SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ ઝાંખી પણ થાય નહિ. આજે ઘણાં કહે છે કે અમોને ધ્યાન કરતાં કરતાં આંશિક આત્મદર્શનની અનુભૂતિ થાય છે. પ્રકાશ પ્રકાશ જેવું દેખાય છે તો જ્ઞાનીઓ કહે છે કે એ આત્મદર્શન નથી જગતમાં એવા ઘણાં પુદગલો પ્રકાશવાળા રહેલા છે કે જે આપણે ચક્ષથી જોઇ શકતા નથી. એવા પુગલોને તે ધ્યાનના માધ્યમથી-મનની સ્થિરતાથી દેખી શકે. આત્માતો અરૂપી છે તેનું સુખ પણ અનંતવીર્ય રૂપે અરૂપી છે એ કોઇ દિ' દેખી શકાય નહિ માટે એવા પુગલોના દર્શનને આત્મદર્શન થયું-આત્માને જોયો કેવા પ્રકારનો છે એ ખબર પડી એમ જે માનવું તે મિથ્યાજ્ઞાન રૂપે બની શકે છે. બાકી આત્માને આત્મપ્રદેશોને કેવલજ્ઞાનો સિવાય કોઇ જોઇ શકતું નથી. આ કાળમાં કેવલ જ્ઞાન છે નહિ માટે તે દેખાય નહિ. પણ એ આત્મદર્શનની. આંશિક અનુભૂતિ જરૂર થઇ શકે છે તે અનુભૂતિ ધ્યાનથી થતી નથી પણ ગ્રંથીભેદથી થઇ શકે છે. અનાદિ કાળથી ભટકતો એવો જીવ અનુકૂળ પદાર્થોમાં સુખની શોધ કર્યા કરે છે અને આ સુખ સર્વસ્વ રૂપે એજ છે. એવી એની દ્રઢ માન્યતા છે એ માન્યતાના પ્રતાપે જેમ જેમ પુણ્યના ઉદયથી અનુકૂળા સામગ્રી મલતી જાય છે તેમ તેનો રાગ ગાઢ થતો જાય છે પણ એને ખબર નથી કે દુનિયામાં આનાથી ચઢીયાતું સુખ છે અને તે મારી પાસે મારા આત્મામાં જ રહેલું છે. અનુકૂળ પદાર્થોન સુખ ઇચ્છા મુજબનું મલ્યા પછી બીજી અનેક ઇચ્છાઓ સુખની પેદા કરાવે છે માટે એ સુખને જ્ઞાનીઓ દુ:ખરૂપે કહે છે. જ્યારે આત્મામાં રહેલું સુખ એવા પ્રકારનું છે કે જેની આંશિક અનુભૂતિ પેદા થાય એટલે દુનિયાનું સુખ એની આગળ કાંઇ જ નથી એવી એને અનુભૂતિ થાય છે અને એ સુખની અનુભૂતિથી સુખની ઇચ્છા એજ દુ:ખ કરનાર દુ:ખની પરંપરા વધારનાર છે એમ એને લાગે છે. એ પોતાના આત્મામાં રહેલી ગ્રંથીની ઓળખ કહેવાય છે. એ રીતે ઓળખ થવા માંડે અને દેવ, ગુરૂ, ધર્મની આરાધના થતી જાય તો ભગવાન જે સુખની અનુભૂતિ કરે છે તે મેળવવાની ઇચ્છા થાય. આ સુખને મેળવવાની ઇચ્છા થવી એને જ જ્ઞાનીઓ મોક્ષની. ઇચ્છા મોક્ષનો અભિલાષ કહે છે. આ મોક્ષનો અભિલાષ પેદા થાય એવી દશાના પરિણામ આવે તેને અપુનર્ધધક દશાના પરિણામ કહે છે. એ પરિણામના પ્રતાપે એ ઇચ્છા મુજબ સુખની અનુભૂતિ કરવા માટે જ્યાં જ્યાં એ સુખ, કેવી રીતે મેળવાય-અનુભૂતિ કરી શકાય એનું જ્યાં જ્ઞાન મલતું હોય તે જ્ઞાન મેળવવા. માટે જવાની ઇચ્છા થાય તે ઇરછા યોગ કહેવાય છે. એ જ્ઞાન મેળવતાં દુનિયામાં જ્યારે જ્યારે કામકાજ કરતાં નવરાશનો ટાઇમ મલે એટલે તે જ્ઞાનના વિચારો ને વારંવાર યાદ કર્યા કરે એનાથી અંતરમાં નવી નવી ભાવનાઓ રૂપે વિચારો આવ્યા કરે એ વિચારો ગુરૂપાસે જઇ પ્રગટ કરે. ગુરૂ ભગવંત કહે ભાઇ તમોને જે વિચારો આવે છે એજ વિચારોને જ્ઞાની ભગવંતોએ શાસ્ત્રોમાં લખ્યા છે એટલે એ સાંભળીને એ જીવને અંતરમાં થાય શાસ્ત્રોમાં એજ મારી વાતો આવે છે ? જ્ઞાનીઓ પહેલેથી જાણતા હતા ! અને જ્ઞાનીઓએ એ વાતોને શાસ્ત્રોમાં લખીને અમારા પ્રત્યે કેટલો ઉપકાર કરેલો છે. એવી વિચારણા કરતાં કરતાં શાસ્ત્ર પ્રત્યે બહુમાન અને આદરભાવ પેદા થાય અને પછી જીવ દેવ, ગુરૂ, ધર્મની આરાધના કરતાં મન, વચન, કાયાનું સામર્થ્ય પેદા કરીને એ ગ્રંથી પ્રત્યે ગુસ્સો વધારતાં વધારતાં એને ભદવા માટેનો પ્રયત્ન કરતો જાય છે. એ સામર્થ્ય યોગ કહેવાય છે. જેમ જેમ જીવ સામર્થ્યથી ગ્રંથી પ્રત્યે ગુસ્સો વધારતો જાય છે. તેમ તેમ જીવ અનુકૂળ પદાર્થોથી નિર્ભય બનતો જાય છે. એટલે હવે ભય રહિત થતો અભય રીતે જીવન જીવવાની શક્તિ પેદા કરતો જાય છે. એ રીતે જીવન જીવતાં હવે ખેદ રહિત પણે દેવ, ગુરૂ, ધર્મની પ્રવૃત્તિ કરતો જાય છે અને પોતાના દોષોને ઓળખીને દૂર કરવા પ્રયત્ન કરતો જાય છે. બીજાના દોષો દેખાય તો તેના પ્રત્યે કરૂણા ભાવ પેદા કરતો જાય છે. આ રીતે અભય. અખેદ અને અન્વેષને પેદા કરતો મૈત્રી-પ્રમોદ-કારણ્ય અને માધ્યસ્થ ભાવ પેદા કરતો ગ્રંથી પ્રત્યે ગુસ્સો અત્યંત વધારતો જાય છે. એ ગુસ્સો વધારતાં વધારતાં જ્યારે અનંતાનુબંધિ અનંતાનુબંધિ જેવો ક્રોધ પેદા થાય છે ત્યારે જીવ ચરમયથાપ્રવૃત્તકરણને પામે છે. જ્યાં એનો પરિણામ (તપ્ત લોહ પદ ધૃતિ સમીજી પેહલી પાપ પ્રવૃત્તિ) એટલે કે સંસારની સાવધ વ્યાપારવાળી પ્રવૃત્તિ એના વિચારો તપાવેલા લોઢા ઉપર ચાલવા જેવી ભાસે છે. આવો પરિણામ સ્થિર થાય Page 42 of 78
SR No.009177
Book TitleJeev Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy