SearchBrowseAboutContactDonate
Page Preview
Page 106
Loading...
Download File
Download File
Page Text
________________ તેઓ માટે લીલાલહેરજ હોય છે અને જેઓ આ દુન્યવી સુખમાં મસ્ત બનીને પુણ્ય અને પાપ તથા એ ઉભયના પ્રતાપે મળતાં સ્વર્ગ અને નરકનો અસ્વીકાર કરી યથેચ્છપણે મ્હાલવામાં અને રાચવામાંજ મશગુલ રહે છે; તે આત્માઓ મુક્તિસુખને તો નથીજ પામી શકતા પણ આ સંસારમાંય બૂરામાં બૂરી દુર્દશા ભોગવે છે. એક આ લોકની સાધનામાંજ સર્વસ્વ સમજી અનીતિ આદિ પાપકર્મમાં રક્ત બનેલા આત્માઓ નથી સુખી થતા આ લોકમાં કે-નથી સુખી થતા પરલોકમાં. ખરેખર એવા આત્માઓની દશાજ કોઇ ભયંકર છે. કેવલ મતિકલ્પનાના નાદે ચઢેલા એ બીચારાઓને દેવ, ગુરૂ અને ધર્મ વિગેરે સઘળુંય હંબગજ લાગ્યા કરે છે. એવા આત્માઓ સમક્ષ શ્રી વીતરાગપરમાત્મા અને એ પરમતારક પરમાત્માની સમતા રસને ઝરતી પ્રતિમાની ઉપાસના કરવાની વાત કરો તો પણ તેઓ છેડાઇ પડે છે અને બોલી ઉઠે છે કે- ‘પરમાત્માને ભાળ્યાજ કોણે છે અને નિર્જીવ પ્રતિમામાં ભર્યું પણ શું છે ?' પણ આવું બોલતાં તેઓને એ યાદ નથી આવતું કે- ‘અમે અમારા પૂર્વજોને વિના ભાળ્યે માનીએ છીએ તેનું શું અને હાડ, માંસ, ચરબી અને રૂધિર આદિ બિભત્સ વસ્તુઓથી ભરેલી અમારી સ્ત્રીઓની પ્રતિમાને હૃદય સરસી ચાંપીને ફરીએ છીએ તેનું શું ?’ આવા વિચારહીન અને વિવેકવિકલ આત્માઓ, હ્રદયપૂર્વક આત્મા, પરલોક અને પુણ્ય પાપ આદિને નહિ માનનારા હોવાથી તેઓ આ લોકનાજ એક ઉપાસક બને એમાં આશ્ચર્ય શું છે ? એવા આત્માઓને, એક મોક્ષમાર્ગનાજ પ્રચારક મુનિવરો અને અનંતજ્ઞાની શ્રી જિનેશ્વર દેવોએ અસાધારણ રીતિએ અનુભવીને ઉપદેશેલો અજોડ મુનિમાર્ગ ન રૂચે એ સર્વથા સંભવિત છે. ૫૨મતા૨ક તીર્થો અને તેની ભક્તિના પ્રકારો તથા એવાજ બીજાં પરમવીતરાગ પરમર્ષિઓએ પ્રરૂપેલાં : એજ કા૨ણે ૫૨મ વીતરાગતાની પ્રાપ્તિ માટે અવશ્ય ઉપયોગી અનુષ્ટાનો પણ એવા આત્માઓને અરૂચિકર થાય એ પણ આશ્ચર્યજનક નથી. એવી એવી કારમી મનોદશાના કારણે એવા આત્માઓ સ્થાવર તીર્થો અને જંગમતીર્થોની ભક્તિ છોડીને અનેક પ્રકારે આશાતના કરવામાંજ ઉદ્યમશીલ થાય છે. એવા આત્માઓની દુર્દશાનું વર્ણન કરતાં પંડિત વીરવિજયજી પણ નવ્વાણું પ્રકારની પૂજાઓ પૈકીની અગીઆરમી પૂજામાં કહે છે કેઃ “આશાતના કરતાં થકાં ધનહાણી, ભુખ્યાં ન મળે અન્નપાણી, કાયા વળી રોગે ભરાણી, આ ભવમાં એમ....તી. ૧. પરભવ પરમાધમામીને વશ પડશે, વૈતરણી નદીમાં ભળશે, અગ્નિને કુંડે બળશે, નહીં શરણું કોઇ તી. ૨.’ આજ હેતુથી એવા આત્માઓની છાયાથી પણ સુખના અર્થિ અત્માઓએ અલગ રહેવું જોઇએ. કારણ કે એવા આત્માઓનો સંસર્ગ પણ ભયંકર છે. એવા આત્માઓ સ્વયં દુર્ગતિના માર્ગે પ્રયાણ કરવા સાથે અન્ય આત્માઓને પણ એવા ઉન્માર્ગે જવાની સતત પ્રેરણા કર્યા કરે છે : નાસ્તિક્તાના પ્રતાપે એવાઓનો આત્મા આરંભથી ડરતો પણ નથી અને પરિગ્રહથી પાછો પણ હઠતો નથી. બહુ આરંભ અને બહુ પરિગ્રહમાં રક્ત બનેલા આત્માઓ ભણ્યાભક્ષ્યનો વિવેક પણ ભૂલે છે અને પરિણામે ક્રુર બને છે. ક્રુરતાના પ્રતાપે રૌદ્રપરિણામી બને છે અને એ રૌદ્રપરિણામના યોગે નરકના આયુષ્યનો બંધ થાય છે. એ બંધના યોગે અનીચ્છા હોય તો પણ Page 106 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy