SearchBrowseAboutContactDonate
Page Preview
Page 29
Loading...
Download File
Download File
Page Text
________________ મોક્ષાર્થિઓને પણ રાગ મદ મોહથી રહિત શ્રી જિનેશ્વરદેવ ભાવપૂર્વક નમસ્કાર કરવા યોગ્ય છે. મિથ્યાત્વ અને અજ્ઞાનથી મોહિત માગવાળી સંસાર-અટવીમાં જેમણે માર્ગદશકપણું કર્યું છે, તે અરિહંતોને હું નમસ્કાર કરું છું. સમ્યગદર્શનથી જોઇને, સમ્યગજ્ઞાનથી સારી રીતે ઓળખીને તથા ચરમ કરણરૂપ સમ્યક્રચારિત્રથી પ્રકÈણ ચાલીને શ્રી જિનેશ્વરદેવો સિદ્ધિ સ્થાનને-નિર્વાણ સુખને તથા શાશ્વત, અવ્યાબાધા અને અજરામર ધામને પ્રાપ્ત થયેલા છે. ભવસમુદ્રમાં નિયમિક :- જેમ નિર્ધામકો સમ્યક પ્રકારે સમુદ્રના પારને પામે છે, તેમ શ્રી જિનંદ્રો ભવસમુદ્રના પારને પામે છે તેથી તેઓ પૂજાને યોગ્ય છે. મિથ્યાત્વરૂપી કાલિકાવાત-પ્રતિકૂળ વાયુના. વિરહમાં તથા સમ્યકત્વરૂપી ગર્જભવાત-અનુકૂળવાયુની વિધમાનતામાં શ્રી જિનવરેન્દ્રા એક જ સમયમાં સિદ્ધિસ્થાન રૂપી પત્તનને પ્રાપ્ત થયા છે. અમૂઢજ્ઞાન અને મતિરૂપી કર્ણધાર ત્રિવિધ ત્રણ દંડથી વિરામ પામેલા શ્રેષ્ઠ નિર્ધામક એવા શ્રી જિનવરેન્દ્રોને વિનયથી નમ્ર બનેલા એવો હું ભક્તિપૂર્વક વંદન કરું છું. છકાય જીવોના ગોવાળ :- જેમ ગોપાલકો વ્યાપદાદિ દુર્ગોથી ગાયોનું રક્ષણ કરે છે અને પ્રચુર તૃણ અને જલયુક્ત વનોને વિષે તેને પહોંચાડે છે તેમ શ્રી જિનેદ્રોષજીવનિકાયરૂપી ગાયોનું જરા-મરણના ભયથી રક્ષણ કરે છે તથા નિર્વાણસુખને પમાડે છે. તેથી મહાગોપ-પરમગોવાળ કહેવાય છે. એ રીતે ભવ્ય જીવલોકના પરમોપકારી હોવાથી તથા સર્વથી લોકોને વિષે ઉત્તમ હોવાથી શ્રી જિનવરેન્દ્રો સર્વને નમસ્કાર કરવા યોગ્ય છે. પંચપરમેષ્ઠિમાં પહેલો નમસ્કાર અરિહંતોને એટલા માટે છે કે અરિહંતોના ઉપદેશથી જ સિધ્ધાદિનું સ્વરૂપ જાણી શકાય છે. | ‘રિહંત' શબ્દના પાઠાંતરો :- અરિહંત શબ્દના ત્રણ પાઠાંતર છે. અરહંત, અરિહંત અને અરુહંત. અરહંત એટલે સર્વ લોકમાં ઉત્તમ હોવાથી પ્રથમ પૂજાને યોગ્ય. અરિહંત એટલે અત્યંત દુર્જય એવા સમસ્ત આઠ પ્રકારના કર્મરૂપી શત્રુઓને હણનારા, નિર્ભયપણે દલી નાખનારા, પીલી નાખનારા શમાવી અને હરાવી દેનારા. અરહંત એટલે અશેષ કર્મનો ક્ષય થવાથી ભવમાં ઉત્પન્ન કરનાર અંકુર જેમનો બળી ગયો હોવાથી હવે ીને ભવમાં નહિ ઉત્પન્ન થનારા-નહિ જન્મ લેનારા. એ રીતે અરિહંત પદનું વ્યાખ્યાન અનેક પ્રકારે થાય છે; શ્રી ભગવતી આદિ સૂત્રોમાં અરિહંદ પદનું આખ્યાન, પ્રખ્યાન, પ્રરૂપણ, પ્રજ્ઞાપન, દર્શન, ઉપદર્શન નિદર્શન આદિ અનેક પ્રકારે કર્યું છે. તેમાંનુ કાંઇક અહીં બતાવવામાં આવે છે. અરિહંત પદનું વિશેષ આખ્યાન : (૧) 3862 : /' જેમને રહએટલે એકાન્ત રૂપ સ્થાન તથા અંતર એટલે ગિરિગુર્દાદિનો. મધ્ય ભાગ પ્રચ્છન્ન નથી. સર્વવેદી હોવાથી સમસ્ત વસ્તુસમૂહ, તેના પર અપર ભાગ ઇત્યાદિ પ્રગટ છે તે અરિહંત છે. (૨) રહCL /' એ શબ્દના નિરુકિત પદભંજનવશાત નીચે મુજબ અનેક અર્થો નીકળે છે. (અ) “ # રાખો /' સમવસરણાદિ બાહ્ય લક્ષ્મી અને સંજ્ઞાનાદિ આંતર લક્ષ્મી વડે જેઓ અત્યંત શોભે છે. (૨) રાત્તિ ના સમ્યગદર્શનાદિ જેઓ આપે છે. (હ) ‘હત્ત મોહદ્દીન / મોહાદિને જેઓ હણે છે. (હા) ૧//ઋત્તિ IOોપQ IRHITWIH / ભવ્ય જીવોના ઉપકાર માટે જેઓ ગ્રામાનુગ્રામાં વિચરે છે. (ત) “તoQત્તિ ઘરનાં / ભવ્યજીવોના બધો માટે જેઓ નિરંતર ધર્મદેશના આપે છે. (તા) “તચિંતે તાત્તિ વI સર્વMવાન / જેઓ મોહાદિ શત્રુઓથી સર્વ જીવોનું રક્ષણ કરે છે, Page 29 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy