SearchBrowseAboutContactDonate
Page Preview
Page 41
Loading...
Download File
Download File
Page Text
________________ માત્ર દબાવવાથી આખું વિશ્વ એટલે બ્રહ્માંડ ડોલાયમાન થઇ જાય છે. મેરૂપર્વત ઉપર જન્માભિષેક વખતે શ્રમણ ભગવાન મહાવીર મહારાજાએ ઇન્દ્રની શંકાને દૂર કરવા માટે એક અંગૂઠો દબાવ્યો તેમાં તો અચલા શાશ્વત ગમે તેવા વાયરાનો ઝંઝાવાત આવે તો પણ ડોલાયમાન ન થાય એ મેરૂ પર્વત ડોલાયમાન થઇ ગયો. જગતમાં પહાડો ડોલવા લાગ્યા વૃક્ષો પડવા લાગ્યા ઇન્દ્ર મહારાજા વિચાર કરવા લાગ્યા કે આવા સારા સમયે આ શું બન્યું ? પણ ઉપયોગ મુકીને જોયું તો લાગ્યું કે મારી ભૂલ થયેલી છે. ભગવાન પાસે માફી માગી ત્યારે બસ્થિર થયું. તો એક અંગૂઠામાં આટલી શક્તિ રહેલી છે. એવી જ રીતે વાલી મુનિ અષ્ટાપદ પર્વત ઉપર કાઉસ્સગ ધ્યાને રહેલા છે તે વખતે વીર્યંતરાયના ક્ષયોપશમ ભાવથી એમને જે શક્તિ પેદા થઇ છે એ કેવી હતી ખબર છે ? રાવણ જ્યારે પોતાના વિમાનમાં બેસીને વા નીકળ્યો છે અને અષ્ટાપદ પર્વત ઉપરથી પસાર થાય છે તે વખતે તેનું વિમાન સ્થંભીત થાય છે એટલે વિમાન નીચે ઉતારીને જૂએ છે કોને થંભીત કર્યું. તેમાં આ વાલી મુનિ દેખાણાં એટલે રાવણને ગુસ્સો ચડ્યો છે કે આ મહાત્માને તીર્થ સાથે ઉપાડી સમુદ્રમાં ફ્રી દઉં એ વિચારથી નીચે ઉતરી જમીનની અંદર પેસી આખો અષ્ટાપદ પર્વત ઉપાડે છે તે વખતે મહાત્માએ જોયું કે આ તીર્થનો નાશ થશે માટે કાઉસ્સગપારી જમીન ઉપર એક અંગૂઠો દબાવે છે તેના કારણે જમીન નીચે બેસવા માંડી તેમાં રાવણ સપડાઇ ગયો છે નીકળી શકતો નથી નીકળવાની બૂમો મારે છે અને પોતાની ભૂલ સમજાતાં મિચ્છામિ દુક્કડું આપે છે. ત્યારે વાલી મુનિ અંગૂઠો લઇ લે છે. અધ્ધર કરે છે અને રાવણ નીકળે છે આથી વિચારો કેટલી શક્તિ વીર્યની પેદા થયેલી છે પણ તેનો ઉપયોગ શેને માટે કરે છે ? પોતાના કર્મોને ખપાવવા માટે. આજે આપણને મળેલી શક્તિનો શું ઉપયોગ કરી રહ્યા છીએ એ વિચારો ! એવી જ રીતે ચરમ શરીરી એવો અંજના સતીનો પુત્ર હનુમાન જન્મતાની સાથે જે વીર્યંતરાયના ક્ષયોપશમ ભાવથી શક્તિ લઇને આવ્યો છે કે જે પોતાની માતા તેમના ભાઇની સાથે વિમાનમાં બેસીને પુત્રને ખોળામાં લઇને ભાઇને ત્યાં જાય છે ત્યાં વિમાન આકાશમાં ઉડતાં ચાલે છે અને હનુમાન હાથમાંથી પડ્યો અને બહાર નીકળીને કોઇ પહાડ ઉપર પછડાયો તો તેની શક્તિથી પહાડના ટૂકડા થઇ ગયા પણ હનુમાનને કાંઇ થયું નથી. એતો ઉપરથી હસે છે. આ બધી શક્તિઓ પુદ્ગલના. સંયોગથી વીર્યંતરાય કર્મના ક્ષયોપશમ ભાવથી પેદા થાય છે તો કર્મના સંયોગ વગરની શક્તિ કેટલી હશે. અને કેવી ઉંચી કોટિની હશે એનો ખ્યાલ આવે છે ? આ બધા જીવો આવી શક્તિનો ઉપયોગ કરીને પોતાના કર્મોનો નાશ કરતા હતા. જ્યારે આજના જીવોને જો આવી શક્તિઓ પેદા થાય તો શું કરે ? માટે એ શક્તિ મલી નથી એજ સારું છે ને ! આજે જે વીર્યંતરાયના ક્ષયોપશમથી શક્તિ મળેલી છે તેનો દેવ, ગુરૂ, ધર્મની બાબતમાં વધારે ઉપયોગ થાય છે કે સંસારીક કાર્યોમાં તેનો ઉપયોગ વધારે થાય છે. મળેલી શક્તિનો જેટલો સંસારી કાર્યોમાં ઉપયોગ કરીએ છીએ તે દુરૂપયોગ કહેવાય છે અને એ દુરૂપયોગથી જીવો એવું કર્મ ઉપાર્જન કરતાં જાય છે કે મર્યા પછી આટલી પણ શક્તિ મળશે નહિ અને દેવ, ગુરૂ, ધર્મમાં જેટલો ઉપયોગ કરતો જાય તે સદુપયોગ કહેવાય છે એ સદુપયોગથી ભવાંતરમાં આના કરતાં વધારે શક્તિ પેદા થતી જાય એવું કર્મ બંધાતું જાય છે. આપણે શું કરવું છે ? અને શું કરી રહ્યા છીએ ? માટે પુગલના સંયોગની પરતંત્રતા દૂર કરવા ભાવના હોય તો આત્માની સ્વતંત્રદશાને ઓળખવી પડશે એ ઓળખવા માટે જ મળેલી શક્તિનો ઉપયોગ શેમાં કરવાનો છે ? એ જાણો છો ? અનાદિકાળથી જીવા અનુકૂળ પદાર્થોમાં ગાઢરાગ વાળો બનેલો છે અને પ્રતિકૂળ પદાર્થોમાં ગાઢ દ્વેષ વાળો બનેલો છે એને ઓળખીને એ ગાઢ રાગનો નાશ કરવામાં અને ગાઢ દ્વેષનો નાશ કરવામાં ઉપયોગ કરવાનો કહેલો છે. એ શક્તિનો ઉપયોગ દેવ,ગુરૂ, ધર્મની આરાધનાના અનુષ્ઠાનોની ક્રિયા કરતાં કરતાં આપણો અનુકૂળ પદાર્થો પ્રત્યેનો રાગ કેટલો ઘટતો જાય છે અને દેવ, ગુરૂ, ધર્મ પ્રત્યે કેટલો રાગ વધતો જાય છે એ જોતાં જવાનું કારણ જ્યાં સુધી પોતાની ગ્રંથી ઓળખવાની ઇચ્છા પેદા ન થાય ત્યાં સુધી આત્મદર્શનનાં સુખની Page 41 of 78
SR No.009177
Book TitleJeev Tattvanu Swarup
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages78
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size21 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy