SearchBrowseAboutContactDonate
Page Preview
Page 130
Loading...
Download File
Download File
Page Text
________________ છઠ્ઠા ભાગમાં સાત દિવસ સમસ્ત કળાઓને જાણનાર બને છે. અને સાતમા ભાગમાં સાત દિવસ યૌવન અવસ્થા પામીને ભોગ સમર્થ બને છે. પછી કેટલાક તો સમકિતને યોગ્ય બને છે. સમકિતની યોગ્યતા અપત્યા પાલણ પૂરી થયા પછી કહી પણ પ્રજ્ઞાપનાની વિશેષ વૃત્તિમાં તો ઉત્કૃષ્ટ આયુવાલા એટલે ત્રણ પલ્યોપમના આયુવાલા છ માસ આયુ બાકી રહ્યુ હોય ત્યારે વૈમાનિકનું આયુષ્ય બાંધે છે તે વખતે સમ્યક્ત્વનો લાભ થયેલો હોય છે. એમ કહે છે એટલે એનો અર્થ એ છે કે વૈમાનિકનું આયુષ્ય સમકિતી મનુષ્યો બાંધતા હોવાથી એ રીતે લખેલ છે. બીજી વાત- છએ આરાના ભાવમાં સમ્યક્ત્વ સામાયિક અને શ્રુત સામાયિક આ બન્ને સંભવે છે માટે સમકિત હોય છે. એમ નક્કી થાય છે એટલે કેટલાક જીવોને સમકીત હોય અથવા નવું પણ પામી શકે છે એમ થાય છે. ત્રીજો મત- પરંતુ આવશ્યકની મલયિગિર કૃત વૃત્તિમાં દેશોન કોટી પૂર્વ આયુષ્યથી વધુ આયુષ્યવાળાને સમકિત સંભવતું નથી એમ જણાય છે. એમ ત્રણ મત છે. તત્વ કેવલી ભગવંતો જાણે. મલયગિરિજી મહારાજાની વાતમાં એમ જણાય છે કે સમકિત સાથે દેશવિરતિ કે સર્વ વિરતિ રૂપ ભાવને પ્રાપ્ત કરી ન શકે અથવા સમિકતી જીવો દેશોન પૂર્વકોટી આયુષ્યવાળાથી અધિક આયુવાળા દેશ વિરતિ કે સર્વ વિરતિ ન પામે એમ અર્થ હોઇ શકે એમ જણાય છે. કારણકે કર્મ પ્રકૃતિ આદિમાં મલયગિર મહારાજાએ યુગલિક જીવોને સકિત હોય એમ જણાવેલ છે અને નવું પણ પામે એમ પણ કહેલ છે. તત્વ કેવલી ભગવંતો જાણે. આ જીવો ને જે ઇચ્છિત પદાર્થો જોઇએ તે કલ્પવૃક્ષોથી મેળવે છે. ફળ, ફુલાદિ પદાર્થો રસકસથી ભરપુર હોય છે. શુભવર્ણ, ગંધ, રસ અને સ્પર્શ ઉત્તમ પ્રકારના હોય છે. બધાને પહેલું સંઘયણ અને પહેલું સંસ્થાન હોય છે. મંદ કષાય હોય છે. જાતિ વૈરવાલા સિંહ, વાઘ, અજગર આદિ પણ કાળ અને ક્ષેત્રના સ્વભાવે (પ્રભાવે) રૌદ્ર અને હિંસક પરિણામવાળા હોતા નથી. પંચેન્દ્રિય તિર્યંચોમાં ચતુષ્પદ અને પક્ષીઆ ગર્ભજ હોય છે. ઉપરિસર્પ, ભુજપરિસર્પ અને સમુચ્છિમ પંચેન્દ્રિય તિર્યંચો હોતા નથી એટલે પશુઓ પણ અલ્પકષાયી હોય છે. પુણ્યનો ભોગવટો અને ઉપભોગ સારી રીતે કરે છે. આયુષ્ય પૂર્ણ થયે પોતાના આયુષ્ય જેટલા આયુષ્યવાળા દેવો અથવા એથી ઓછા આયુષ્યવાળા દેવ તરીકે ઉત્પન્ન થાય છે પણ એથી અધિક આયુષ્યવાળા દેવો થતા નથી કારણકે તથા સ્વભાવથી એવા આયુષ્યનો બંધ થઇ શકતો નથી. છ મહિના બાકી રહે ત્યારે એક જ નર માદાને જોડલા રૂપે જન્મ આપે છે. એ જોડલું અરસ પરસ વિષયનો ભોગવટો કરે છે. શરીરની સુંદરતા રૂપ વગેરે અતિશય હોવા છતાં વિષયાસક્તિ ઓછી હોય છે. અનાચારનો વિચારપણ પ્રાયે આવતો નથી. હાથી, ઘોડા વગેરે હોવા છતાં યુગલિક મનુષ્યો પાદચારી જ હોય છે એટલે તેનો ઉપયોગ કરતા નથી. ગાય, ભેંસાદિ મધૂર દૂધ આપવા વાળા હોવા છતાં દોહતા નથી. જમીનમાં પણ ઘાસની જેમ (વાવવાદિ પ્રયત્ન કર્યા સિવાય) શાળી, ગોધૂમ વગેરે ઔષધિઓ, ફળો વગેરે થાય છે. પણ કોઇ ઉપયોગ કરતું નથી. સર્વ યુગલિકો અહમિન્દ્રો જેવા હોય છે. માટીપણ શર્કરાથી ઘણી જ સ્વાદિષ્ટ હોય છે. ગંદકી, કચરો વગેરે સિવાય સર્વ ઠેકાણે સ્વચ્છતા હોય છે. યુગલિકમાં પણ અકાલ મૃત્યુ સંભવે છે. એમ પંચ સંગ્રહમાં કહલ છે. આજ દેવકુરૂ ક્ષેત્રની જેમ મેરૂ પર્વતની ઉત્તરમાં પણ ઉત્તરકુરૂ ક્ષેત્ર આવેલું છે. તેનાં ભાવો તેના યુગલિકનો આહાર વગેરે બધા ભાવો દેવકુરૂ ક્ષેત્રની જેમ જ હોય છે. એટલે ત્યાં સદા પહેલો આરો હોય છે. Page 130 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy