SearchBrowseAboutContactDonate
Page Preview
Page 128
Loading...
Download File
Download File
Page Text
________________ (૨૮) વપ્રાવતી અપરાજીતા (૨૯) વલ્થ ચન્દ્રપુરા (૩૦) સુવલ્લુ ખગપુરા (૩૧) ગંધીલ અવધ્યા (૩૨) ગંધીલાવતી અયોધ્યા મેરૂની દક્ષિણે ૨૫0 યોજન ભદ્રશાલ વન છે. તે વનના છેડે પૂર્વ, પશ્ચિમ ભાગમાં બે ગજદંત ગિરિઓ, ઘટીને પહોળાઇમાં તરવારની ધાર જેવા થયેલા અને વધીને ઉંચાઇમાં ૫00 યોજન થયેલા બન્ને મલે છે. આ બન્ને નિષધ પર્વતમાંથી નીકળેલા છે. અને નીકળ્યા તે સ્થાને બન્નેનું અંતર ૫૩000 યોજનનું છે. ૪00 યોજન ઉંચા છે અને પૂર્વ, પશ્ચિમ પહોળાઇ ૫00 યોજન છે. ત્યાંથી નીકળી ક્રમસર પહોળાઇમાં ઘટતાં ઉંચાઇમાં વધતા પરસ્પરનું અંતર ઓછું કરતાં અને નિષેધ પર્વત સાથેનું અંતર વધારતાં ભદ્રશાલ વનના છેડે મલતી વખતે પહોળાઇમાં તરવારની ધાર જેવા થયેલા ઉંચાઇમાં ૫00 યોજન થયેલા પરસ્પર આંતરા રહિત થયા છે. ત્યાં નિષધથી ૧૧૫૯૨ ૨/૧૯ યોજના અંતર છે. બન્ને ગિરિઓ મલી ગયે ધનુષાકાર થઇ ગયેલ છે. આ બન્ને ગિરિના ધનુષાકાર થયેલ આંતરામાં દેવકુરૂ નામનું યુગલિક ક્ષેત્ર આવેલું છે. મેરૂની ઉત્તર તરફ પણ દક્ષિણની જેમ એટલે દેવકુફ ક્ષેત્ર જે રીતે રહેલું છે તેમાં જે રીતે પર્વતો વગેરે આવેલા છે તેજ પ્રમાણે ધનુષાકારે થયેલ પર્વતોના મધ્યભાગમાં ઉત્તર કુરૂક્ષેત્ર આવેલું છે. મેરૂથી પશ્ચિમ તરફની ભૂમિ ક્રમસર નીચી ઉતરતી છે. તે પ્રમાણે ૪૨000 યોજને ૧000 યોજન નીચી છે. જગતી પાસે તો તેનાથી પણ નીચી છે. મેરૂથી ૩૭૮૦) યોજને અધોગામની શરૂઆત થાય છે. જેથી ૨૪મી અને ૨૫મી વિજયો અધોગ્રામમાં ગણાય છે. તેવીસમી અને છવ્વીશમીનો પણ અમુક ભાગ અધોગ્રામમાં આવેલો છે. નવસોથી નીચેનો ભાગ અધોગ્રામ કહેવાય છે. પણ શાસ્ત્રમાં ૨૪મી અને ૨૫મીના કેટલાક નગરો અધોગ્રામમાં છે. તેમ જણાવેલ છે. પણ તે કર્ણ ગતિએ હશે. દરેક વિજયની મધ્યમાં પૂર્વ, પશ્ચિમ, લાંબા, વૈતાઢ્ય પર્વત છે અને દક્ષિણ ઉત્તર વહેતી તેમજ ઉત્તર દક્ષિણ વહેતી પૂર્વ તરફ એક અને પશ્ચિમ તરફ એક એમ બે નદીઓ હોવાથી દરેક વિજયના છ ખંડ હોય છે. દેવકુફ અને ઉત્તરકુરૂ આ બન્ને ક્ષેત્રો મહાવિદેહ ક્ષેત્રમાં જ ગણાય છે. જેથી નિષધ અને નિલવંત પર્વતની વચમાં મહાવિદેહ ઉત્તર-દક્ષિણ ૩૩૬૮૪ યોજન અને ૪ કલા છે. મહાવિદેહની દક્ષિણે નિષધ પર્વત અને ઉત્તરે નિલવંત પર્વત છે. મહાવિદેહના પૂર્વ-પશ્ચિમ છેડે લવણ સમુદ્ર છે તે એક લાખ યોજન છે. પૂર્વ તરફનું માપ- ૮ વિજયનું ૧૭૭૩૦ યોજન ૪ વક્ષકાર પર્વતનું ૨૦OOયોજન ત્રણ આંતર નદી ૩૭૫ યોજન ભદ્ર શાલ વન ૨૨૦૦૦ યોજન છેડે જગતી પાસેનું વન ૨૯૨૨ યોજન ૪૫000 યોજન થાય છે. Page 128 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy