SearchBrowseAboutContactDonate
Page Preview
Page 181
Loading...
Download File
Download File
Page Text
________________ मया दुखं विसोढव्यं, वढेन निजकर्मणा //// रतेरिव निधानानि क्च तारताः सुरयापितः । क्चाशुचिस्यन्दवीभ सा, भोक्तव्या नरयोपितः //८1/" હા પ્રિયાઓ ! હા વિમાનો ! હા વાવડીઓ ! અને હા સુરક્રુમો ! હવે મારે તમને ક્યાં જોવાં કારણ કેહણાઈ ગયેલું દૈવ, મારાથી તમારો વિયોગ કરાવે છે : ખરેખર મારી કાત્તાનું સ્મિત એ સુધાની વૃષ્ટિ છે ! બિમ્બાધર એ પણ સુધા છે અને વાણી સુધાવર્ષિણી છે અર્થાત્ મારી કાન્તા એ સુધામયજ છે ! હા રત્નઘટિત સ્તમ્ભો ! હો શ્રીમનમણિ કુટ્ટિમ ! હા રત્નમયી વેદિકાઓ ! તમે હવે કોના આશ્રયે જશો ? હા રત્નમય સોપાનોથી વ્યાપ્ત અને કમલ તથા ઉત્પલથી માલિત એવા આ પૂર્ણ વાપીઓ કોના ઉપભોગને માટે થશે? હે પારિજાત ! હે મન્દાર! હે સન્તાન! હે હરિચંદન ! હે કલ્પદ્રુમ ! શું તમે બધાય આ જનને મૂકી દેશો? હા હા અવશ એવા મારે સ્ત્રીગર્ભરૂપ નરકમાં વસવાનું. હાહા મારે વારંવાર અશુચિરસનો આસ્વાદ કરવાનો ! હા હા મારે મારાં પોતાનાં બાંધેલાં કર્મોના પ્રતાપે જઠરરૂપી અંગારાની ગાડીના પાકથી ઉત્પન્ન થતા દુઃખને સહન કરવાનું ! હા હા રતિના નિધાનસમી તે તે દેવાંગનાઓ ભોગવવી એ ક્યાં અને અશુચિનાં ઝરણાંથી બીભત્સ એવી મનુષ્ય સ્ત્રીઓને ભોગવવી એ ક્યાં? આ પ્રમાણે દેવલોકની વસ્તુઓનું સ્મરણ કરી કરીને કારમો વિલાપ કરતા દેવો, દીપક જેમ બુઝાઇ જાયતેમ એક ક્ષણની અંદર ચ્યવી જાય છે. આ વર્ણન ઉપરથી સૌ કોઇ સમજી શકશે કે સુખરૂપ ગણાતી દેવગતિમાં પણ સુખ નથી કિંતુ દુઃખનુંજ સામ્રાજય છે, એટલે સંસારમાં એવું કોઇ પણ સ્થાન નથી કે જયાં દુઃખના લેશ વિનાનું, સંપૂર્ણ અને શાશ્વત સુખ હોય એજ કારણે ઉપકારીઓ આ સંસારને દુઃખમય-દુઃખફલક અને દુઃખપરમ્પરક તરીકે ઓળખાવે છે. દુ:ખમય, દુ:ખફલક અને દુઃખપરમ્પરક છે એજ કારણે સંસાર ભાવનાનો ઉપસંહાર કરતાં કલિકાલ સર્વજ્ઞા ભગવાનું શ્રી હેમચંદ્રસૂરીશ્વરજી મહારાજા ફરમાવે છે કે "एवं नारित सुखं चतुर्गतिजुपामप्यत्र संसारिणां, दुखं केवलमेव मानसमयो शारीरमत्यायतम । ज्ञात्वं ममतानिरासविधये ध्यायन्तु शुद्धाशया, 38%IqWqનાં ITIછે HMÇ ચઢિ //9/?' હે શુદ્ધ આશયને ધરનારા ભવ્ય આત્માઓ ! જો તમે ભવભયનો ઉચ્છેદ કરવા માટે ઉજમાળ હો તો‘અમે કહી આવ્યા તે પ્રમાણે ચારેગતિને ભજનારા સંસારી આત્માઓને આ સંસારમાં સુખ નથી પણ કેવલ માનસિક અને શારિરીક અતિશય દુઃખજ છે.” એ પ્રમાણે જાણીને પૌલિક પદાર્થ માત્ર પ્રત્યેની જે મમતા તેનો નાશ કરવાને માટે અશ્રાન્તપણે ભવ ભાવનાને ભાવો. દેવગતિનું વર્ણન સમાપ્ત Page 181 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy