SearchBrowseAboutContactDonate
Page Preview
Page 200
Loading...
Download File
Download File
Page Text
________________ તા પરમ કારૂણિક શ્રી જિને થરદેવોએ અગીતાર્થ કે અગીતાર્થની નિશ્રાના વિહારની પણ મના ફરમાવી છે. અનંત ઉપકારી શ્રી જિનેશ્વરદેવની એ આજ્ઞાનું યથાસ્થિત પાલન કરનારા પુણ્યાત્માઓ મિથ્યાત્વ આદિ ભાવઅંધકારથી બચી જાય છે અને એના પ્રતાપે તેઓને નરકગતિ આદિ રૂપ દ્રવ્ય અંધકારમાં આથડવું પડતું નથી. ભાવ અંધકારરૂપ મિથ્યાત્વ આદિનું સ્વરૂપ પણ ભિન્ન ભિન્ન ગતિએ જાણવાની જરૂર છે અને તે હવે પછીત્યાગ કરવા છતાં ઇરાદો તો ત્યાજ્યને મેળવવાનો છે ને? : સૂત્રકાર પર્ષિ શ્રી સુધર્માસ્વામિજી મહારાજાએ ફરમાવેલા આ છઠ્ઠા અધ્યયનના પ્રથમ ઉદેશના બીજા સૂત્રની અવતરણિકા કરતાં ટીકાકાર મહર્ષિ શ્રી શીલાં કસૂરિજી મહારાજા ફરમાવી ગયા કે આ બીજું સૂત્ર સૂત્રકાર મહર્ષિએ, સંસારવર્તિ પ્રાણીઓને સંસાર ઉપર નિર્વેદ અને વૈરાગ્ય ઉત્પન્ન થાય એ માટે ફરમાવ્યું છે.” આ ઉપરથી એ વસ્તુ સ્પષ્ટ રૂપમાં પતીત થાય છે કે- નિર્વેદ અને વૈરાગ્ય વિના સ્વજનાદિકનું ધૂનન એ અશક્ય છે. શ્રી જિનેશ્વરદેવના ધર્મ પ્રત્યે રૂચિ થવા માટે પણ સામાન્ય રીતના નિર્વેદ અને વૈરાગ્યની આવશ્યક્તા છે. અવિવેકરૂપ અંધતા ગયા વિના મિથ્યાત્વાદિરૂપ અંધકારમાં આથડવાનું મટી શકતું નથી. મિથ્યાત્વરૂપ અંધકારમાં આથડતા આત્માઓને શ્રી જિનેશ્વરદેવના માર્ગ પ્રત્યે રૂચિ ન જાગે એ સહજ છે. ચાહે શeોદય હોય કે અશુભોદય હોય, પણ આમાંની એકપણ ચીજ આત્માની નથી, એ સમજાય તો સંસારના પદાર્થો ઉપરની રૂચિ ઘટે અને તોજ શ્રી જિનેશ્વરદેવનો માર્ગ હૈયામાં પેસે : માટે ધર્મોપદેશકે સૌથી પહેલાં સંસારનું મમત્વ ઘટાડવાનો પ્રયત્ન કરવો જોઇએ. જયાં સુધી એ ન થાય ત્યાં સુધી ડગલે ને પગલે વાંધા આવવાના. એવી દશામાં ત્યાજયને તજવું જોઇએ અને તજીએ એને ઇચ્છવું ન જોઇએ, એ વસ્તુ બનવી મુકેલ છે. લક્ષ્મીનું દાન દેનારો લક્ષ્મી માટે દાન દે ? પાંચસે માટે પાંચનું દાન દે ? નહિ, છતાં પણ એ તો આજે ચાલુ જ છે. એવીજ રીતિએ શીલ, તપ અને ભાવમાં પણ સાંસારિક ધ્યેયનું જ પોષણ ચાલી રહ્યું છે : એટલે કે-ત્યાજયને મેળવવાના ઇરાદે મોટે ભાગે ધર્મપ્રવૃત્તિ ચાલી રહી છે. આથી બચવા માટે દાનાદિકનું વિધાન શ્રી જિનેશ્વરદેવનું શાસન શા માટે કરે છે, એ ખાસ જાણવાની જરૂર છે. પ્રભુ શ્રી જિનેશ્વરદેવના શાસનમાં દાનાદિકનું વિધાન એક સંસારથી મક્તિ મેળવવા માટે જ કરવામાં આવ્યું છે. એ ચારેમાં સંસારનો ત્યાગ સિવાય અન્ય કોઇ વસ્તુ જ નથી. સંસારનો ત્યાગ, એ જ એ ચારેનું ધ્યેય છે. લોભી વૈદ્ય અને માની ગર ! : સભામાંથી- આ પ્રમાણે હોવા છતાં પણ ત્યાગની સામે ઘોંઘાટ કેમ ? ત્યાગની સામે ઘોંઘાટનું કારણ એક જ છે ક-મળેલું પણ મૂકવું પડે છે. ઘોંઘાટ કરનારા કહે છે કે- “પુણ્યોદયે મળેલી સામગ્રી પણ ભોગવવાની કેમ ના પાડો છો ? અમે ખાઇએ-પીઇએ Page 200 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy