SearchBrowseAboutContactDonate
Page Preview
Page 167
Loading...
Download File
Download File
Page Text
________________ જ જીવને એ પદાર્થની ઇચ્છાઓ શમી જાય છે-નાશ પામી જાય છે. એમ અહીંયા મોક્ષનો અભિલાષ-મોક્ષની રૂચિ-મોક્ષની ઇચ્છા જીવને છઠ્ઠા ગુણસ્થાનક સુધી જ હોય છે. સાતમા ગુણસ્થાનકમાં એની આંશિક અનુભૂતિ ક્ષયોપશમ ભાવે પેદા થઇ એટલે એ જીવોને સંસાર પ્રત્યેનો અણગમો અને મોક્ષ પ્રત્યેનો ગમો રહેતો નથી. ક્ષાયિક ભાવના ગુણોની ક્ષયોપશમ ભાવે અનુભૂતિ પેદા થતાં આત્માની વિશુધ્ધિ અનંત ગુણ અધિક પ્રાપ્ત થાય છે. આ અનુભૂતિના કારણ આયુષ્ય બંધની અયોગ્યતા પ્રાપ્ત થાય છે એટલે આયુષ્ય બંધમાં જે પરિણામની વિશુધ્ધિ જોઇએ એના કરતાં અધિક વિશુધ્ધિની પ્રાપ્તિ થઇ પરંતુ વિશેષ એ છે કે જે જીવો છઠ્ઠા ગુણસ્થાનકે આયુષ્ય બાંધતા બાંધતા આ વિશુધ્ધિને પામે તો બંધાતું આયુષ્ય પૂર્ણ બંધ ન થાય ત્યાં સુધી બંધાયા કરે છે. આ જીવોને આવી વિશુધ્ધિની સ્થિરતાના કારણે ધર્મધ્યાન ની શરૂઆત થાય છે એટલે આજ્ઞા વિચય, વિપાક વિચય, અપાય વિચય અને સંસ્થાન વિચય આ ચાર પ્રકારના ધર્મ ધ્યાનનાં વિચારોની એકાગ્રતામાંથી કોઇ એકની વિચારણામાં જીવ સ્થિરતાને પામે છે અને એ સ્થિરતાની વિશુધ્ધિ વધતી જાય તો જીવ શુકલ ધ્યાનની એટલે શુકલ ધ્યાનનાં પહેલા પાયાની વિચારણાની સ્થિરતાને પામે છે. આ ગુણસ્થાનકમાં રહેલા જીવો અનંત ગુણ વિશુધ્ધિને પ્રાપ્ત કરતાં સારોકાળ હોય અને આયુષ્યનો બંધ કરેલ ન હોય તો ક્ષાયિક સમકીત પામવાની શરૂઆત પણ કરે છે. આ ગુણસ્થાનકે ઉપશમ સમકીતી જીવો-ક્ષયોપશમ સમકીતી જીવો અને ક્ષાયિક સમકીતી જીવો એમ ત્રણે પ્રકારના જીવો હોય છે અનાદિ મિથ્યાદ્રષ્ટિ જીવો જે ઉપશમ સમકીત પામે છે એ ઉપશમ સમકીતની સાથે સાતમા ગુણસ્થાનકને પણ પામી શકે છે માટે જે જીવો એ રીતે સાતમા ગુણસ્થાનકને પામતા હોય તેઓને આશ્રયીને ઉપશમ સમકીત હોય છ. કેટલાક જીવો ઉપશમશ્રેણિ પ્રાપ્ત કરનારા હોય તેવા જીવો પણ ઉપશમ સમકીત પામેલા અથવા પામતા હોય છે અથવા કેટલાક ઉપશમ શ્રેણિથી પતન પામી આ ગુણસ્થાનકે આવેલા ઉપશમ સમકીતી જીવો હોય છે. ક્ષયોપશમ સમકીત ચારથી સાત ગુણસ્થાનક સુધી રહેતું હોવાથી અહીંપણ હોય છે. ક્ષાયિક સમકીતી જીવો ચોથે-પાંચમે-છઠ્ઠ ક્ષાયિક સમકીત પામી આ ગુણસ્થાનકે આવેલા હોય છે અને કેટલાક ક્ષયોપશમ સમકીતી જીવો અહીં નવું ક્ષાયિક સમકીત પણ પામી શકે છે. આ ગુણસ્થાનકે ક્ષાયિક સમકીતી જીવો, જેઓએ નરકાયુષ્યનો બંધ કરેલો હોય-તિર્યંચાયુષ્યનો બંધ કરેલો હોય પરભવના મનુષ્યાયુષ્યનો બંધ કરેલો હોય એવા જીવો હોઇ શકે છે. આ જીવો આ ગુણસ્થાનકથી આગળ જઇ શકતા નથી જ્યારે જે ક્ષાયિક સમકીતી જીવોએ દેવાયુષ્ય બાંધેલું હોય તેઓ ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરી અગ્યારમા ગુણસ્થાનક સુધી જઇ શકે છે. અને જે જીવોએ એકેય આયુષ્યનો બંધ કરેલ ન હોય એવા ક્ષાયિક સમકીતી જીવો ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરી શકે છે અને ક્ષપક શ્રેણિપણ પ્રાપ્ત કરી શકે છે. જે જીવો ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરવાના હોય તેઓ એકથી ત્રણ સંઘયણમાંથી કોઇપણ સંઘયણના ઉદયવાળા હોઇ શકે છે એટલે કે એકથી ત્રણ સંઘયણના ઉદયવાળા જીવો જ ઉપશમ શ્રેણિ પ્રાપ્ત કરી શકે છે. જ્યારે ક્ષપક શ્રણિ પહેલા સંઘયણવાળા જીવો જ પ્રાપ્ત કરી શકે છે. આથી Page 167 of 211
SR No.009175
Book TitleChoud Gunsthanak Part 03 Gunasthank 05 to 14
Original Sutra AuthorN/A
AuthorNarvahanvijay
PublisherNarvahanvijay
Publication Year
Total Pages211
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size50 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy