SearchBrowseAboutContactDonate
Page Preview
Page 25
Loading...
Download File
Download File
Page Text
________________ પ્રધાન્તર પરોપકારસાધક હોવાથી અહંન્નમસ્કાર એ પ્રથમ એટલે મૂખ્ય મંગળ છે. ઉપર્યુક્ત વાતને પરમોપકારી પૂ. ઉપાધ્યાય શ્રી યશોવિજયજી મહારાજા પણ નીચેના શબ્દોમાં ગૂંથે “નમસ્કાર અરિહંતને, વાસિત જેહનું ચિત્ત, ધન્ય તેહ કૃત પુણ્ય, તેહ જીવિત તાસ પવિત્તઃ આર્તધ્યાન તસ નવિ હુએ, નવિ હુએ દુર્ગતિ વાસ, ભવક્ષય કરતાં રે સમરતાં લહિએ સુકૃત ઉલ્લાસ. ૧.” “જેઓનું ચિત્ત શ્રી અરિહંતના નમસ્કારથી વાસિત છે, તે આત્માઓ ધન્ય છે, કૃતપુણ્ય છે અને તેઓનું જીવિતવ્ય પવિત્ર છે. અરિહંતના નમસ્કારમાં પરોવાઇ ગયેલા ચિત્તવાળાને કદિ આર્તધ્યાન થતું નથી. તેના પરિણામે તેની દુર્ગતિ પણ થતી નથી, કિન્તુ જેમ જેમ તેનું અધિક સ્મરણ થતું જાય છે, તેમ તેમ ભવનો ક્ષય અને પુણ્યની વૃદ્ધિ થતી જાય છે.” પરમ તારક શ્રી અરિહંત દેવના આત્માની શ્રીજી ભવની શુભ ભાવના શ્રી જિનેશ્વરદેવો કે દેવાધિદેવ છે અને એ દેવાધિદેવપણું એમને પૂર્વજન્મની આરાધનાઓથી પ્રાપ્ત થયેલું હોય છે. એક જન્મની આરાધનાથી અરિહંત બની શકાતું નથી. ઓછામાં ઓછી ત્રણ ભવની. આરાધના તો અવશ્ય જોઇએ છે. એથી પણ વધુ ભવની આરાધના જિનેશ્વરોના જીવન પાછળ હોય છે. જિનેશ્વરોનું જેટલું બહુમાન કરવાનું છે, તેટલું જ બહુમાન એ આરાધનાનું પણ પ્રત્યેક આરાધકના હૈયામાં હોવું જરૂરનું છે. જે ભાવના જિનેશ્વરોના હૈયામાં ત્રીજા ભવે જાગે છે, તે ભાવના તેટલી ઉત્કટતાથી અન્ય કોઇ પણ આત્માના હૈયામાં પ્રકટી શકતી નથી. ગણધરભગવંતોની કે સામાન્ય કેવળીઓની ભાવના પણ તેમની ભાવનાની બરોબરી કરી શકતી નથી. એ વસ્તુને ફ્ટ રીતિએ સમજાવતી નીચેની પંક્તિઓ વિચક્ષણ આત્માઓને સદાને માટે હૈયામાં કોતરી રાખવા જેવી છે. દ્રવ્ય તીર્થકરના જીવો પાછલા ત્રીજા ભવમાં જે ભાવના આવી તીર્થંકર-નામકર્મનું ઉપાર્જન કરે છે, તે ભાવના સ્પષ્ટ રીતે ખ્યાલમાં આવી જાય તે રીતિએ શ્રી પંચ સંગ્રહ ગ્રન્થના ટીકાકાર આચાર્યભગવંત શ્રી મલયગિરિજી મહારાજા નીચે મુજબ થોડા જ શબ્દોમાં જણાવે છે ___अहो चित्रमेतत, यत् सत्यपि पारमेश्वरे प्रवचने स्फुरत्तेजसि महामोहान्धकारविलुप्त-दुःखपरितचेतसो जंतव: परिभ्रमन्ति, तदहमेतानतः संसारात, अनेन प्रवचनेन, यथायोगमुत्तारयामीति, एवं च चिन्तयित्वा यथा यथा परेषामुपकारो भवति, तथा तथा દd / અહો, આ આશ્ચર્ય છે કે-ફ્રાયમાન ઉધોતવાળું પારખેશ્વર પ્રવચન વિધમાન હોવા છતાં મહામોહના અંધકારથી ચેતન્ય જેમનું નષ્ટ થયું છે એવા દુ:ખવ્યાપ્ત જંતુઓ આ સંસારમાં અત્યંત પરિભ્રમણ કરી રહ્યા છે, તો હું તેઓને આ દુ:ખમય સંસારથકી, શ્રી પારમેશ્વર પ્રવચનનું અવલંબન આપી, પાર ઉતારૂં. એ પ્રમાણે ચિત્તવન કરીને જે જે રીતે અન્ય આત્માઓને ઉપકાર થાય, તે તે રીતે તેઓ પ્રયત્ન કરે છે. ઉપર્યુક્ત ભાવના સાથે પરોપકાર માટેનો અવિરત પ્રયત્ન શ્રી તીર્થંકરદેવના આત્માને જિન-નામકર્મને બંધાવનાર થાય છે. એ વાતને સુવિહિતશિરોમણિ આચાર્યભગવાન શ્રીમદ્ હરિભદ્રસૂરીશ્વરજી મહારાજા નીચેના શબ્દોમાં વ્યક્ત કરે છે. Page 25 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy