SearchBrowseAboutContactDonate
Page Preview
Page 24
Loading...
Download File
Download File
Page Text
________________ અરિહંત' શબ્દ વડે “અહંદાકારવાળી બુધ્ધિ” તે સ્થાપના નમસ્કાર છે. નમુક્કાર' શબ્દ વડે નામનમસ્કાર છે. ‘ભાવેણ” શબ્દ વડે ભાવનમસ્કાર છે. અને “કીરમાણો” શબ્દ વડે અંજલિગ્રહણાદિ દ્રવ્યનમસ્કાર છે. એ રીતે એક જ ગાથામાં નામ નમસ્કાર, સ્થાપનાનમસ્કાર, દ્રવ્યનમસ્કાર અને ભાવનમસ્કાર-એ ચારે પ્રકારે કરાતો નમસ્કાર વર્ણવ્યો છે. એ નમસ્કાર જીવને અનન્ત સંસારથી મૂકાવે છે અને જ્યાં સુધી મુક્ત ન થાય ત્યાં સુધી બોધિલાભ શ્રી જિનધર્મની પ્રાપ્તિ માટે થાય છે. __ “अरिहंतनमुक्कारो, धन्नाणं भवक्खयं करंताणं । દિયાં ઉભુયંતો, વિત્તિયા વારમો હો ||શા” હૃદયમાં રહેલો અહંન્નમસ્કાર અનાદિ ધનવાલા પરિરસંસારી અને પ્રતનુકર્મવાન જીવોના પુનર્ભવનો ક્ષય કરનાર તથા ચિત્તનું વિસકોતગમન (અપધ્યાન) નિવારનાર થાય છે. __अरिहंत नमुक्कारो एस खल वन्निओ महत्थोनि । जो मरणमि उवग्गे अभिक्खणं कीरइ वहुसो ||३||" અહંન્નમસ્કાર એ મહા અર્થવાળો છે. મૃત્યુ સમીપ આવે છતે નિરન્તર બહુ વાર કરાય છે અને મોટી આપત્તિમાં દ્વાદશાંગીને છોડી તેનું જ ધ્યાન અને સ્મરણ કરાય છે. અગ્નિ આદિના ભય વખતે ઘરમાં રહેલી શેષવસ્તુઓને છોડી, જેમ મહા મૂલ્યવાળાં રત્નો અગર રત્ન ગ્રહણ કરાય છે અથવા યુધ્ધમાં અતિશય આપત્તિ વખતે જેમ અન્ય શો છોડી જે અમોઘ હોય તેજ શસ્ત્ર ગ્રહણ કરાય છે, તેમ અહીં પણ મરણાદિ મહાભય વખતે દ્વાદશાંગ શાસ્ત્રો છોડીને કેવળ એક અરિહંત નમસ્કાર જ કરાય છે, કારણ કે-તે નમસ્કાર એ દ્વાદશાંગાથે છે. શંકા - અરિહંતનમસ્કાર એ દ્વાદશાંગાથે શી રીતે ? સમાધાન - દ્વાદશાંગી પરિણામવિશુદ્ધિના હેતુભૂત છે અને તેજ કાર્યને નમસ્કાર પણ કરે છે. માટે બંને વડે એક જ કાર્ય સિધ્ધ થતું હોવાથી નમસ્કાર પણ દ્વાદશાંગાથ છે, એમ કહેવામાં કોઇ પણ જાતિની હરકત નથી. અથવા તો શ્રી વીતરાગસિધ્ધાન્તમાં એક પણ પદ, કે જે સંવેગને પેદા કરનારું તથા મોહજાળને છેદનારૂં છે તે નિશ્ચયથી દ્વાદશાંગાથે માનેલ છે. નમસ્કાર અનેક પદાત્મક હોવા છતાં વ્યવહારથી એક પદ કહેવાય છે : અને ઉપયુક્ત ન્યાયે તે દ્વાદશાંગી, કે જે ગણિપિટક-ગણધરોની પેટી કહેવાય છે, તેના અર્થસ્વરૂપ હોવાથી અતિ નિર્જરા માટે થાય છે, માટે તેની મહાર્થતા કહેલી છે : અને એ જ કારણે અહંન્નમસ્કાર એ અભીક્ષ્ણ એટલે નિરન્તર અને બહુશઃ એટલે વારંવાર કરાય છે. “अरिहन्तनमुक्कारी, सव्वपावप्पणासणो । मंगला णंच सब्वेसिं, पढमं हवइ मंगलं ।।४।।" “અહુનમસ્કાર, એ સર્વ પાપોનો નાશ કરનાર છે અને સર્વ મંગળોમાં પ્રથમ મંગળભૂત છે.” અહીં પાપ” શબ્દની ત્રણ પ્રકારે વ્યુત્પત્તિ થાય છે : જે જીવને મલિન કરે, જે જીવના હિતને પીયે અથવા જે જીવને સંસારમાં રાખે, તે પાપ કહેવાય છે. તત્ત્વથી આઠ કર્મ એજ પાપ છે. અહંન્નમસ્કાર તે સર્વ પાપનો નાસ કરે છે : એટલું જ નહિ, કિન્તુ નામાદિ સર્વ મંગળોમાં અહંન્નમસ્કાર પ્રથમ છે. અથવા મોક્ષરૂપ મુખ્ય પુરૂષાર્થને સાધનાર હોવાથી પ્રધાન છે. અથવા. શ્રી અરિહંતાદિ પાંચ ભાવમંગળોમાં પ્રથમ હોવાથી પ્રથમ છે. અથવા Page 24 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy