SearchBrowseAboutContactDonate
Page Preview
Page 105
Loading...
Download File
Download File
Page Text
________________ જીવો એ પીડાથી અકળાઈને ભાગવા માંગે તો ભાગી શકે તેમ નથી અને મરવા ઇચ્છે તો મરી શકે તેમ નથી. નરકના જીવોનું આયુષ્ય જ એવું છે કે તે તુટે જ નહિ. આયુષ્ય તુટી શકે તેવું નહિ હોવાથી અને મર્યા વિના ત્યાંથી છૂટી શકાય તેમ નહિ હોવાથી ત્યાં ઉત્પન્ન થયેલા જીવોને ત્યાંની એ કારમી શીત વેદના અને ઉષ્ણ વેદના ગમે તે પ્રકારે ભોગવ્યે જ છૂટકો છે. અહીંઆ નાસ્તિતાના ઉપાસક બનેલા જે આત્માઓ “નરક છે' એવા જ્ઞાનીઓના કથનને નહિ સ્વીકારી, યથેચ્છપણે ઘોર આરંભ અને ઘોર પરિગ્રહની ભાવનાને પેદા કરનારી, પોષનારી, વધારનારી અને ખીલવનારી પ્રવૃત્તિમાં રાચ્યા માચ્યા રહે છે, અભક્ષ્યોના ભોજનમાં રક્ત બને છે, અપેયના પાનમાં પાગલ બને છે અને એ બધીય વસ્તુના નિષેધક સદ્દગુરૂઓ અને શાસ્ત્રોની સામે જેહાદ પોકારે છે તે આત્માઓને એ સઘળાય ઘોર પાપના પ્રતાપે નરકે ગયા વિના છૂટકો નથી અને ત્યાં ગયા પછી નહિ માનવા છતાં પણ એવી કારમી વેદનાઓ ભોગવ્યા વિના બીજો કોઇ પણ રસ્તો જ નથી. અર્થાત કોઇ પણ આત્માને પછી તે માને કે ન માને પણ પાપના ફલ તરીકે મળેલી નરકમાં ગયા પછી ત્યાંની અ કારમી પીડા તો નરકમાં રહેવાનું આયુષ્ય જ્યાં સુધી પુરૂં થાય ત્યાં સુધી ભોગવવી જ પડે છે. એ કારણે ચરમશરીરી શ્રી મૃગાપુત્રજી પણ પોતાને પૂર્વાવસ્થામાં પાપના પ્રતાપે ભોગવવી પડેલી શીત અને ઉષ્ણ વેદનાનું વર્ણન કરતાં પોતાના માતા પિતા પ્રત્યે કહે છે કે - , udોડvid[[[ ત8 / नएसुवेअणा उपहा, अर र [ 1 या वेइआ गए //91/ जहा इह इमं सी, एतोण्णंतगुणा तहिं / नएसु वेअणा सोआ, अर र । [ वा वेइआ गए //27/ જે નરકોમાં હું ઉત્પન્ન થયો હતો તે નરકોની ભૂમિમાં ભૂમિ સંબંધી જ ઉષ્ણતા એવી હતી કે- “આ મનુષ્યલોકમાં રહેલા અગ્નિમાં જે ઉષ્ણતા છે તેના કરતાં પણ અનંતગુણી થાય.” એવી અશાતાને ઉત્પન્ન કરનારી ઉષ્ણ વેદના તે તે નરકગતિઓમાં મેં ભોગવેલી છે. અને જે નરકોમાં હું ઉત્પન્ન થયો હતો તે નરકોમાં શીત વેદના એવી હતી કે- “આ મનુષ્યલોકમાં મહામાસ આદિમાં સંભવતી જે શીત તેના કરતાંય અનંતગુણી થાય.” એવી અશાતાને ઉત્પન્ન કરનારી શીત વેદના પણ તે તે નરકોમાં મેં એટલે મારા આત્માએ વેદી છે. આ વસ્તુવર્ણન આસ્તિક્તાના ઉપાસકોને સમજાવે છે કે-કર્મથી પરવશ બનેલા આત્માઓ, સુખી થવાના ઇરાદે જે ઘોર પાપ પ્રવૃત્તિઓ હૃદયપૂર્વક આચરી રહ્યા છે તેના પ્રતાપે તે આત્માઓને એવી દુઃખદ દશામાં મૂકાવું પડવાનું છે કે-જેનું વર્ણન વચનાતીત છે. અનંત જ્ઞાનીઓનું આ કથન નાસ્તિક બની ગયેલા આત્માઓને ભલેજ ન સાચું લાગે પણ આસ્તિક આત્માઓને તો એ સાચું લાગવું જ જોઇએ. એ કથન જે પુણ્યાત્માઓને સારું લાગે છે તે પુણ્યાત્માઓ સહેજે સહેજે અનેક કુર પાપકર્મોથી બચી જાય છે. પાપકર્મોથી બચનારા આત્માઓ ન ઇચ્છે તો પણ સુખ તેમનો સાથ છોડતું નથી. અર્થાત એવા આત્માઓ શાશ્વત સુખને ન પામે ત્યાં સુધી આ દુનિયામાં પણ Page 105 of 234
SR No.009178
Book TitleJeev Vichar
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages234
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size60 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy