SearchBrowseAboutContactDonate
Page Preview
Page 199
Loading...
Download File
Download File
Page Text
________________ સંપ્રયોગો શોક કરાવે છે, ધનહરણો એટલે લુંટારાઓ તેના ધનને ઉઠાવી જઇને તેને દીન હીન બનાવી દે છે, સ્વજનોનાં મરણો તેને આકુળ વ્યાકુળ કરી નાખે છે અને અનેક પ્રકારના અધ્યવસાયો તેને વિવલ બનાવી દે છે. તથા એ જીવ કોઇપણ રીતિએ દેવજન્મને પામે તો તે જન્મમાં પણ એ બચારો વિવિધ પ્રકારની વેદનાઓથી ગ્રસિત થાય છે. દેવલોકમાં પણ પરવશ બનેલા એ આત્માને શક આદિની આજ્ઞાઓ ઉઠાવવી પડે છે, પારકાના ઉત્કર્ષનું દર્શન કરવાથી તેને ઘણોજ ખેદ થયા કરે છે, ઇચ્છિત વસ્તુ નહિ મળવાનાં કારણ તરીકે પૂર્વજન્મમાં કરેલો જે પ્રમાદ તેના સ્મરણથી પણ તે પીડાય છે, અસ્વાધીન એવી અમરસુંદરીઓની પ્રાર્થનાથી એટલે જે અમરસુંદરીઓ પોતાને વશ થાય તેવી ન હોય તેઓને કરેલી પ્રાર્થનામાં મળેલી નાસી પાણીથી અથવા પ્રાર્થના કરતી અમર સુંદરીઓની ઇચ્છાને પૂર્ણ કરવાની શક્તિ ન હોવાના કારણથી તેને અંતરમાંને અંતરમાં ઘણું જ બળ્યા કરવું પડે છે, ઇચ્છિત નહિ થવાના નિદાનની ચિંતાથી સદાય તેના હૃદયમાં શલ્ય રહ્યાજ કરે છે, અલ્પ ઋદ્ધિવાળો હોવાથી તે મોટી ઋદ્ધિવાળા દેવોના સુમદાયથી નિંદાયા કરે છે, પોતાના ચ્યવનનાં દર્શનથી તે વિલાપ કરે છે અને અતિશય નજીક આવી ગયું છે મૃત્યુ જેનું એવા તે આજંદ કરે છે તથા સઘળીજ અશુચિના સ્થાનભૂત ગર્ભના કલકમલમાં ત્યાંથી ચ્યવીને તે પડે છે. અંધકારથી બચવાના ઉપાય : ભાવ અંધતાનું આ કારમું પરિણામ વિચારવાથી સમજી શકાશે કે- આખાએ આ સંસારનું મૂળ કારણ જ એ ભાવઅંધતા છે. એ ભાવઅંધતાજ આત્માને ઉભય પ્રકારના અંધકારમાં પટકે છે. ભાવઅંધતાના પરિણામે ઉભય પ્રકારના અંધકારમાં પટકાયેલા આત્માઓની કેવી દશા થાય છે એ આપણે શ્રી સિદ્ધર્ષિ ગણિવરના કથનથી સારી રીતિએ જોયું. ભાવઅંધતા એટલે વિવેકનો અભાવ અથવા તો વિવેક સંપન્ન મહાપુરૂષોની નિશ્રાનો અભાવ. વિવેક કે વિવેકી મહાપુરૂષોની નિશ્રાના અભાવરૂપ ભાવઅંધતામાં પડેલા આત્માઓ મિથ્યાત્વ, અવિરતિ, પ્રમાદ અને કપાય આદિ રૂપ ભાવઅંધકારમાં કેવી રીતિએ ફસાય છે અને એના પરિણામે “નરકગતિ' આદિ દ્રવ્ય અંધકારમાં એની શી દશા થાય છે એનો ખ્યાલ આપણને પરમ ઉપકારી શ્રી સિદ્ધર્ષિ ગણિવર આ કથનદ્વારા સારામાં સારી રીતિએ સમર્પે છે. જો એ ઉભય પ્રકારના અંધકારમાં આથડવાની ઇચ્છા આપણી ન હોય તો આપણી ફરજ છે કે-આપણે અનંત ઉપકારીઓ ના શાસનની સુંદરમાં સુંદર સેવા કરવા દ્વારા સવિવેકરૂપી ભાવચક્ષુ મેળવવા સતત પ્રયત્નશીલ રહેવું જોઇએ અને જયાં સુધી એ ભાવચક્ષની પ્રાપ્તિ આપણને ન થાય ત્યાં સુધી એ એકાંત ઉપકારક પ્રભુશાસનના સારને પામવાથી પરમ વિવેકસંપન્ન બનેલા પુણ્યપુરૂષો ની નિશ્રામાં રહેવારૂપ જે ભાવચક્ષુ તેનો આપણે કદીપણ ત્યાગ કરવો જોઇએ નહિ. સંપૂર્ણ વિવેકરૂપ ભાવચક્ષુ પ્રગટ ન થાય ત્યાં સુધી વિવેકસંપન્નરૂપ ભાવચક્ષુની સેવા કલ્યાણના અર્થિ આત્મા માટે અતિશય આવશ્યક છે. એ કારણે Page 199 of 24
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy