SearchBrowseAboutContactDonate
Page Preview
Page 17
Loading...
Download File
Download File
Page Text
________________ એમ જે કહેવાય છે તેની પાછળ અનેક અપેક્ષાઓ રહેલી છે. તેને સમજ્યા વિના જ સદેવ શાશ્વત એવા શ્રી. નવકાર મંત્રને ભાષાત્મક હોવા માત્રથી અશાશ્વત કહી દેવા તૈયાર થવું, એ વિચારકો માટે લેશ પણ શોભાભર્યું નથી. નિક્ષેપ દ્વારા નમસ્કારની સમજ : | નિક્ષેપ શબ્દનો અર્થ “સ્થાપન કરવું' એવો થાય છે. સ્થાપન કરવું, આરોપણ કરવું, ન્યાસ કરવો, ઇત્યાદિ નિમ્પના જ પર્યાય શબ્દો છે. શબ્દનો અર્થમાં અથવા અર્થનો શબ્દમાં આરોપ કરવો, એનું નામ નિક્ષેપ છે. પ્રત્યેક શબ્દના કમતીમાં કમતી કેટલા અર્થ થઇ શકે છે ? એ પ્રશ્નનો ઉત્તર નિક્ષેપ દ્વારા મળી શકે છે. કોઇ શબ્દના ભલે સેંકડો અર્થ થતા હોય અર્થાત સેંકડો અર્થોમાં એનો નિક્ષેપ કરવામાં આવે, તો પણ એના નામ, સ્થાપના, દ્રવ્ય અને ભાવ, -એ ચાર અર્થો તો અવશ્ય થાય જ છે. એને જ ચાર નિક્ષેપ કહેવામાં આવે છે. ‘નમસ્કાર’ શબ્દના પણ નામ નમસ્કાર, સ્થાપના નમસ્કાર, દ્રવ્ય નમસ્કાર અને ભાવા નમસ્કાર -એ ચાર અર્થો થઇ શકે છે, અર્થાત એ ચાર અર્થોમાં ‘નમસ્કાર” શબ્દ વાપરી શકાય છે. નામ અને સ્થાપના : નમઃ” એવું નામ તે નામ નમસ્કાર છે અને નમ: એવા બે અક્ષરો લખવા અથવા નમસ્કાર કરવાને પ્રવર્તેલા સાધુ આદિના “સંકોચિત કરચરણાદિયુત ચિત્રકર્માદિગત આકાર' તે સ્થાપના નમસ્કાર છે. દ્રવ્ય નમસ્કાર : દ્રવ્ય નમસ્કાર બે પ્રકારનો છે. આગમથી અને નો-આગમથી. ઉપયોગ રહિત “નમસ્કાર' એવો શબ્દ બોલનાર આગમથી દ્રવ્ય નમસ્કાર છે. નો-આગમથી દ્રવ્ય નમસ્કાર જ્ઞશરીર, ભવ્ય શરીર અને તવ્યતિરિક્ત, એમ ત્રણ પ્રકારે છે. ૧. જ્ઞાતાનો મૃતદેહ એ નો-આગમથી જ્ઞશરીર દ્રવ્ય નમસ્કાર છે. ૨. ભવિષ્યમાં જાણનારનું શરીર એ નો-આગમથી ભવ્ય શરીર દ્રવ્ય નમસ્કાર છે. ૩. તવ્યતિરિક દ્રવ્ય નમસ્કારના અનેક પ્રકાર છે. જેમકે(અ) મિથ્યાત્વથી ઉપહત નિર્નવાદિનો ભાવ નમસ્કાર પણ દ્રવ્ય નમસ્કાર છે. (બ) ઉપયોગ રહિત સમ્યકત્વવાનનો નમસ્કાર પણ દ્રવ્ય નમસ્કાર છે. (ક) પદ્ગલિક દ્રવ્યને માટે કરાતો દેવાદિકનો નમસ્કાર પણ દ્રવ્ય નમસ્કાર છે. (ડ) ભયાદિના કારણે ભિખારી રાજાને નમસ્કાર કરે, તે પણ દ્રવ્ય નમસ્કાર છે. (ઇ) અસંયતિને ભાવથી કરેલો નમસ્કાર પણ દ્રવ્ય નમસ્કાર છે. ભાવ નમસ્કાર : ભાવ નમસ્કાર પણ બે પ્રકારે છે. આગમથી અને નો-આગમથી ‘નમસ્કાર' ના અર્થને જાણનાર અને તેમાં ઉપયોગવાન આત્માનો નમસ્કાર, આગમથી ભાવ નમસ્કાર છે. મન વડે ‘નમસ્કાર' માં ઉપયોગવાનું “નમો #lહંતા એમ વચન વડે બોલનાર તથા હાથ, પગ, મસ્તકાદિના સંકોચાદિ વડે કાયાથી નમનક્રિયા કરનારનો નમસ્કાર ‘નો-આગમથી ભાવ નમસ્કાર' છે. અહીં ‘નો’ શબ્દ નિષેધવાચક નથી, કિન્તુ મિશ્રવાચક છે. ઉપયોગરૂપ “આગમ' અન વચનકાયાની ક્રિયારૂપ “આગમાભાવ” ઉભયથી મિશ્ર હોવાથી, તેને નો-આગમથી ભાવ નમસ્કાર કહેવાય છે. Page 17 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy