SearchBrowseAboutContactDonate
Page Preview
Page 10
Loading...
Download File
Download File
Page Text
________________ રાગ અને દ્વેષ તે અભ્યન્તર પરિગ્રહ છે તથા બાહ્ય પરિગ્રહ ૯ પ્રકારનો જાણવો તેમાં ધન, ધાન્ય, ક્ષેત્ર, વાસ્તુ, રૂપ્ય, સુવર્ણ, કુણ્યપ્રમાણ તથા દ્વિપદ અને ચતુષ્પદ વિગેરે કહ્યો છે. એમાં ધાન્ય ૨૪ પ્રકારના છે. તથા ધન રત્નાદિ ૨૪ પ્રકારે છે, ચતુષ્પદ ૧૦ પ્રકારે છે, દ્વિપદ ૨ પ્રકારે છે, અને કુખ્ય એક પ્રકારે છે. તથા સ્થાવરરૂપ વાસ્તુ ૩ પ્રકારે છે એ પ્રમાણે ૬૪ ભેદ થાય છે, અથવા ગણનીય, ધરણીય, મેય, અને પરિચ્છેદ્ય એમ ચાર પ્રકારનો પણ પરિગ્રહ છે. ત્યાં જાયળ, ફોફ્ળ વિગેરે ગણિમ, કંકુ, ગોળ વિગેરે ધરિમ, ઘી, મીઠું વિગેરે મેય અને રત્ન, વસ્ત્ર આદિ પરિચ્છેદ કહેવાય. ચોવીસ ધાન્ય આ પ્રમાણે યવ-ઘઉં-શાલી-વ્રીહિ-સાઠી-કોદ્રવા-અણુક (જવાર) -કાંગ-રાલ-તિલ-મગ-અડદ-અતસી-ચણા-તિઉડી-વાલ-મઠ અને ચોળા તથા ઇક્ષુ (બંટી) ૨૪ ધાન્ય છે. ૨૪ મસૂર-તુવર-કલથી-ધાણા-કલાય-એ રત્નાદિ આ પ્રમાણે સુવર્ણ-ત્રપુ-તાંબુ-રૂપું-લોહ-સીસું-હિરણ્ય-પાષાણ-વજ્ર-મણિ-મોતી-પ્રવાલ-શંખ-તિનિસ-અગુરૂ-ચન્દ ન-વસ્ત્ર-અમિલાન (ઉનવસ્ર) કાષ્ટાદિ-નખ-ચર્મ-દાંત-કેશ-ગંધ-અને દ્રવ્ય ઓષધ. ભૂમિ-ગૃહ અને વનસ્પતિ એ ૩ સ્થાવર વાસ્તુ જાણવી. તથા ચકારબદ્વ (ગાડી) અને દાસ આદિ એમ બે પ્રકારે દ્વિપદ જાણવા. ગાય-ભેંસ-ઉંટ-બકરૂં-ઘેટું-અશ્વ (જાતિમાન અશ્વ) -ખચ્ચર-ઘોડો (અજાતિમાન અશ્વ) -ગર્દભ-હસ્તિ-એ પશુઓ ૧૦ પ્રકારનાં ચતુષ્પદ કહેવાય. અનેક પ્રકારનાં જુદી જુદી જાતનાં જે ઉપકરણ (રાચરચીલું અથવા ઘરવખરી) તે કુષ્ય કહેવાય એ કુષ્યનું લક્ષણ છે. એ અર્થ (પરિગ્રહ) છ પ્રકારનો તે ૬૪ ભેદવાળો છે. સેતૂ-કેતૂ અને ઉભયાત્મક એમ ત્રણ પ્રકારનું ક્ષેત્ર છે. તથા વાસ્તુ પણ ત્રણ પ્રકારે આ પ્રમાણે છે-ખાત, ઉચ્છિત અને ખાતોચ્છિત એ ત્રણ પ્રકારે જાણવું. જેમ જેમ લોભ અલ્પ થાય છે, અને જેમ પરિગ્રહનો આરંભ અલ્પ થાય છે તેમ તેમ સુખની વૃદ્ધિ થાય છે અને ધર્મની પ્રાપ્તિ થાય છે. મનુષ્યપણાનો સાર જેમ આરોગ્યતા છે, ધર્મનો સાર જેમ સત્ય છે વિધાનો સાર જેમ નિશ્ચય છે, તેમ સુખનો સાર સંતોષ છે.II કૃતિ પંપનં स्थूल परिग्रहविरमण વ્રતમ્ II8-63 II (૧) ૯ પ્રકારના પરિગ્રહને યથાયોગ્ય સંક્ષેપતાં ૬ ભેદ થાય છે. ત્યાં ધાન્ય-રત્ન-સ્થાવર દ્વિપદ-ચતુષ્પદ-કૃષ્ણ એ ૬ પ્રકારનો. (૨-૩-૪) કુવાના પાણીથી જેમાં ધાન્ય નિષ્પત્તિ થાય તે લેન વર્ષાદથી ધાન્ય નિષ્પત્તિવાળું કેતૂ અને ઊભયાત્મકથી ધાન્ય નિપજે તે સેતૂકેતૂ. (૫-૬-૭) ભોયરૂં તે ખાત પ્રાસાદગૃહ આદિ ઉચ્છિત અને ભોંયરા સહિત પ્રાસાદાદિ તે ખાતોચ્છિત. // દ્દ વિગ્ગરમાળ વ્રત || દિશિપરિમાણ વ્રતના તિર્થંગ્દિશિપ્રમાણ, અધોદિરિપ્રમાણ, અને ઉર્ધ્વ દિશિપ્રમાણ એ ત્રણ ભેદ છે, અને એ ત્રણનો અતિક્રમ તથા સ્મૃતિવિસ્મરણ અને ક્ષેત્રવૃદ્ધિ એ દિશિવ્રતના ૫ અતિચાર છે.।। રૂતિ વિરિમાળવ્રતમ્ II ૪૭-૬૩ || (૮) કઇ દિશિમાં કેટલું પ્રત્યાખ્યાન કર્યું છે તે ભૂલી જવું. (૯) ક્ષેત્રાદિકની સંખ્યા કાયમ રાખવાને બીજું સાથેનું ક્ષેત્રાદિ લઇ એક મોટું ક્ષેત્રાદિ કરવું. Page 10 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy