલ પરિગ્રહના ત્યાગી છે તથા જરા મરણાદિને જીતી જનારા છે. (૭) ‘૩૧રનાનેય રભ એટલે રાભસિક વૃત્તિ આદિથી નિવૃત્ત થયેલા, અતુચ્છ સ્વચ્છતાદિ પરમ વિશુદ્ધ ભાવને વરેલા. અહીં સુધી ‘ રહંત’ પદના અર્થ લખ્યા હવે ‘ગરિહંત’ અને ‘[હંત પદના કેટલાક અર્થ જણાવે છે. (૮)‘ રિહંતતૃભ્ય:’ ઇંદ્રિય, વિષય, કષાય, પરિષહ, વેદના, ઉપસર્ગ, રાગ, દ્વેષ અને કર્મ આદિ ભાવ શત્રુઓને હણનારા. (૯) ‘3ળા-ધર્મવળ ાંત અરિ એટલે ધર્મચક્ર વડે શોભતા. ધર્મચક્ર શબ્દથી ઉપલક્ષિત અન્ય સકલ શસ્ત્રોનો ત્યાગ કરનારા. (૧૦) ‘ ંતા’ સર્વથા બીજ બળી જવા પછી જેમ અંકુર ઉત્પન્ન થતો નથી તેમ કર્મબીજ બળી જવાથી ભવરૂપી અંકુર જેઓને ઊગતો નથી. (૧૧) ‘૩૧રુપલક્ષિતીડારિ તગરાનાબાળિભૂત વ ધ્વતિ' અરુ શબ્દથી ઉપલક્ષિત સઘળી પીડાઓ અને તેના કારણભૂત અનાદિ કર્મસંતતિને હણનારા. (૧૨) ‘વા; સંસારમાં હવે જેમને કોઇ રુંધનાર-રોકનાર નથી અર્થાત્ ભવનો ત્યાગ કરનારા. આ પ્રમાણે અરિહંત આદિ પાંચેની નમસ્કારની યોગ્યતા માર્ગ અવિપ્રણાશ આદિ ગુણોથી સંક્ષેપમાં આપણે જોઇ. હવે એ યોગ્યતા બાબત વિશેષ ઉંડા ઉતરી આપણે તપાસ ચલાવીએ. અરિહંત ભગવાન્ સંસારરૂપ બતાવવા માટે ભોમિયાનું કામ કરે છે, તેમજ સંસારરૂપ સમુદ્રમાં નિર્યામક એટલે નિજામા અથવા ખલાસીનું કામ કરે છે, અને તેઓ ગોપ એટલે ગોવાળીઆની માફ્ક છ કાયના જીવોની રક્ષા માટે સતત પ્રયત્ન કરી રહ્યા છે. જેથી તેઓને મહાગોપમોટા ગોવાળીઆની ઉપમા આપવામાં આવે છે. આવા માર્ગદર્શક, નિર્યામક અને મહાગોપ એ ખરેખર આપણા મહાઉપકારી કહેવાય. આ ઉપનામો સંબંધમાં વિશેષ સ્પષ્ટતાથી અને વિસ્તારથી આપણને જાણવાનું મળે તો આપણો અરિહંત ભગવાન તરફ પ્રેમ જરૂર વિશેષ વધે. માટે આપણે એ ઉપનામો સંબંધમાં વધારે વિચાર કરીએ. પ્રથમ અરિહંત ભગવાન્ સંસાર અટવીમાં માર્ગોપદેશક કેમ કહેવામાં આવે છે તે આપણે જોઇએ. અટવી બે પ્રકારની છે. એક દ્રવ્ય અટવી અને બીજી ભાવ અટવી. દ્રવ્ય અટવીનું ઉદાહરણ પ્રથમ સમજી લઇ ભાવ અટવીનો આપણે વિચાર કરીશું. વસંતપુર નામનું એક નગર છે. તેમાં ધન નામનો સાર્થવાહ વસે છે. તેની ઇચ્છા બીજા નગરમાં જવાની થઇ. બીજા કોઇ લોકોને તે નગર જેવું હોય તો તેમને પણ પોતાની સાથે લઇ જવાની ભાવનાથી તેણે વસંતપુર નગરમાં ઉદ્ઘોષણા કરાવી. તે ઉપરથી ઘણા તટિક કાપડીઆ વગેરે એકઠા થયા. એકઠા થયેલા Page 30 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy