SearchBrowseAboutContactDonate
Page Preview
Page 168
Loading...
Download File
Download File
Page Text
________________ સાતમું ગુણસ્થાનક ઉપશમ શ્રેણિ અને ક્ષપક શ્રેણિ પ્રાપ્ત કરનારા જીવો માટે આ યથાપ્રવૃત્તકરણ રૂપ ગુણસ્થાનક કહેવાય છે. આ ગુણસ્થાનકનો કાળ એક અંતર્મુહૂર્તનો જ હોય છે. જઘન્યથી કે ઉત્કૃષ્ટથી એક અંતર્મુહૂર્ત કાળ ગણાય છે. સપ્તમ સોપાન (અપ્રમત્ત ગુણસ્થાન) મહાનુભાવ આનંદ સૂરિ હૃદયમાં ધર્મધ્યાન કરી અને આત્મસ્વરૂપનું ચિંતવન કરી મધુર વાણીથી બોલ્યા - “ભદ્ર, હવે તને તારા સ્વાનુભવનો ખ્યાલ થયો હશે. આ સુંદર નિસરણીના દેખાવો તારા હૃદયમાં વિશેષ પ્રકાશ પાડતા જાય છે. તારી દિવ્ય અને જ્ઞાનમય દ્રષ્ટિ પદ્ગલિક અને આત્મિક ઘડીઓનું યથાર્થ નિરીક્ષણ કરવાને સમર્થ થઇ છે. બાહ્ય અને આંતર પદાર્થોનું પૃથકકરણ કરવાની અગાધ શક્તિ તને પ્રાપ્ત થતી આવે છે. વત્સ, હવે આ નીસરણીના સાતમાં પગથીઆ ઉપર દ્રષ્ટિ કર. એ સુંદર સોપાનની અંદર જે દેખાવો આપેલા છે, તે દર્શનીય અને બોધનીય છે. આ સુંદર સોપાનના દેખાવો ખરેખર ચમત્કારી છે. તેમનું સૂક્ષ્મ દ્રષ્ટિથી નિરીક્ષણ કર અને તેનો બુદ્ધિ તત્ત્વથી વિચાર કર.” મુમુક્ષુ બોલ્યો - “મહાનુભાવ, આ સુંદર સોપાન મારા દ્રષ્ટિમાર્ગમાં આવેલ છે, પરંતુ તેના ચમત્કારી દેખાવોની સૂચનાઓ મારા ધ્યાનમાં આવતી નથી, તે કૃપા કરી સમજાવો.” સાનંદ વદને બોલ્યા- “ભદ્ર આ સોપાનની અપૂર્વ શોભા જોવા જેવી છે. તેની આસપાસ ચાર જ્યોતિના દીવાઓ પ્રકાશી રહ્યા છે. તેની બાહેર થોડે છેટે છ રત્નમય પેટીઓ પડેલી. છે, પગથીઆની કોર ઉપર સાત ચાંદલાઓ છે અને તેમાંથી અઠ્ઠાવન, ઓગણસાઠ અને છોંતેર એમ જૂદા જૂદા કિરણો નીકળે છે, જે એકંદર એકસો આડત્રીશની સંખ્યાએ પહોંચે છે. આ દેખાવોની અંદર એવું મનોહર રહસ્ય રહેલું છે કે, જે ઉપરથી ભવ્યઆત્મા પોતાની આત્મિકસ્થિતિનું સ્વરૂપ સમજી શકે છે. ભાઇ મુમુક્ષ, આ સાતમા પગથીઆનું સ્વરૂપ જાણવા જેવું છે. આ સોપાન અપ્રમત્તા ગુણસ્થાનના નામથી ઓળખાય છે. પંચમહાવ્રતને ધારણ કરનાર મુનિ પાંચ પ્રકારના પ્રમાદને અભાવે આ પગથી ઉપર આરોહણ કરનારા થાય છે. આ સ્થાનપર વર્તનારા જીવને સંજવલના ચાર કષાય તેમજ નોકષાયનો ઉદય જેમ જેમ મંદ થતો જાય છે, તેમ તેમ તે અપ્રમત્ત થતો જાય છે. આ ગુણસ્થાન પર આવેલા જીવો મોહનીય કર્મનો ઉપશમ કરવામાં તેમજ ક્ષય કરવામાં નિપુણ થતાં જાય છે. અને તેમ થવાથી તેઓ સધ્યાનનો આરંભ કરે છે, અને તેમાંથી અનેક જાતના આત્મિક લાભો મેળવે છે.” મુમુક્ષુએ પ્રશ્ન કર્યો – “ભગવદ્, મોહનીય કર્મ કેવું હશે ? અને તેનો ઉપશમ કે ક્ષય કરવાથી શો લાભ થતા હશે ?” આનંદના ઉદધિમાં મગ્ન થયેલા આનંદ મુનિ મધુર સ્વરથી બોલ્યા - “ભદ્ર, જેમાંથી જીવને મોહ ઉત્પન્ન થાય છે, તે મોહનીય કર્મ કહેવાય છે. તે મોહનીયકર્મની સમ્યકત્વમોહ, મિશ્રમોહ, મિથ્યાત્વ મોહ, અને અનંતાનુબંધીચાર-આ સાત પ્રકૃતિ વિના એકવીશ પ્રકૃતિ રૂપ મોહનીય કર્મને ઉપશમ કરવામાં તેમજ ક્ષય કરવામાં જ્યારે પવિત્ર મુનિ સન્મુખ થાય છે, ત્યારે તે મહા મુનિ Page 168 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy