SearchBrowseAboutContactDonate
Page Preview
Page 16
Loading...
Download File
Download File
Page Text
________________ છે. અમૃતસાગરના કુસારાથી સર્વ પ્રકારના વિષના વિકાર નાશ પામે છે, તે ગુણ અમૃતનો છે, નહિ કે-કુસારાઓને લાવનાર પવનનો ! તેમ અન્ય મંત્રોને પણ ળીભૂત કરનાર શ્રી નવકાર મંત્રનું બીજ છે, અર્થાત-બીજરૂપે રહેલ શ્રી નવકાર મંત્ર છે. એ બીજથી રહિત મંત્રો નિ:સાર છે. એજ વાતને તેઓશ્રી નીચેના શબ્દોમાં ક્રમાવે છે જેહ નિર્બોજ તે મંત્ર જુઠા, ક્લે નહીં સોહમ્ હૂઇ અપુઠા, જેહ મહા મંત્ર નવકાર સાધે, તેહ દોઆ લોક અલવે આરાધે.” શ્રી નવકાર મહામંત્ર રૂપી બીજ રહિત મંત્ર સઘળા જૂઠા છે. તે ળતા તો નથી, કિન્તુ નુક્શાન થાય છે. એ કારણે જે આત્માઓ શ્રી નવકાર મહામંત્રનું આરાધન કરે છે, તે આત્માઓ. ઉભય લોકને સંપૂર્ણ કૃતાર્થ કરનારા થાય છે. શ્રી નવકાર મંત્રના વિશેષ ગુણોનું વર્ણન કરતાં, તેઓશ્રી છેલ્લે છેલ્લે ક્રમાવે છે કે “રતન તણી જેમ પેટી, ભાર અલ્પ બહુ મૂલ્ય, ચૌદ પૂર્વનું સાર છે, મંત્ર એ તેહને તુલ્ય : સકલ સમય અત્યંતર, એ પદ પંચ પ્રમાણ, મહસુઅ નંદ તે જાણો, ચુલા સહિત સુજાણ.” રત્નોથી ભરેલી પેટીનું વજન અતિ અલ્પ હોય છે, કિન્તુ મૂલ્ય અમૂલ્ય હોય છે, તેમ શ્રી નવકારમંત્ર એ શબ્દો વડે ટૂંકો છે, કિન્તુ અર્થ વડે અનન્ત છે : ચૌદ પૂર્વનો સાર છે. સર્વ સિધ્ધાન્તની અંદર એ પાંચ પદો પ્રમાણભૂત માનવામાં આવેલ છે અને ચૂલિકાસહિત સમસ્ત શ્રી નવકાર મંત્રને મહા શ્રુતસ્કંધ તરીકે વર્ણવવામાં આવેલ છે. શ્રી નવકાર સિવાય અન્ય શાસ્ત્રોને મહા શ્રુતસ્કંધ નહિ, કિન્તુ કેવળ શ્રુતસ્કંધ તરીકે વર્ણવેલ છે. શ્રી નવકાર મંત્રની ઉત્પત્તિ : શ્રી નવકાર મંત્ર શબ્દાત્મક છે અને શબ્દો એ દ્રવ્યતયા નિત્ય હોવા છતાં. પર્યાયતયા અનિત્ય છે, તેથી શ્રી નવકાર મંત્ર પણ દ્રવ્યતયા નિત્ય માનવો જોઇએ અને પર્યાયતયા અનિત્ય માનવો જોઇએ. શ્રી નવકાર મંત્ર એ ભાષાત્મક હોવાથી સદેવ શાશ્વત નજ હોઇ શકે, એવી દલીલ કરનારા દ્રવ્ય ભાષા અને ભાવ ભાષાનું સ્વરૂપ સમજવા માટે સર્વથા નિષ્ફળ નિવડ્યા છે. દ્રવ્ય ભાષા એ પુદ્ગલાત્મક છે અને પુદ્ગલના પર્યાયો અનિત્ય હોવાથી ભાષાના દ્રવ્યો પણ અનિત્ય જ છે. કિન્તુ ભાવ ભાષા જે આત્માના ક્ષયોપશમરૂપ છે, તે આત્મદ્રવ્યની જેમ નિત્ય છે. આ સ્થળે સમજી લેવું જોઇએ કે-શ્રી જૈન દર્શને માનેલ કોઇ પણ નિત્ય પદાર્થ એ કુટસ્થ નિત્ય નથી, ન્દુિ પરિણામી નિત્ય છે. એટલે આત્મદ્રવ્ય પણ પરિણામી નિત્ય છે. ભાવ ભાષા એ આત્મગુણરૂપ હોવાથી તે પણ પરિણામી નિત્ય છે. શ્રી નવકાર મંત્ર દ્રવ્ય-ભાવ ઉભય સ્વરૂપે શાશ્વત છે : અથવા શબ્દથી અને અર્થથી તે નિત્ય છે, Page 16 of 65
SR No.009181
Book TitleNamaskar Mahamantranu Swarup Part 01
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages65
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size18 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy