SearchBrowseAboutContactDonate
Page Preview
Page 9
Loading...
Download File
Download File
Page Text
________________ (૨) તીર્થકરે નિષેધ કરેલી વસ્તુ ગ્રહણ કરવી તે તીર્થરમ7. (૩) ગુરૂએ નિષેધ કરેલી વસ્તુ ગ્રહણ કરવી તે 317. (૪) પોતે પ્રથમ સોપારી આદિ દ્રવ્યનો સંગ્રહ કર્યો હોય, અને સોપારીની છતનો દેશમાંથી ક્ષય થયે ઘણા ભાવ વધી ગયો હોય તો તે વધી ગયેલા બજાર ભાવથી સોપારી આદિ વેચી ધનવૃદ્વિ દ્વિગુણ ત્રિગુણાદિ પણ કરે-(ઇતિ ધર્મસંગ્રહ.) ।। ४ स्थूल मैथुन विरमण व्रत ।। ઇવર પરિગ્રહતા સ્ત્રી, અને અપરિગ્રહિતા સ્ત્રીને ભોગવે. કામને વિષે તીવ્ર અભિલાષા રાખે, અનંગક્રીડા (બીભત્સ ચેષ્ટાઓ) કરે, અને પારકાના વિવાહ જોડી આપે એ પાંચ અતિચાર ચોથા વ્રતના છે. દિવ્ય મૈથુન અને ઔદારિક (મનુષ્ય તિર્યંચનું મૈથુન) એ બે મૈથુનને કરવું કરાવવું અને અનુમોદવું એ ત્રણ કરણ તથા મન, વચન, કાયાથી ગુણતાં નવ પ્રકારે અને ૧૮ પ્રકારનું થાય (એટલે કે કરણ ૩ યોગે ૯ પ્રકારનું અને દિવ્ય ઔદારિક એ બે ભેદે ગુણતાં ૧૮ પ્રકારનું થાય.) (શ્રાવક સોયદોરાના આકારે મૈથુનનો ત્યાગ કરે અને સ્ત્રીનાં ગુપ્ત અંગ દેખવામાં, સ્ત્રીના અંગનો સ્પર્શ કરવામાં, ગોમૂત્ર ગ્રહણ કરતી વખતે ગાયની યોનિને સ્પર્શ કરવામાં અને કુસ્વપ્રમાં સર્વત્ર જયણા રાખે તેમજ સ્ત્રીની ઇન્દ્રિયો દેખવામાં પણ જયણા રાખે. વસતિ-કથા-આસન-ઇન્દ્રિયાવલોકન-ભીંત્યતરા-પૂર્વક્રીડાસ્મૃતિ-સ્નિગ્ધાહાર-અતિમાકાહાર-અને વિભૂષાનું વર્જન (એ — વર્જન) તે બ્રહ્મચર્યની ૯ વાડ છે. (૫ અતિચારમાંથી) પરસ્ત્રી વર્જન કરનારને નિશ્ચયે ૫ અતિચાર, સ્વદાર સંતોષીને 3 અતિચાર સ્ત્રીને 3 અથવા ૫ અતિચાર ઇત્યાદિ (અતિચાર સંબંધિ) ભાંગાના વિકલ્પો જાણવા. આજ્ઞાવાળું ઐશ્વર્યપણું, બદ્ધિ, રાજ્ય, કામભોગ, કીર્તિ, બળ, સ્વર્ગ, અને આસન્નસિદ્ધિ (નિકટમોક્ષ) એ સર્વ લાભ બ્રહ્મચર્યના પ્રભાવથી છે. કલેશ કરાવનાર જનોને મારનાર, અને સાવધયોગમાં તત્પર એવો પણ નારદ જે મોક્ષ પામે છે તે નિશ્ચય બ્રહ્મચર્યનું જ મહાભ્ય છે. પરસ્ત્રી ગમનથી આ ભવમાં પણ વધ-બંધન-ઉંચ બંધન-નાસછેદ-ઇન્દ્રિયછેદ અને ધન ક્ષય ઇત્યાદિ ઘણા પ્રકારની કદર્થનાઓ થાય છે. તથા પરલોકમાં પણ સિંબલિ (શાલમલીનું વૃક્ષ) તથા તિક્ષ્ણ કંટકનાં આલિંગન વિગેરે ઘણા પ્રકારનું દુ:સહ દુ:ખ પરદારગામી જીવો નરકને વિષે પામે છે. તથા (પરભવમાં) દુઃશીલજનો છેદાયેલી ઇન્દ્રિયોવાળા, નપુંસકો, દુષ્ટરૂપવાળા, દૌભંગી, ભગંદરવાળા, રંડાપણવાળા, કરંડાપણવાળા, વાંઝીયા, નિન્દુ (મૃતવત્સા) અને વિષકન્યા રૂપે થાય છે. | રતિ વતુર્થ સ્થૂલ મૈથુન વિરમUાવ્રતમ્ II -8 | || 5 સ્થળ પરદ વિરમUવ્રત Il. ક્ષેત્ર વાસ્તુ વિગેરેનું સંયોજન, રૂપ્ય સુવર્ણ વિગેરે સ્વજનોને ઘેર રાખે, ધન ધાન્યાદિ પરઘેર રાખે તે યાવત્ નિયમ પૂર્ણ થાય ત્યાં સુધી રાખે, દ્વિપદ ચતુષ્પદાદિકને ગર્ભ ગ્રહણ કરાવે, કુણા (રાચ રચીલું) સંક્ષેપ કરે (ઘણાનું એક કરે) અથવા અલ્પ સંખ્યા પણ બહુ મૂલ્યવાળી રાખે એ પાંચ અતિચાર પાંચમા વ્રતના છે. પરિગ્રહ બાહ્ય અને અત્યંતર એમ બે પ્રકારે જાણવો, તેમાં મિથ્યાત્વ Page 9 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy